શબ્દ અને મૌન

silence

આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા
આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનો
– અમૃત ‘ઘાયલ’

ડૂબી ગયો અવાજ એ શબ્દના સાગરે
ને આ કિનારે મૌનના પડઘા રહી ગયા
– રમેશ શાહ

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ
– આદિલ મંસુરી

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી
– હરીન્દ્ર દવે

મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !

ઘોંઘાટ કેટલો બધે દુનિયામાં થઈ ગયો!
સુણવાની મૌન ટેવ સૌને, કાશ! હોય તો.
– ડૉ. વિવેક મનહર ટેલર

कोइ उसको समझ भी ले तो फिर समझा नहीं सकता
जो इस हद पर पहुंच जाता है, वो खामोश रहता है
– नझीर

અને થોડા શેર ધવલભાઇ તરફથી :

મૌન અને શબ્દની વાત નીકળે તો આ સરતાજ શેર કેમ ભૂલાય –

આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
– રાજેન્દ્ર શુક્લ

અને રઈશનો શેર –

રંગથી પર છે મૌન મારું ‘રઇશ’
મારી ભાષાએ રંગ રાખ્યો છે.

ને આ કેમ છોડી દેવાય ?

મારી પાસે આવ, તું; વાતો કરીશું,
સૌ દીપક બુઝાવીને રાતો કરીશું;
આપણી વચ્ચે તડપતુ મૌન તોડી,
સ્નેહભીના શબ્દને ગાતો કરીશું.
-દિલીપ મોદી

ને રાજેન્દ્ર શુકલનો બીજો અંદાજ-

આ જિંદગીની ચાર ક્ષણનું ગીત તો પૂરું થયું;
મુજ શૂન્યતા ગાતી રહી તુજ મૌન સાંભળતું રહ્યું.

અને થોડા વખત પર જયે યાદ કરાવેલો શેર –

મૌન પડઘાયા કરે,
શબ્દ સંતાયા કરે.
-અહમદ ગુલ

ને છેવટે ઘણા વખતથી મનમાં ફરતી પંક્તિઓ –

પ્હેલા મૌનથી ઘેરે છે
ને પછી શબ્દથી વ્હેરે છે
આ માણસ કેમ રોજ
જુદા ચ્હેરાઓ પ્હેરે છે ?
-?કવિ

અને હા… આપણા ઊર્મિ પણ કંઇક લઇને આવ્યા છે :

સાવ ઝાંખી સતત યાદની એ અવસ્થા હતી,
શ્વાસના મૌન સંવાદની એ અવસ્થા હતી!

-રાજેન્દ્ર શુકલ

અમે મૌન રાખી પ્રણયની સભામાં, કરી ક્રાંતિ રૂસ્વાઇઓની પ્રથામાં,
હવેથી અમે પણ ન બદનામ થાશું, હવેથી તમારી ય ઇઝ્ઝત રહેશે.

-બેફામ

મારી પંક્તિઓ…

આપણી વચ્ચે મૌન બોલતું હતું ત્યારે,
વચ્ચે શબ્દોની દિવાલ હતી, કોણ માનશે?

મુખમાં મૌનનાં શબ્દો ભિંસાયા કરે
હ્રદયમાં વેદનાની વાણી પિસાયા કરે

14 replies on “શબ્દ અને મૌન”

  1. સહજ્ભાવથી જો મૌનનો આવિશ્કાર થાય તો સભાનતા કેળવવામા ઉપકારહક બને છે.

  2. મૌન અને શબ્દો!!
    અમે પન કૈન્ક આપિએ?

    આખોમા બાઝેલા ક્ષાર ને તમે સમજ્યા નહિ,ત્યારે શબ્દ ને અમારે કૈન્ક સોપવુ પડ્યુ,
    આખરે અમારે મૌન તોડવુ પડ્યુ.

  3. જયશ્રીબેન,
    શબ્દ અને મૌન
    By Jayshree, on February 13th, 2007 in અમૃત ‘ઘાયલ’ , આદિલ મન્સૂરી , નઝીર , રમેશ શાહ , વિવેક મનહર ટેલર , શેર , સંકલિત , હરીન્દ્ર દવે | વાચી મારું મૌન તુટ્યું ને મૌન માટે લખું છું.
    પહેલી મુલાકાતે મૌન રહી આંખોથી વાતો કરી,
    બીજી મુલાકાતે મૌન છોડી શબ્દોની આપ લે કરી,
    વારંવારની મુલાકાતોથી મનોમન વાતો થયા કરી,
    રોજની મુલાકાતથી સમજાયું હવે મૌન રહેવું ફરી.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  4. પહેલા હુ તમારેી વેબ સાઈટ માથેી ગુજરાતેી ગઝલ સામ્ભલેી સકતો હતો હવેે એર્ર બતાવે ચ્હે તે નથેી સમજતુ. મદ્દ કરશો

  5. hi jayshree bahen,

    મને “ચાંદો ઊગ્યો ચોક માં ઘાયલ…………….” ગીત જોઈઍ છે…..

    જયેશ ગઢવી………….

  6. મૌન વિશે ઘણુ કહી શકાય.
    થોડુ અમે પણ રજૂ કરીએ.

    એમણે અમને મૂક કરી દીધા,
    અને શબ્દો ને અમારા નવી દીશા મળી.

  7. સાવ ઝાંખી સતત યાદની એ અવસ્થા હતી,
    શ્વાસના મૌન સંવાદની એ અવસ્થા હતી!

    -રાજેન્દ્ર શુકલ

    અમે મૌન રાખી પ્રણયની સભામાં, કરી ક્રાંતિ રૂસ્વાઇઓની પ્રથામાં,
    હવેથી અમે પણ ન બદનામ થાશું, હવેથી તમારી ય ઇઝ્ઝત રહેશે.

    -બેફામ

    મારી પંક્તિઓ…

    આપણી વચ્ચે મૌન બોલતું હતું ત્યારે,
    વચ્ચે શબ્દોની દિવાલ હતી, કોણ માનશે?

    મુખમાં મૌનનાં શબ્દો ભિંસાયા કરે
    હ્રદયમાં વેદનાની વાણી પિસાયા કરે

  8. મૌન અને શબ્દની વાત નીકળે તો આ સરતાજ શેર કેમ ભૂલાય –

    આપણા સામટા શબ્દ ઓછા પડે,
    એમના મૌનને એટલા રંગ છે.
    – રાજેન્દ્ર શુક્લ

    અને રઈશનો શેર –

    રંગથી પર છે મૌન મારું ‘રઇશ’
    મારી ભાષાએ રંગ રાખ્યો છે.

    ને આ કેમ છોડી દેવાય ?

    મારી પાસે આવ, તું; વાતો કરીશું,
    સૌ દીપક બુઝાવીને રાતો કરીશું;
    આપણી વચ્ચે તડપતુ મૌન તોડી,
    સ્નેહભીના શબ્દને ગાતો કરીશું.
    -દિલીપ મોદી

    ને રાજેન્દ્ર શુકલનો બીજો અંદાજ-

    આ જિંદગીની ચાર ક્ષણનું ગીત તો પૂરું થયું;
    મુજ શૂન્યતા ગાતી રહી તુજ મૌન સાંભળતું રહ્યું.

    અને થોડા વખત પર જયે યાદ કરાવેલો શેર –

    મૌન પડઘાયા કરે,
    શબ્દ સંતાયા કરે.
    -અહમદ ગુલ

    ને છેવટે ઘણા વખતથી મનમાં ફરતી પંક્તિઓ –

    પ્હેલા મૌનથી ઘેરે છે
    ને પછી શબ્દથી વ્હેરે છે
    આ માણસ કેમ રોજ
    જુદા ચ્હેરાઓ પ્હેરે છે ?
    -?કવિ

  9. મૌને જીતી ગયું જંગ શબ્દ નો….ખુબ સરસ.

    મૌન ને વાંચી શકે અને સમજી તેવા મિત્રો મળે તે નશીબદાર કહેવાય. હું એવી નશીબદાર છું જ.

  10. મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
    કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !

    ઘોંઘાટ કેટલો બધે દુનિયામાં થઈ ગયો!
    સુણવાની મૌન ટેવ સૌને, કાશ! હોય તો.

  11. Its a nice one !!

    વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો
    હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી

Leave a Reply to jayesh gadhvi Cancel reply

Your email address will not be published. Required fields are marked *