હાથ લંબાવી નથી શકતો – અમૃત ‘ઘાયલ’

અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.

કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો,
પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો.

કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.

કોઈપણ દ્રુશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો,
હજારો રંગ છે પણ રંગ માં આવી નથી શકતો.

ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,
હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.

ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે,
ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.

નિરંતર પાય છે કોઈ, નિરંતર પિઉં છું મદિરા,
પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો.

નથી સમજાતુ આ છે મનની નિર્બલતા કે પરવશતા,
કદી પિધા વિના હું રંગમાં આવી નથી શકતો.

મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,
દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.

જીવન હો કે મરણ હો, કોઇ હો,એને કહી દે દિલ
કે “ઘાયલ” પી રહ્યો છે જાવ – એ આવી નથી શકતો.

12 replies on “હાથ લંબાવી નથી શકતો – અમૃત ‘ઘાયલ’”

 1. harry says:

  nice gazal !!

  ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,
  હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.

  great wordings !!

 2. radhika says:

  કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
  જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.

  very good

 3. Himanshu Zaveri says:

  great written ghazal, thanks for posting it.

 4. મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,
  દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.

  -well said…

 5. Harshad Jangla says:

  જામ સાથે જામ ટકરાવી નથી શક્તો…

  સરસ ગઝલ

 6. chetu says:

  અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો,
  કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.
  એક્દમ દર્દ ભર્યા શબ્દો..!

 7. ખરેખર ઘાયલ સાહેબનિ ગઝલો હદયને સ્પર્શિ જાય તેવિ શે.

 8. Vikrant says:

  કે “ઘાયલ” પી રહ્યો છે જાવ – એ આવી નથી શકતો.
  ….વાહ્

 9. chetan says:

  ઘાયલ સાફેબ નિ તો શુ વાત બાદ્શાહ ચ્હે ગઝલ ના

 10. NP says:

  વાહ ખ્હુબ મજા આવી

 11. prakash says:

  ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે,
  ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.

  ખરેખર આ પંિક્ત અમારા િદલ મા ચોટ મારી ગઇ….
  યોગેશ્, કુંદન

 12. dharnesh says:

  ધાયલ નામ ને સાર્થક કરો ચો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *