સાંજ સેવે સ્વપ્નને… – કવિ રાવલ

કવિની એક સુંદર ગઝલ..! અને એમાં છેલ્લા ૨ શેર તો મને ખૂબ જ ગમી ગયા. બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ – સંયોગ, કેટલા સરળ શબ્દોમાં રજૂ કર્યો છે.

( ત્યાં હશે વર્ષા ………     Photo : http://www.everestuncensored.org/)

* * * * * * *

આપણી વચ્ચે સમયગાળો અને સંજોગ છે…
આ વિરહ પણ કેટલાં મોટા ગજાનો યોગ છે.

ભાર,ભણકારા,નિસાસો,આહ, ડૂમો ને વ્યથા –
એમ લાગે – કે બધે વાતાવરણમાં શોગ છે..

જાતને આ ભીંડમાં ટટ્ટાર રાખી ચાલવું..
એ – જિગરના હોસલાનો આકરો ઉપયોગ છે.

ગાઢ સુનકારો, હવા ને સાંજ સેવે સ્વપ્નને…
આ -ક્ષણો- તો સાંચવી અકબંધ રાખ્યા જોગ છે.

ત્યાં હશે વર્ષા – અહીં આબોહવા છે ભેજમય
જો – પરસ્પર આપણી – કેવો સરસ સંયોગ છે.

-કવિ રાવલ

7 replies on “સાંજ સેવે સ્વપ્નને… – કવિ રાવલ”

 1. sudhir patel says:

  અફલાતુન ગઝલ – મિજાજથી ભારોભાર!
  નવીન કાફિયાનો ખૂબ જ અસરકારક વિનિયોગ!!
  કવિ રાવલને અભિનંદન!
  સુધીર પટેલ.

 2. really beautiful gazal …

  સુક્ષ્મ ભાવનાઓનું તાદ્રશ વર્ણન…

 3. જાતને આ ભીંડમાં ટટ્ટાર રાખી ચાલવું..
  એ – જિગરના હોસલાનો આકરો ઉપયોગ છે.
  – ખૂબ જ સુંદર શેર…

  શોગ શબ્દ થોડો ખટક્યો…

 4. chintan says:

  અરે હજુ કાલે “અખન્ડા નન્દ” મા આ ગઝલ વાચી…..
  ત્યારે મારી સાન્જ સુધરી અને અત્યારે બપોર….
  thanx…

 5. Kavita Maurya says:

  સુંદર ગઝલ !

 6. ત્યાં હશે વર્ષા – અહીં આબોહવા છે ભેજમય
  જો – પરસ્પર આપણી – કેવો સરસ સંયોગ છે
  સરસ કવિ ! બહુત ખુબ !

 7. Mehmood says:

  આપણી વચ્ચે સમયગાળો અને સંજોગ છે…
  આ વિરહ પણ કેટલાં મોટા ગજાનો યોગ છે.

  આ ગઝલોમાં સુવાસ મૂકું,
  લાવ એમાં થોડા શ્વાસ મૂકુ,
  વિરહ ટળશે ખૂબ જ જલ્દી
  એમાં મિલનની આશ મૂકું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *