માણસાઇના દિવા – ડો. દિનેશ શાહ

સ્વર અને સંગીત : આશિત દેસાઇ

.

આ તારલો ઝબકીને ખરતો, આભથી પળ એકમાં
આ આગિયો ઊડતો ઝબકતો, ઘડી ઘડીના તાલમાં

આ ધૂપસળી બળતી પૂરીને, મહેકતી ઘડીઓ સુધી
આ કોડિયું બળતું રહ્યું, એક રાતના છેડા સુધી

આ વીજળી પણ ચમકતી, વાદળ તણાં ગર્જન સુધી
આ ચાંદની પણ ચમકતી, પ્રભાતના પ્રારંભ સુધી

ક્યાંક મેં વાંચ્યું હતું કે સૃષ્ટિનો પણ અંત છે
કે આગ પણ આ સૂરજની નવ ચાલશે યુગો સુધી

ઓ સૃષ્ટિના ઘડનાર પૂછું કેમ ભૂલ આ ભારે કરી ?
કાં દિવડા તે ના કર્યા, જે ઝળકતા યુગો સુધી ?

એણે કહ્યું કે દિવડાં મૂક્યા મેં માનવ દિલમાં
અજવાળું જેનું પહોચતું, આકાશથી પાતાળ સુધી

પરોપકારને પ્રેમના બળતણથી જે પ્રગટાવતાં
ફક્ત માણસાઇના દિવા ઝળકતાં યુગો સુધી –

( કવિ પરિચય )

13 replies on “માણસાઇના દિવા – ડો. દિનેશ શાહ”

  1. ખૂબ સાચી વાત દિનેશભાઇ..અને સરસ મજાની સ્વર રચના

  2. શબ્દો અને સૂરોની સજાવટ ભરી સુંદર ગઝલ… !
    આશા છે આ ‘ટહુકો’ ટહુકતો રહેશે… એના વાંચકોની પિપાસા પોષતો રહેશે… ખૂબ લાંબા સમય સુધી… !

    કવિવર ટાગોરની એક સુંદર રત્ત્ન-કણિકા છે – (મારા પોતાના અનુવાદમાં)
    છે કોઇ મારુ કામ ઉપાડનાર? આથમતાં પૂછે છે સન્ધ્યા રબિ;
    સાંભળી જગત રહે નિરુત્તર, બની રહ્યુ જાણે કે મૂક છબિ;
    માટી તણો હતો એક દીવો, જેણે કહીને ખરે જાત ઉજાળી-
    શક્તિમુજબ મારી પ્રભુ ! હુ ફરજ બજાવીશ તમારી…!

  3. Dineshbhai is a Heartless person.He leaves His Heart,where ever he goes ??
    Couple of weeks ago,he visited us and he has had forgotten his heart here !!!
    God bless the Angelic person !!!
    Chhaya-Upendraroy Nanavati

  4. Dear Motamama,
    This is my favorite song. It is beautifully written by you and Ashitbhai Desai has composed/sang so well that I love to listen to it over & over again.

    Regards,
    Hema

  5. I LISTENED TO FEW OTHER POEMS BY DR. DINESHBHAI AND REALLY ENJOYED IT.
    YOU MUST ALSO PUT FEW OTHER VERY GOOD POEMS BY DR. DINESHBHAI ON THIS SITE.

    IT IS REALLY VERY ENJOYABLE EVENT TO LISTEN.

    PRADIP AND MINAL

  6. Is this Dr. Dineshbhai Shah from Gainsville, Florida, at the University of Florida?

    He is a gem of a man…his brother and bhabhi too.

    This poem is extremely touching, if you know how compessinate the poet is.

  7. સત્ય છે માણસાઈ ના દીવા હમેશા ઝળકે છે
    સુંદર કાવ્ય આભાર જયશ્રી
    હર્ષદ જાંગલા
    એટલાન્ટા યુ એસ એ

  8. કાવ્ય સાંભળવાની ખૂબ મઝા આવી.આખું જ કાવ્ય સુંદર છ્હે પણ મને સૌથી વધુ ગમી આ પંક્તિઓ.
    એણે કહ્યું કે દિવડાં મૂક્યા મેં માનવ દિલમાં
    અજવાળું જેનું પહોચતું, આકાશથી પાતાળ સુધી

    પરોપકારને પ્રેમના બળતણથી જે પ્રગટાવતાં
    ફક્ત માણસાઇના દીવા ઝળકતાં યુગો સુધી –

Leave a Reply to Rajeshwari Shukla Cancel reply

Your email address will not be published. Required fields are marked *