ગુરુજીના નામની માળા – હરિહરાનંદ

સદાય ભવાની સહાય કરો, ને સન્મુખ વસો ગણેશ
પંચ દેવ મળીને રક્ષા કરો, હો.. ગુરુ બહ્મા વિષ્ણુ મહેશ

ગુરુ ગોવિંદ દોનો ખડે, ને કિસકો લાગુ પાય..
બલીહારી ગુરુ આપની, જિન્હે ગોવિંદ દિયો બતાય..

સ્વર : ચેતન ગઢવી

kabir

.

ગુરુજીના નામની હો… માળા છે ડોકમાં
નારાયણ નામની હો… માળા છે ડોકમાં

જુઠુ બોલાય નહીં, ખોટુ લેવાય નહીં
અવળુ ચલાય નહીં હો… માળા છે ડોકમાં

ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં
કોઇને દુભવાય નહીં હો… માળા છે ડોકમાં

પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં
પાપને પોષાય નહીં હો… માળા છે ડોકમાં

ધન સંધરાય નહીં, એકલા ખવાય નહીં
ભેદ રખાય નહીં હો… માળા છે ડોકમાં

હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં
હે નારાયણ ભૂલાય નહીં હો.. માળા છે ડોકમાં

15 replies on “ગુરુજીના નામની માળા – હરિહરાનંદ”

  1. સબ્ અએજ જિવન , જિવન અએજ્પ્રભુ, પ્રભુ , અએજ ,ગ્રુગુ ચિધુ મર્ગ , ગુરુગર્ગુઓપર , પ્રભુ પ્રપ્તકર્વનિ પ્રક્રિય સુરુકરો , જિવન પ્રપ્ત કરો , ” અમ્ને ચુતિકિ ળગિ સબ્ધ્નિ , “

  2. વાહ્..સાચે જ ગુરુજિ ને બિરદાવતા શબ્દ,,,,હદય સ્પર્શિ ગયા…

  3. બાનું લજવાય નહી, જુંગટે રમાય નહી..દારુ પીવાય નઈ..પરમાટી ખવાય નહી…ગુરુજી નાં નામ ની માળા છે ડોક મા……જય માતાજી…

  4. “ગુરુ ગોવિંદ દોનો ખડે, ને કિસકો લાગુ પાય,
    બલીહારી ગુરુ આપની, જિન્હે ગોવિંદ દિયો બતાય.”
    ખરેખર અદભૂત!!!

  5. વાહ! પરંતુ માત્ર વાહ કહેવાથી નહિ ચાલે,
    જો આ ગીત ને સાચે જ જીવન મા ઉતારવામાં આવે તો જીવન ધન્ય બની જાય.
    વાચકો આ સુમધુર ગીત માંથી પ્રેરણા મેળવે એવી શુભેચ્છા સાથે, ખૂબ ખૂબ ધન્યવાદ!

  6. ચેતનના સ્વરમાં ગુરુગાન કરતું ભજન માણ્યું.
    અતિ આધુનિક જમાનામાં વિદ્યાર્થીઓ પાસેથી પણ ગુરૂપુર્ણિમા અને જીવનમાં ગુરૂના મહત્વ અંગેની વાતો સાંભળીએ છીએ. સ્વામી વિવેકાનંદથી માંડીને સંત કબીર અને ગુરૂ નાનક જેવા ભારતીય ગુરૂઓએ ગુરૂને હૃદયમાં સર્વોચ્ચ પદ આપ્યું છે. બદલાતા સમય પ્રમાણે લાગણીઓની પરિભાષા અને અભિવ્યક્તિના માધ્યમો ભલે બદલાઈ ગયા હોય છતા પણ આજના વિદ્યાર્થીઓ ગુરૂપુર્ણિમાના દિવસે યાદ કરવાનું ચુકતા નથી
    અમે કબીરનું આ ભજન ગાઈએજ—
    ગુરુ બિન કૌન બતાવે બાટ ? બડા વિકટ યમઘાટ,
    ભ્રાંતિકી પહાડી, નદિયાં બિચ મેં અહંકારકી લાટ,
    કામ ક્રોધ દો પર્વત ઠાઢે, લોભ ચોર સંગાથ … ગુરુ બિન
    મદ મત્સરકા મેહ બરસત, માયા પવન બહે દાટ,
    કહત કબીર સુનો ભઇ સાધો, ક્યોં તરના યહ ઘાટ … ગુરુ બિન
    હંમણા થોડા દિવસ ગુરુ ઉત્સવ માણીએ તો કેમ?

Leave a Reply to Aakash Cancel reply

Your email address will not be published. Required fields are marked *