સાંજ સેવે સ્વપ્નને… – કવિ રાવલ

કવિની એક સુંદર ગઝલ..! અને એમાં છેલ્લા ૨ શેર તો મને ખૂબ જ ગમી ગયા. બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ – સંયોગ, કેટલા સરળ શબ્દોમાં રજૂ કર્યો છે.

( ત્યાં હશે વર્ષા ………     Photo : http://www.everestuncensored.org/)

* * * * * * *

આપણી વચ્ચે સમયગાળો અને સંજોગ છે…
આ વિરહ પણ કેટલાં મોટા ગજાનો યોગ છે.

ભાર,ભણકારા,નિસાસો,આહ, ડૂમો ને વ્યથા –
એમ લાગે – કે બધે વાતાવરણમાં શોગ છે..

જાતને આ ભીંડમાં ટટ્ટાર રાખી ચાલવું..
એ – જિગરના હોસલાનો આકરો ઉપયોગ છે.

ગાઢ સુનકારો, હવા ને સાંજ સેવે સ્વપ્નને…
આ -ક્ષણો- તો સાંચવી અકબંધ રાખ્યા જોગ છે.

ત્યાં હશે વર્ષા – અહીં આબોહવા છે ભેજમય
જો – પરસ્પર આપણી – કેવો સરસ સંયોગ છે.

-કવિ રાવલ

7 replies on “સાંજ સેવે સ્વપ્નને… – કવિ રાવલ”

  1. આપણી વચ્ચે સમયગાળો અને સંજોગ છે…
    આ વિરહ પણ કેટલાં મોટા ગજાનો યોગ છે.

    આ ગઝલોમાં સુવાસ મૂકું,
    લાવ એમાં થોડા શ્વાસ મૂકુ,
    વિરહ ટળશે ખૂબ જ જલ્દી
    એમાં મિલનની આશ મૂકું

  2. ત્યાં હશે વર્ષા – અહીં આબોહવા છે ભેજમય
    જો – પરસ્પર આપણી – કેવો સરસ સંયોગ છે
    સરસ કવિ ! બહુત ખુબ !

  3. અરે હજુ કાલે “અખન્ડા નન્દ” મા આ ગઝલ વાચી…..
    ત્યારે મારી સાન્જ સુધરી અને અત્યારે બપોર….
    thanx…

  4. જાતને આ ભીંડમાં ટટ્ટાર રાખી ચાલવું..
    એ – જિગરના હોસલાનો આકરો ઉપયોગ છે.
    – ખૂબ જ સુંદર શેર…

    શોગ શબ્દ થોડો ખટક્યો…

  5. અફલાતુન ગઝલ – મિજાજથી ભારોભાર!
    નવીન કાફિયાનો ખૂબ જ અસરકારક વિનિયોગ!!
    કવિ રાવલને અભિનંદન!
    સુધીર પટેલ.

Leave a Reply to Kavita Maurya Cancel reply

Your email address will not be published. Required fields are marked *