પ્રિયતમ… મારા પ્રિયતમ… – મુકુલ ચોક્સી

સૌથી પહેલા તો… સૌને મારા તરફથી Happy Valentines Day.. !! 🙂
આજના આ ગીત વિશે કંઇ કહું તો.. મારા મત મુજબ, એકદમ સરળ, છતાંય એટલા જ સુંદર અને મધુર શબ્દોવાળા આ ગીતનું એક મોટુ જમા પાસુ છે એનું સંગીત અને ગાયકી. ગાયિકાના અવાજમાં એક વિરહમાં ઝૂરતી સ્ત્રીની ઉત્કંઠા છલકાય છે.. તો ગીતની અધવચ્ચે આવતા ‘ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ…’ એ શબ્દો લાગણીની ઉત્કટતા દર્શાવે છે.

સંગીત : મેહુલ સુરતી
સ્વર : નુતન અને મેહુલ સુરતી
Back Vocal : આનંદ ખંભાતી ( back vocal નું ગુજરાતી ? )
wall_poster_PY48_l

.

પ્રિયતમ… મારા પ્રિયતમ…
પ્રિયતમ… મારા પ્રિયતમ…
તુ ક્યાં છે કહે, તને મારા સમ…

હૈયાથી હોઠોના રસ્તા પર
અટકીને ઊભી છે આ સફર
ચાલે નહીં, આગળ કદમ
તુ ક્યાં છે કહે, તને મારા સમ…

ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ
મુરલીમાં લલચાણી રે

આભમાં ઝીણી વીજળી ઝબૂકે
મનમાં તારી યાદ રે
ભીના ભીના શમણાઓ જાગે
હોઠે તારું વાદ્ય રે

ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ

મારી આજ તું, મારી કાલ તુ
મારો પ્રેમ તુ, મારું વ્હાલ તુ

જેનો ટેકો લઇને હું બેઠી છું
એ જરા ઝુકેલી દિવાલ તુ

તુ અંત છે, તુ છે પ્રથમ
તુ ક્યાં છે કહે, તને મારા સમ…

પ્રિયતમ… મારા પ્રિયતમ…

આ ગીત, અને બીજા થોડા ગીત તમે મેહુલભાઇની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. ( અને થોડા દિવસ રાહ જોશો તો એક એક કરીને બધા ગીત ટહુકા પર આવે છે :) )

47 replies on “પ્રિયતમ… મારા પ્રિયતમ… – મુકુલ ચોક્સી”

  1. my all time favourite…
    this song touches my soul everytime i listen to it…
    awesome work by mukul ji, mehul ji and nutan ji..

  2. સાચે જ અદ્-ભુત રચના અને
    અવાજ…….
    નુતન બેન અને મેહુલ્ભઇ બહુ જ સરસ અવાજ ને સ્વર છે તમારા.
    મજા આવિ ગઇ..
    વારમવાર સાભલવુ ગમે !!!!!!!!!!
    આભાર સહ

  3. મારી આજ તું, મારી કાલ તુ, મારો પ્રેમ તુ, મારું વ્હાલ તુ…જેનો ટેકો લઇને હું બેઠી છું,એ જરા ઝુકેલી દિવાલ તુ…પ્રેમની પરાકાષ્ટાની અતિસુન્દર અભિવ્યક્તિ વર્ણવતું આ ગીત ઘણુ ગમ્યું જયશ્રીબેન…

    મુરલીમનોહર સે એકબાર…!!!

    મૈ આજ ભી ઉનકી અમાનત હું, જો મેરે દિલો દિમાગોં પર છાંયે હૈ,
    અપનોં કે બીચ ભી તન્હાઈ હૈ,જો મેરે જી કો મચલા રહી હૈ,
    ગર મર જાંઉ તેરી યાદમેં, મેરે લાશ પર ઉનકી હી આંખે હૈ,
    આતે હૈ કંઈ બાર વો મિલને, કાશ ભોર ન હો જાતી…
    સાથ વો ભી નહીં લે જાતે હૈ, બડે બેફિક્ર સોયે જાતે હૈ,
    નિગાહોં સે એકબાર દેખલુ, તમન્નાયેં દિલમેં લિયે જીતી હું,
    ઇશ્કને બરબાદ કિયે દર્દે જીગરે હાલ, કમ્બખ્ત રિશ્તે ને મુઝે મારા હૈ બારબાર…
    રેખા શુક્લ(શિકાગો)ગગને પુનમનો ચાંદમાંથી સપ્રેમ.

  4. ખુબજ સુન્દર રચાના એન ખુબજ સુન્દર સગિત….I like this song very much,,,, realy tuching heart tune…

  5. હેલ્લો જયશ્રી દીદી,
    i was searching for this song since a long time..
    i once heard on radio and literally noted down the complete lyrics of this songs while hearing in order to search it for correct lyrics and the song..
    finally my search ends here..
    તમારો ખુબ ખુબ આભાર એ બદલ…

  6. aa kadach e j geet chhe,j thoda varsho pahelaamreli ma yojayel gujarat samachar natya spardha ma raju thayel en natak ma hti. kadach e natak kashyap shukl nu hatu….

  7. superb composition mehulbhai.its my all time favorite song. it inspired me to act ,to feel ….& while performing this song my eyes filled with tears always.thanx 4 lovely composition

  8. Thanks..Sooooooooo Sweeeeeeeeeeeet….

    હૈયાથી હોઠોના રસ્તા પર
    અટકીને ઊભી છે આ સફર.

    તમારી યાદમાં વીતે… એક એક પળ… વરસ લાગે ..
    અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….

  9. સપનાં ને પાપણેં સજી આંસુઓથી ધોઇઍ
    બસ આવતાં જનમ મહીં મળવાની રાહ જોઇઍ
    પણ…
    આ જનમ જિવાઈ રહ્યો છે જયાર થી ,
    આવતા જન્મે મળવાનો કોલ તે દીધો તે ત્યાર થી…

  10. તને મ્હારા સમ …..કેટ્લુ ………મધુર…………વાહ્………

    મ્હારી આજ તુ…..મ્હારી કાલ તુ……કેટ્લુ વ્હાલુ લાગે………..

    ગુન્જે છે…………

  11. હૈયાથી હોઠોના રસ્તા પર
    અટકીને ઊભી છે આ સફર…………………વાહ્……

    ચાલે નહીં, આગળ કદમ
    તુ ક્યાં છે કહે,
    તને મારા સમ…

  12. પ્રેમ ની પરાકાસ્થા……………..સુન્દર્ અભિવ્યક્તિ……. તુ અંત છે, તુ છે પ્રથમ
    તુ ક્યાં છે કહે, તને મારા સમ…

    મારી આજ તું, મારી કાલ તુ
    મારો પ્રેમ તુ, મારું વ્હાલ તુ

    જેનો ટેકો લઇને હું બેઠી છું
    એ જરા ઝુકેલી દિવાલ તુ

  13. પ્રેમ ની પરાકાસ્થા………આથી વિશેશ્…….શ હોઇ શકે?
    જીદડી આખી વિતિ ગૈ…..વાહ્…..

    પ્રિયતમ… મારા પ્રિયતમ…
    પ્રિયતમ… મારા પ્રિયતમ… તુ ક્યાં છે કહે, તને મારા સમ…

    હૈયાથી હોઠોના રસ્તા પર
    અટકીને ઊભી છે આ સફર
    ચાલે નહીં, આગળ કદમ
    તુ ક્યાં છે કહે, તને મારા સમ…

  14. jayshri,u r doing very good jobfor gujarat.
    and NUTAN,today i have heard ur voice first time after our school time.
    all the best for ur bright future.
    Divya,
    surat

  15. ખરેખર મોતો ખજાનો મલિયો..જાને ગુજરાતિ ના દરિયા મા દુબિ ગયા..મજા આવિ ગઇ..આભાર સહ

  16. I am very glad ti visit this website. It has amazing collection of gujarati music, songs and literature. And the most benificial thing is, we can download gujarati music from the related links which are given with the songs. I will be very thankful if someone can give me a link to download all gujarati songs sung by Parthiv Gohil.

    From : Chetan Shukla, Muscat

  17. hi
    i am very happy to visit this site.
    this song is platinum event of the gujarati gazal
    thanks

  18. Very very very nice and melodious song.Really its a heart touching song.I really liked it and enjoyed it.The kanuda tune in the middle song was ausum.I ts a very nice composition of Mukul and Mehul uncle.Thanks for keeping this song

  19. Hi Sneh,

    This song was very nice. Thanks for sharing with me and also thanks to each and every person who is involve in creating such beautiful song with quite effective music.

    Take Care.

    PS

  20. So sweet !!
    So sweet to be forgotten!
    Very nice Gujarati LOVE song with advanced sound effects and music.

  21. મારિ પાસે શબ્દો નથિ.. હુ અહિ પ્રથમ વાર જ આવિ અને ખોવાઈ ગઈ… ખુબ ખુબ આભાર્.

  22. આટલુ સરસ પણ ગીત હોય શકે.. અરે અદ્..ભુત છે
    thank you jayshriben all crew of song…

  23. TOO GOOD!!!M LOOKING FORWARD TO LISTENING TO MANY MORE SONGS LIKE THIS…ALSO, IS THERE ANY WAY IN WHICH I CAN DOWNLOAD THESE SONGS…I MEAN LOVE IT MANN…THAT TOO GUJARATI SONG WITH PERFECT LYRICS, PERFECT MUSIC PERFECT SOUNDTRACK AND PERFECT

  24. સુશ્રી જયશ્રીબેન,
    ધન્યવાદ શિવરાત્રીના દિવસે કવિતા કૃષ્ણમૂર્તિ અને રુપસિઁહ રાથોડના કંઠે શિવ સ્તુતિ રાગ ભૈરવીમાં સાંભળીને અતિ આનંદ થયો તેમજ વિરહિણી સ્ત્રીનો પ્રિયતમને મળવાનો તલસાટ પણ શબ્દો અને ધ્વનિમાં સરસ વ્યક્ત થયો છે.તેમા back vocal નુ ગુજરાતી સારો શબ્દ પૂછ્યો હતો તો મારી સમજણ પ્રમાણે પાર્શ્વધ્વનિ સારો લાગે છે.બીજી એક વાત પર પણ ધ્યાન ખેંચુ તો ફરમાઇશ શબ્દ આજ્ઞા સૂચક છે અને અમે અમારી પસંદનુ ગીત સંભળાવવા તમને આજ્ઞા કેવી રીતે કરી શકીએ? મને લાગે છે કે વિનંતિ કે મનપસંદ સારુ લાગે એવું મારુ નમ્ર સૂચન છે હું ખોટો પણ હોઉં. અને છેલ્લે મારી પસંદ ભૂલી નહિ ગયા હો એવી મને ખાતરી છે અસ્તુ
    દિનેશ ગુસાણી

  25. This was a wonderful song! I was missing my husband Jigar so much. This was a perfect song to send him as a link!
    અમે આવી એક સરસ વેબસાઇટ ની શોધમાં હતા. ટહુકા સાથે અમે ગુજરાત પહુચી ગયા.
    નુતન બેન અને મેહુલ્ભઇ બહુ જ સરસ અવાજ ને સ્વર છે તમારા.

    Thank you for bringing lovely melody of gujarati poetry, music, and songs to us.

    Regards,
    Palak n Jigar Vadia

  26. mukulbhai ni aa rachana mane sauthi vadhare game chhe !

    તારા વિના કશે મન લાગતું નથી
    જીવી શકાઈ એવુ જીવન લાગતું નથી

    અટકી ગયેલો એકલો ઝુલો બન્યો છું હું.
    જાણે પરાયા દેશ મા ભુલો પડ્યો છું હું
    ખુદનુ વતન હવે વતન લાગતું નથી
    તારા વિના કશે મન લાગતું નથી

    પોતિકાં થૈ ગયાં’તાં આ વૃક્ષો ને ખેતરો
    ને આપણા થયાં’તા નદી ને સરવરો
    એમાનું કોઇ પણ હવે સ્વજન લાગતું નથી
    તારા વિના કશે મન લાગતું નથી
    સપનાં ને પાપણેં સજી આંસુઓથી ધોઇઍ
    બસ આવતાં જનમ મહીં મળવાની રાહ જોઇઍ
    આ જનમમાં હવે આપણૂ મિલન લાગતું નથી
    તારા વિના કશે મન લાગતું નથી

    lyric:mukul choksi
    music:mehul surti
    singer: rupkumar rathod,sadhna sargam

  27. Wow ! Who says gujarati music is dying…! This multi-channel track would convince any cynic to think of the contrary. From sound engineering point of view, this track was like a, much awaited gush of fresh air in gujarati music.Thanks Mr. Mehul Surti, I listened to your other tracks too, they are exciting. Thanks Jayshree for the wonderful effort, as always!!

  28. Jayshreeben
    Bahuj sundar kavya and bahuj sundar selection on the right day and for the right occassion.
    Congrates – you are very creative.

  29. આજના આવા દિવસે યોગ્ય ગીત, સુંદર ધ્વનિ વ્યવસ્થા.
    Back Vocal નું ગુજરાતી પાર્શ્વ સ્વર થઈ શકે?
    Stereo Effect in this song was excellent.
    બહુ મઝા પડી આભાર જયશ્રી

  30. You can listen “તમારા સમ્” song on “http://www.zazi.com/mehfil/ ” under the
    title ” મેહુલ સુરતી”.

  31. વિવેકભાઇ,
    થોડા દિવસોમાં જરૂર મુકીશ એ ગીત પણ 🙂
    તમારા સમ…

  32. મુકુલનું જ ગીત મૂકવું હોય તો “તમારા સમ” કદાચ વધુ અદભૂત છે અને કવ્વાલીની ઢબમાં એનું સ્વરાંકન પણ મેહુલે અવર્ણનીય રીતે કર્યું છે…

  33. બહુ જ સરસ ગીત છે.

    આજે વેલેન્ટાઈન ડે ના દિવસે આવુ પ્રેમનું સુંદર ગીત મુકવા બદલ ખૂબ ખૂબ આભાર .. જયશ્રી બેન !!

    Happy Valentine Day to all readers of Tahuko.com

  34. જયશ્રી, બહુ મજા આવી ગઈ વાંચવાની સાંભળવાનું બાકી છે. લાગણીની ઉત્ક્ટતા જ કદાચ પોતાની પ્રિય વ્યક્તિ તરફ ખેંચી જાય છે; એના વિના ‘પ્રેમ’ એ ‘પ્રેમ’ ન હોઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *