મારુ બચપણ ખોવાયું (પાંચીકા રમતી’તી..) – મુકેશ જોષી

જુન ૨૦૦૭થી ટહુકો પર ઝરણા વ્યાસના અવાજ ટહુકતું આ ગીત – આજે સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર – સ્વરાંકન સાથે ફરી એક વાર…!!

______________________
Posted on June 15 :

આ ગીત માટે મનિષભાઇનો ખાસ આભાર માનવો જ પડે. એમણે રેડિયો પરથી રેકોર્ડ થયેલું અડધું ગીત મોકલ્યું, અને એ એટલું ગમ્યું કે આખું ગીત શોધવું જ પડ્યું. ફક્ત શબ્દો સાથે પહેલા રજુ થયેલ ગીત, આજે સ્વર સંગીત સાથે ફરીથી એકવાર. ગીતમાં રહેલ કરુણભાવ ગાયિકાએ આબાદ રીતે ઉજાગર કર્યો છે.
નાની ઉંમરે પરણેલી છોકરીની વ્યથા આ ગીતમાં કવિએ ખુબ ભાવાત્મક રીતે રજુ કરી છે… ‘લીલીછમ મ્હોરવાની આશામાં ઉગેલી કુંપણ તોડાઇ એક તાજી’… બસ આટલા જ શબ્દો આ ગીત વિશે ઘણું ઘણું કહી જાય છે…

સ્વર : ઝરણા વ્યાસ
સંગીત : દક્ષેશ ધ્રુવ
rajput_bride_PI08_l

.

પાંચીકા રમતી’તી, દોરડાઓ કુદતી’તી
ઝુલતી’તી આંબાની ડાળે
ગામને પાદરે જાન એક આવી
ને મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે

મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને
લખતી’તી દાદાને ચીઠ્ઠી
લખવાનું લિખિતંગ બાકી હતું ને
મારે અંગે ચોળાઇ ગઇ પીઠી

આંગણામા ઓકળિયું પાડતા બે હાથ…..
લાલ છાપાઓ ભીંત ઉપર પાડે
હે મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે

પાનેતર પહેરીને પંખી ઉદાસ,
છતાં મલકાતા મામા ને કાકી
બાપુના હુક્કામાં તંબાકુ ભરવાનુ,
મને કહેવાનું હતુ બાકી,

પાણીડા ભરતી એ ગામની નદી,
જઇ બાપુના ચશ્મા પલાળે
હે મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે

ઢોલ અને શરણાઇ શેરીમાં વાગીયા
અને ગામ મને પરણાવી રાજી
લીલીછમ મ્હોરવાની આશામાં ઉગેલી
કુંપણ તોડાઇ એક તાજી

ગોરમાને પાંચ પાંચ વર્ષોથી પૂજ્યા
ને ગોરમા જ નાવને ડુબાડે
હે મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે

75 replies on “મારુ બચપણ ખોવાયું (પાંચીકા રમતી’તી..) – મુકેશ જોષી”

  1. વેદનાની શ્યાહીમાં કલમ બોળી સંવેદના ના કેનવાસ પર અંકીત થયેલી આ રચના ગમે એટલીવાર સાંભળીએ ધરાવાતુ નથી. અદભૂત સ્વરાંકન અને સ્વર સાંપડ્યો છે શ્રી પુરૂષોત્તમભાઈનો. ગુજરાતી સુગમ સંગીતના પ્રખર પહેલી હરોળના ગાયક. ધન્ય છે આ રચનાના તમામ રસોઈયાઓને. કાન અને હ્રદય માટે આ વાનગી જીભ પરના સ્વાદ જેટલી જ મીઠી લાગે છે.

  2. બહૂ સરસ, મને ખૂબ જ ભાવૂક લાગ્યુ , કારન કે હુ પન એક દિકરી જ

  3. અદભુત શબ્દો,રજુઆત એટલી જ સુન્દર

  4. વાહ, અદભૂત રચના,ઝરણાબહેને કન્યા વિદાયની આટલી સુંદર રચના સરસ રીતે ગાઈ.આંખો ભીજાય ગઈ.

    -જયેન્દ્ર જોશી, જુનાગઢ.

  5. આભર તમરો આ ગેીત હુ કેત્લ દિવસ થિ શોધ્તો હતો આજે મને ઘનો આનન્દ થાય ચ્હે કે તહુકો નેી વેબ્સત પરથિ આ મલિ શક્યુ ખરેખર અધ્ભુત ચ્હે આ ગેીત્

  6. ઝરણાબહેનાને ઢગલાબઁધ અભિનઁદનો !
    આ તો મારુઁ ઘણુઁ જ માનીતુઁ ગેીત છે.

  7. અદભૂત રચના…. અતી કર્ણપ્રિય સંગીત… અને ઝરણા વ્યાસ નો કેટલો કરૂણ સ્વર …. આથી વધુ કશુજ ન હોય શકે…. સૌ અભિનંદન ના હકદાર છે.

  8. જયારે જ્યારે આ ગેીત સાભળુ છું ,ત્યારે ત્યારે આંખો ભીજાય છે, કન્યા વિદાયની આટલી સુંદર રચના અને દક્ષેશભાઈ સ્વરરચના શબ્દોમાં વેદના ઉમેરે છે. થેક્યું મુકેશભાઈ, ઝરણાબેન ,આ રચનાથી દક્ષેશભાઈ ગુજરાતી સંગીતમાં સદા અમર રહેશે.

  9. ખોટુ લાગે તો માફ કરજો,પણ પુરુષોત્તમ ભાઈ જાણે ગીત ઓછુ અને ગઝલ જાજુ ગાતા હોઇ એમ લાગે છે.ઝરણા વ્યાસ વાળા ગીત નુ સંગીત શ્બ્દો અને સમય સાથે તાલ મેળવે છે અને અહીં હરમોનિયમ ઉપર ગઝલ નો ભાસ કરાવે છે.

  10. મુકેશ જૉશી ઍ ચણેલો શાબ્દિક તાજ મહેલ.

  11. બહુ સરસ. મજા આવી…

    કાચી કુવારી કન્યાની સહજ લાગણીની સુંદર રજુઆત..

  12. અદભુત શબ્દો,રજુઆત એટલી જ સુન્દર.ઝરણા વ્યાસ ને અભિનન્દન-સુન્દર અવાજ અને ભાવ પુર્ણ ગાયકી માટે.
    વિહાર મજમુદાર

  13. I am sure everybody know that Zarnaji is not gujarati and still she has a comand on the gujarati language . She is worth meeting and Mukeshbhai too. down the earth people. If u go ever to mumbai ,do attend their program which is regularly arranged by so many Gujarati sugam sangeet lovers. I do not miss that opertunity. Both the people blend beautifully with the general croud . God Bless them both.

  14. વાહ ઝરણા બહેન !સરસ ગેીત રીતે ગાયુઁ.
    આભાર ભાઇ-બહેનનો !ભારતમાઁથી યાદ !
    વડોદરાનુઁ ખોબો ભરીને વહાલ…મનવઁત.

Leave a Reply to ફરસુરામ બાપુ રામાયણી Cancel reply

Your email address will not be published. Required fields are marked *