માંડવાની જૂઈ – જીતુભાઇ મહેતા

ગુજરાતી સુગમસંગીતના ‘Vintage Era’ નું આ ગીત.. સૌપ્રથમ પારૂલબેનની ફરમાઇશને કારણે મળ્યુ, અને લગભગ અઢી વર્ષથી ટહુકો પર ટહુકે છે..! વાચકો ઘણું બીરદાવ્યું આ ગીત, પણ જેમણે મૂળ ગીત સાંભળ્યું હશે, એમને માટે આટલા વર્ષો પછી મળેલું આ ગીત સોનું તો ખરું, પણ ૨૨ કેરેટનું, ૨૪નું કેરેટનું નહી.

અને મારા જેવા ઘણા જેમણે મૂળગીત પહેલા નો’તુ સાંભળ્યું, એમને પણ આ નવું રેકોર્ડિંગ સાંભળ્યા પછી એકાદ વાર તો ઇચ્છા થઇ જ હશે એને મૂળ ગાયકોના સ્વરમાં સાંભળવાની..!

તો આજે.. ટહુકો.કોમ proudly presents માંડવાની જૂઇ.. મૂળ ગાયકોના સ્વરમાં… (૧૯૬૨માં મુંબઇના કોઇક સંમેલનમાં થયેલી રજુઆતનું રેકોર્ડિંગ).

મૂળ ગાયકો : પુરુષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારી દેસાઈ, પિનાકીન મહેતા

.

—————————-

Posted on February 21, 2007.

આજની આ પોસ્ટ ધવલભાઇ તરફથી 🙂
કવિ : જીતુભાઇ મહેતા
આ સ્વરાંકનમાં સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, પાર્થિવ ગોહિલ

.

અમથી અમથી મૂઈ ! ઓલ્યા માંડવાની જૂઈ !

કંપી કંપીને એ જીવન જીવી ગઈ
ઝંખી ઝંખીને એ તરસી રે ગઈ
ધૂપછાંવની ગોરી તોયે ધૂપથી ડરી ગઈ

એની કાયામાં સુવાસ, જોબન શમાણાનો ઝંકાર
સનમ ક્ષણની બની ગઈ અને અમથી ખરી ગઈ !

કે આવ્યો ઊડીને પવન, જૂઈનું જોયું રે કફન
ચૂમી લીધું રે ચરણ, જૂઈનું કીધું એ હરણ
એને ઝાકળમાં નવડાવી, એને ઘૂળમાં પોઢાડી
સૂરજ આગમાં સળગાવી, એની માનીતી જૂઈ !

ગુજરાતી સુગમ સંગીતના દરિયાના મોતી જેવું આ ગીત એક વાચક, પારુલની ફરમાઈશને લીધે સાંભળવામાં આવ્યું. ગીત શોધવામાં થોડી મહેનત કરી અને છેવટે આ ગીત શ્રી મેહુલભાઇ નાયક પાસેથી મળ્યું.
જૂઈના રૂપકથી એમાં એક કન્યાના અઘૂરા રહી ગયેલા અરમાનની વાત છે. જૂઈ અમથી અમથી મૂઈ એવી વાતથી શરૂ થતું ગીત જૂઈના અકાળે કરમાઈ ગયેલા જીવનની વાત કરે છે. જૂઈનુ જીવન એટલે એક લાંબી તરસ. તડકામાં ઊછરેલી છતાં એ જીવનના તડકા – દુ:ખો – થી ડરી ગઈ એવી વાત નાજુકાઈથી આવે છે. એનો હાથ પકડનાર તો છેવટ સુધી આવ્યો જ નહીં. એના સનમની રાહમાં ને રાહમાં એ એક ક્ષણમાં ખરી ગઈ. જૂઈને જેની રાહ હતી એ પવન છેવટે આવ્યો, પણ જૂઈના મૃત્યુ બાદ જ. જૂઈને રોજ રમાડતો પવન, જેની રાહમાં જૂઈ ખરી ગઈ ગઈ, એ જૂઈના મોતનો મલાજો રાખે છે. એને ઝાકળમાં નવડાવી, ધૂળમાં પોઢાવી એના અગ્નિસંસ્કાર કરે છે. પોતાની માનીતી જૂઈને એ અગ્નિદેવતાને અંકે સોંપે છે.અધૂરા રહી ગયેલા પ્રેમનું આ ગીત સ્વરના ઉતારચડાવથી વધારે અર્થસભર બન્યું છે. એક વાર સાંભળ્યા પછી આ ગીત મનમાં લાંબા સમય સુધી વિષાદની લાગણી છોડી જાય છે.

57 replies on “માંડવાની જૂઈ – જીતુભાઇ મહેતા”

  1. ૨૪ કેરટનુ સોનુ સંભળાવવા બદલ આભાર્…

  2. આ ગુજ્રરાતિ ભાસા ના ગૌરવ જેવુ , કોરસ ઈ જ મજા ચે, હર્દિક અબિનદ્ન્ન તમોને અને સહુ ગાયક વ્રુદને ………ફરિ , ફરિ ,યાદ કરિ ….ગાય કરિયએ………ન. ભુલિ સકય્………………………………………….

  3. આ ગેીત એટ્લેુ ગુજરાતેી સુગમ સન્ગેીત નુ મન્ગળ સુત્ર.

  4. માંડવાની જૂઈ સંભળાવીને ખુબ મહાન કામ કરાયું. મારાથી ૨૨ વર્ષ મોટા મારા ભાઈએ મારાથી ૨૦ વર્ષ મોટી બહેનના લગ્ન પ્રસંગે ભેટ આપેલી આ ગીતની ગ્રામોફોન રેકોર્ડમાં જે ગીત હતું તે આ નથી. આ લગભગ ૪૦-૪૫ વર્ષ પહેલાની વાત છે. આ જ ત્રણ કલાકારોએ ગાયેલું છે પણ તે વધુ વ્યવસ્થિત છે અને કૈક ઓ’ર જ મેલોડી ધરાવે છે. જો કોઈક એ ગીત શોધીને અત્રે મૂકી શકશે તો તેના જેવી કૃપા બીજી કોઈ નહી હોય, કારણ કે એ રેકોર્ડમાં છે એની તો વાત જ નિરાલી છે. છતાં, ખુબ ખુબ આભાર, કારણકે “દીનાર નહી તો ડોલર ચલેગા, કમીજ નહી તો કમીજ કા કાલર ચલેગા લેકિન દે દે ઈન્ટરનેશનલ ફકીર કો !!!”

  5. માંડવાની જુઈ પહેલી વખત પરષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારી દેસાઈ અને પીનાકીન મહેતા ના સ્વર માં ભાવનગર માં “સપ્તાકાલા’ ના વાર્ષિક ઉત્સવમાં સાંભળેલું.મને લાગેછે કા આ રેકોર્ડીંગ પણ એજ કાર્યક્રમનું છે.

  6. ખુબ જ સુદ્રર ગીત આવાજુના ગીતો સભલાવો તો ખુબ જ ગમે.

  7. મને પંખી નો માળૉ ફીલ્મ નું “ગજવા તારા સ્ંભાળ વાલીડા મારા” આ ગુજરાતી ગીત સાંભળવુ છે.

  8. bahu j sundar geet chhe.ame aa geet 1970 na dayaka ma redio par mool sambhaleloo chhe tethee aa saras gayeloo chhe j chhata kyank kyank te mool geet nee yaad ne ghanee tivra banave chhe.hu pote aa geet yaad karee ne te reete j gava no pooro prayatna karoo chu.maroo atipriya aa geet chhe.thanks for giving this song.

  9. I am not getting the song “madvani jui”only comments We heard so many times this touching song so many times earlier on Radios…pl guide even I tried tahuko…..com/?p613 but not able to get the same/said song Why? pl ease please We want to listen again…Ranjit/Indira…JSK..

  10. પુરુશોત્તમભાઇ અને અન્ય ગાયકો પોતે પણ નવા ગીત થી ખુશ નહી હોય મુળ ગીત AIR મુમ્બઇ અમદાવાદ પાસે ચ્હે. કોઇ સમ્ભળાવે ખુશી થશે.

  11. Dear Jayshreeben

    Thank you so much for making the original version of MANDAVANI JUI available for us to listen. Pinakinbhai was just 13 years old at that time and still seemed to compete the other two legends- P.U. and Rasbhai.

  12. સરસ ગીત અને માંડવાની જુઈની મહેક અમારા સુધી લઈ આવવા બદલ આપનો અને શ્રી મેહુલભાઈનો આભાર……………

  13. ધન્ય ઘડી ધન્ય ભાગ્ય…….માંડ્વાની જૂઇની અસલ સુગંધ માણવા મળી.!!!
    ખૂબ….આભાર……ધન્યવાદ…..!!

  14. સુંદર ગીત… અત્યંત નાજુક સંવેદનોનું દ્યોતક… વાંચવું ગમે અને સાંભળવુંય ખૂબ ગમે એવું…

  15. fantastic, living outside india since 4 yrs, this had helped me get closer to my country, thx a million, Anu.

  16. According to my faint childhood memories, this song was first composed at AIR programme(Rajkot?) “A mas nu geet” or” Song of this month” wherein a composer taught a singer -was it during 1965-1967? I think Mr.Rasik Bhojak was also involved..Somebody may throw more light…

  17. મિત્રો

    અહીં પ્રસ્તુત ગીત ઘણુ જ સરસ છે અને ઘણા વર્ષો પછી સાંભળીને ઘણો જ આનન્દ થયો. હું અન્ય વાચકો સાથે સહમત છું. The original song was like the Tajmahal. Any version of it, however well done, cannot compare. I believe all of us should explore all avenues to find the original song and make it available to all the fans of original Trio.

    આભાર સહ

  18. Purshottam Upadyay and Asit Desai = Gujarati sugam sangit. So I dont have right to comment on them. can only say that they add life in the years..

  19. માઙવા ની જુઈ મુળ ગાયકો એ ગાયેલુ સ્વરાન્કન સાંભળવા મળે ?

  20. આ જ ગીત આશરે ૨૦ વર્ષ પહેલા આ જ નામની એક ગુજરાતી સીરીયલ મા ટાઇટલ તરીકે આવેલુ, તેમા રાગિણી, દિપક ઘીવાલા અને નિકિતા શાહે ઉત્તમ કામ આપેલુ, જો કે તેનો રાગ જુદો હતો, મને ખુબ જ પ્રિય હતો, અને વરસોથી હુ એને સામ્ભળવા તલસી રહ્યો છુ, શુ આપ એ શોધી આપશો?

  21. If I trust my memory, I have heard Purushottambahi telling in one lecture that this was his first recorded composition. Naturally, it’s so melodius. Pinakinbhai one of the original “singer TRIO” passed away in Bhavnagar last year.

    Amit N. Trivedi

  22. what a wounderful trio of music masters. thanks. ihad an opportuity to listen this song in one of the SHRUTI bethak,manymany years ago in amdavad. thanks for allowing me to connect with my past.Madhusudan shastri has sung ‘ nayna ruae che radhana.canyou get it? please try. thanks. vidyut desai.

  23. Other gem of a song written by Jitubhai Mehta is
    “Kyari na kundaLe oli Raatrani ramati” sung and Composed by P>U>

  24. Mandava ni Jui written by Jઇtubhai Pra.Mehta and composed by P.U (?) was ung by P.U., Rasbihari and Pinakin Mehta of Bhavnagar and not by Pinakin shah in original record. pl.rectify.

  25. Mandava ni Jui written by Jutubhai Pra.Mehta and composed by P.U (?) was ung by P.U., Rasbihari and Pinakin Mehta of Bhavnagar and not by Pinakin shah in original record. pl.rectify.

  26. THIS IS ONE OF THE BEST COMPOSITION OF P.UPADHAY. BEST POETRY,BEST SINGERS. I THINK “PINAKIN THAKOR” IS POET OF THIS SONG.

  27. Mandava ni jui. Few corrections are in order. The original singers were P. Uppadhyay, (my childhood friend,) Ashit Desai and my cousin Pinakin Mehta of Bhavnangar. (I may be wrong though about Ras bhai versus Ashit.) The poet is Jitubhai P. Mehta who has offered many such jems to Gujarat.

  28. I am dying to get a copy of this song. I am from Bhavnagar and I heard it from P.U. and one other local artist long time ago, before 70’s.
    As far as the “implied” meaning of this geet is concerned, it is about a subject that is never discussed in public. Listen to the last part, the burining here is burning in love. I suspect that at some level the song also describes a disinhibited sexually fulfilled abhisarika. Sorry if I offended anyone, but this is so obvious, how can you miss this (Jhakal ma navdavi, dhul ma podhavi, suraJ aag ma salgavi). The reference to death (mui) is about the ultimate union with God/supreme lover.

  29. માંડવાની જૂઈ ગીતના કવિ જીતુભાઈ મહેતા છે.

  30. જયશ્રીબેન, મારું ઑલટાઈમ ફેવરીટ, માંડવાની જૂઈ આપવા બદલ આપનૉ ખૂબ ખૂબ આભાર! અદભૂત ગીત છૅ. બીજું એક ગીત છે, વેણીભાઈ પુરોહિતનું, એક સથવારો સગપણનો, મારગ મઝિયારો….. આશીતભાઈ અને હેમાબેના સ્વરમાં. સંભળાવશૉ?
    આભાર.

  31. dearest sneh thanx 2 me dat i was d sponser of … dat four night!! anyways those days was such a very nice!! thanx 2 gujarat samachar n samanvay !!

  32. સ્નેહ ની વાત સાચી છે, એ લાઈવ પ્રોગ્રામ જોવા હુ પણ ગયો હતો. મંત્રમુગ્ધ કરી નાખે એવી ચાર રાતો હતી એ. ને એજ પ્રોગ્રામમાં મે ઓલી “ત્યારે સાલુ લાગી આવે” ગઝલ સાંભળી હતી… ત્યારથી આ ગુજરાતી સંગીત સાથે પ્રીત બંધાણી છે મને.

  33. mane lage che ke aa gujarat samachar ane samanvay no je live program hato amdavadma ema thi aa song lidhu che…sachi vat ne?
    wah! e char divaso fari yad avi gaya….

  34. ૈપ્રિ ય ધવલભઈ, તમારો અને મેહુલભાઈનો ઘણોજ આભાર – વર્ષોથી વિખુટા પડેલા આ ગીતને મેળવી આપ્વા બદલ! નાનપણમાં તો ફક્ત સરસગાયન તરીકે અને સાથે સાથે થોડીઘણી જે સમજ પડી તે પ્રમાણ ખુબજ ગમ્યું હતું – પણ આજે તમારાં બધાંની નોંધ લીધે તો જાણે સોનામાં સુગંધ ભળી!
    નીલાબેનની સાથે સહમત છું – નવું રેકોર્ડીંગ ૨૨ કેરેટ નું (સોનું તો ખરુંજ!) – મુળ ગાયન એટલે પુરું ૨૪ નું – તક મળે જરુર થી સાંભળ્શો.

  35. Fantastic elaboration of this poem. Who has done this naration in simple words? Such act of simplification of poem makes it better to listen with true & implied meaning. Thanks. I suggest to contributor to do this work for people like us. THANKS.

  36. […] આખા ગીતમાં, વિતેલા જીવનની સખતાઈઓની સામે ‘કોમળ કોમળ’ પ્રયોગ અદભૂત રીતે વિષમ ભાવ ઊભો કરે છે. આ ગીતની સાથે થોડા દિવસ પર ટહુકા પર મૂકેલું ગીત માંડવાની જૂઈ પણ જોવા જેવું છે. […]

  37. દાદા, સૌથી વધારે credit તો મેહુલભાઇને ફાળે જાય, જેમની પાસેથી આ ગીત મળ્યું, અને તરત જ એમણે ટહુકા માટે મોકલી આપ્યું

  38. જયશ્રી અને મેહુલભાઈનો આભાર… આ ગીત અનોખું જ છે. આ પહેલા મને આ ગીત ખબર જ નહોતી. આવી રચનાઓ જવલ્લે જ સાંભળવા મળે છે.

  39. પહેલી જ વાર આ ગીત સાંભળ્યું. બહુ જ ગમ્યું . તારી પાસે પણ મોટો ખજાનો છે અને આવી સરસ રચનાને દાદ દેવાની દૃષ્ટિ છે તે જાણી મન ઝૂમી ઊઠ્યું . આવી જૂની રચનાઓ સાંભળવા ક્યાં મળે છે?
    ખૂબ ખૂબ આભાર .

  40. ગુજરાતી સાહિત્ય અને સંગીતની આપણને મળેલી બહુ જુની ભેટ એવું આ ગીત સૌપ્રથમ પુરુષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારી દેસાઈ, પિનાકીન શાહે ગાયું હતું ૧૯૭૦ના વરસોમાં! ગયા વરસે Februaryમાં અમદાવાદના “સમન્વય” કાર્યક્રમમાં આ ગીત પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, પાર્થિવ ગોહિલે ગાયું હતું જે અહીં post કર્યું.

    માંડવો આ શબ્દ સાંભળતા જ કોડભરી કન્યાના મનમાં ગલગલિયા શરુ થઈ જાય છે. ડાંગરનો ધરુ જેમ ક્યારામાં ઊગે, પણ પછીથી ત્યાંથી એને ઉપાડીને ખેતરમાં લાવવામાં આવે- તેવી જ રીતે કન્યા પિતાના ઘરે ફૂલની કળીસમી યુવાન બને અને પછીથી લગ્ન કરી પતિના ઘરે કાયમ માટે જાય, પિતાએ આપેલ ગુણસસૌન્દર્ય અને સંસ્કારની સુવાસ સાસરામાં ફેલાવે. કન્યાના જીવનનું આ રીતે એક મોટું junction એટલે માંડવો!ઍવા જ એક માંડવામાં કોઇના લગ્નપ્રસંગે કવિ જઈ ચડે છે. હસ્તમેળાપ, મંગલફેરા, સપ્તપદી, ધ્રુવદર્શન, થાપા, કન્યાવિદાય આવા પ્રસન્ગોથી ભાવમય બની ગયેલા કવિ એક બાજુ કન્યાને એના પતિ સાથે જતિ જુવે છે અને બીજી બાજુ એમની નજર “પરદેશી પંખીના ઉઠ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન” જેવા સુના માંડવા પર પડે છે. ત્યાં કોણ છે માંડવામાં? શણગારેલા માંડવાની જુઈની વેલ! કાંઈ કેટલાયે વરરાજા માંડવે આવીને કન્યા સથે અગ્નિની સાક્ષીએ બન્ધાઈને કન્યાને પોતાના ઘરે લઈ ગયા છે…પણ આ જુઈને લેવા કોણ આવશે? આ પ્રશ્ન કવિને વ્યથિત કરી નાખે છે- અને સ્ફુરે છે આ કાવ્ય!

    જુઈનું ફૂલ- કેટલું નિર્મળ શુભ્ર સુગન્ધિત! એની કાયામાં જ સુવાસ ભરેલી છે, એની આંખોમાં ભાવિ જીવનનાં કાંઈ કેટલાય શમણાંઓ ભરેલાં છે, એ એટલી નાજુક-કોમળ-સંવેદનશીલ છે કે નાની અમથી વાતમાં પણ એ કંપી ઊઠે છે. એને અદમ્ય ઝંખના છે કે કોઈ એનો સનમ બનીને આવશે….પણ હાય રે વિધાતા! સંસારના ઉગ્ર તાપથી એ સતત દાઝતી રહે છે, સહરાના રણ સમી એની તરસ છીપાવવા કોઇ નથી આવતું! ઍક ક્ષણ પુરતું પણ કહી શકાય એવો એનો કોઇ સનમ નથી બનતું! અરેરે આ જડ દુનિયા! કોઈ જુઈનું ના થયું…અને સાવ અમથી અમથી એ જુઈનું ફૂલ ખરી પડ્યું! આમથી મુઈ!!

    અરે! પણ જુઓ તો, આ કોણ આવ્યું? આ તો પવન! આ એ જ પવન જે રોજ જુઈ પર પોતાના વ્હાલભર્યા હાથ ફેરવતો હતો. પવન ખરી પડેલી, અમથી અમથી મુઈ છે એવી જુઈને જુએ છે અને એના ચરણને ચૂમી લે છે. પવન પોતાના હળવે હાથે જુઈને ઉપાડી માંડવાની બહાર લઈ જાય છે. ઘાસ પર પડેલા ઝાકળમાં જુઈના ફૂલને નવડાવે છે, બાજુની ધૂળમાં હળવેકથી મૂકીને પોઢાડે છે…અને જાણે જુઈના અગ્નિસંસ્કાર કરતો હોય એમ સૂરજની આગમાં પોતાની માનીતી જુઈને અલવિદા આપે છે…અરે વાહ! કેટલું સુંદર દ્રશ્ય છે આ! જે જુઈ આટલી સુંદર, સુવાસિત, કોડભરેલી હતી એને આખી દુનિયાનું એક જણ ના સમજી શક્યું એવી જુઈનું મિલન આખરે પંચમહાભૂતમાં સરસ રીતે થાય છેઃ પવન, ધૂળ, પાણી, આગ, આકાશ બધાં જુઈને પોતાનામાં સમાવી લે છે!

    સ્ત્રીના જીવનની ઉત્કટ લાગણીને કવિએ સરસ કલ્પનાચિત્રથી રજૂ કરી છે. સ્ત્રી લાગણીઓનું ઉદગમસ્થાન છે, પુરુષ લાગણીઓનું ગન્તવ્યસ્થાન છે. પુરુષ સ્ત્રીની લાગણીઓને સમજી શકે તો પ્રુથ્વી એ જ સ્વર્ગ બને. પ્રશ્ન એ છે કે વધતા જતા ભોગવાદી જમાનામાં પુરુષ આ લાગણીઓને ઓછો સમજતો થયો છે, જડ થતો ગયો છે. કાંઈ કેટલીયે જુઈ માંડવામાં જ મ્રુત્યુ પામે છે. ભપકા અને ભોગમાં મળતું સુખ ક્ષણિક હોય છે- આખરે તો એ કરુણાંતિકા બને છે! આપણે આવી સાવ અમથી અમથી મુઈ થતી રહેલી જુઈને બચાવવાની છે…આવા ઘેરા વિષાદમાં ડૂબી ગયેલા કવિ, એમ છતાં પણ છેવટે તો અન્તને કરુણ ના બનાવતા સુખદ બનાવે છે- પવન પોતાની માનીતી જુઈને લઈ જાય છે! જેનું કોઇ નથી બનતું એને ભગવાન ખુદ પંચમહાભૂતના રૂપમાં આવીને પોતાનામાં સમાવી લે છે- આનાથી સુખદ મિલન બીજું કયું?

    કલ્પનાજગતનું આ એક સુન્દર કાવ્ય છે. હંમેશા બુદ્ધિ, logic, અને વ્યવહારની ભાષા બોલતા માનવીને કદાચ આ ગીત એટલું બધું ના પણ ગમે! પરંતુ કવિતા વાંચતા પહેલા આપણે આપણા સૂકા મન ઉપર ભીની ભીની લાગણીઓનું પોતું ફેરવવું પડે છે, પછી જ કવિતા આસ્વાદ્ય બને છે, પછી જ કવિતાનું હાર્દ આપણા હ્રદય સુધી પહોંચે છે.

    One correction in wordings:
    It should be: “સનમ ક્ષણની બની નહીં”
    When we listen carefully, Purushottambhai first sings as “સનમ ક્ષણની બની નહીં”, but by mistake, Paarthiv Gohil when he follows this line sings as “સનમ ક્ષણની બની ગઈ”..Anyways, આના વિવાદમાં ના પડીએ અને ગીત માણીએ.

  41. કાવ્ય, ગેયતા તેમજ કાવ્યનું વિવેચન બધું જ સરસ છે
    આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *