ઈશ્વર સાથે નાતો – અમિત ત્રિવેદી

પોતાના ઘરે દીવો થાય એ જ કારણે ઇશ્વર રાતો પાડે, એ કલ્પના જ કેવી સરસ છે.

* * * * *

મારી સાથે મારો ઈશ્વર, નિભાવે એવો નાતો
મારે ઘેરે દીવો કરવા એ પાડે છે રાતો

સમજણની દીવાલો તોડી છોને દોડી જાયે
જો ઋણાનુંબંધ હશે તો, આવશે ઠોકર ખાતો

અષાઢી રાતે તારું ન હોવું એવું કૈં ડંખે કે
ભરચોમાસે રાતી આંખે દુકાળ આ ચકરાતો

શ્વાસ અને ઉચ્છવાસની વચ્ચે એ નિરંતર વસતો
તોય નિરાકારી હોવાનો પ્રશ્ન સદા ચર્ચાતો

તું ક્યાં છે? શું કર્મ કરે છે ? સમય એ જોવા ખોયો
હું છું તો શું? પ્રશ્ન મને એ તેથી ના સમજાતો

સગપણ નોખું તારું, મંદિરમાં તું લાગે સૌનો
ભીતરમાં બેઠેલો તું કેવો અંગત વરતાતો

– અમિત ત્રિવેદી

14 replies on “ઈશ્વર સાથે નાતો – અમિત ત્રિવેદી”

 1. Anuama says:

  cld only rd the song & cld not hear it, thx anywaz, dng a good job, keep it up.

 2. M.D.Gandhi, U.S.A. says:

  દીવો કરવા રાત પાડે એવી ઈશ્વરભક્તિનું સરસ ગીત છે.

 3. Dr.Hemant Mankad says:

  It is a given that words need an idea to sound meaningful.More novel and and unique the concept, words would carry out the required task of giving a physical form.

  Your USP is your brilliant concept which captivates at the beginning but loses the edge midway and gets limp, catching up a bit in the end.

  Wish the brevity and precision of incisive words become a norm.

 4. meena says:

  સત્ય્વા સાવિતિર જુનિ ફિલ્મનુ ગિત…..
  લતા મન્ગેશ્કેર ગાયેલુ. યમરાજ પાસેથિ વરદાન લઇ સત્ય્વાન મેલ્વતિ તે ગિત

 5. P Shah says:

  અમિતભાઈ સુંદર રચના છે.

  તારી સાથે મારો નાતો,
  એ હું જ કેમ ભૂલી જાતો !

 6. sudhir patel says:

  સુંદર ગઝલ! પ્રથમ અને આખરી શે’ર વધુ ગમ્યાં!
  સુધીર પટેલ.

 7. Maheshchandra Naik says:

  “સગપણ નોખુ તારુ વાત બહુ ગમી ગઈ આભાર ……….

 8. સરસ અને થોડી નોખી ગઝલ…

 9. એક આર્ય says:

  અમિતભાઈ, ખૂબ સરસ રચના છે,
  ૮ વર્ષ થી શ્રી પાંડુરંગ શાસ્ત્રી (સ્વાધ્યાય પરિવાર ના પૂજ્ય દાદા) ના વિચારો સાંભળું-વાંચું છું.
  કવિતા વાંચતા લાગે છે કે દાદા ના વિચારો તમારી કલમ બન્યા છે.

 10. jayesh rawal says:

  Dear jayshree i hope my request for post song hajaomandiro ne masjido chhe willbe post thank you jayesh

 11. Rajesh Vyas says:

  Hi Jayshree !!

  Gazal na sabdo meetha chhe pann track vagar shu karvu ??
  Diva vagar na andhara jevu !!

  Regards
  Rajesh K Vyas
  Chennai

 12. Surendra says:

  મારી સાથે મારો ઈશ્વર, નિભાવે એવો નાતો
  મારે ઘેરે દીવો કરવા એ પાડે છે રાતો

  ખુબ જ સરસ ગઝલ.મજા પડી ગઈ.
  અમિતભાઈની વધુ ગઝલ રજુ કરવા વિનતી – સુરેન્દ્ર

 13. ઈશ્વર સાથે નોતો થએઇ ગયો તમા રિ ગજલ થકિ

 14. આમિત ભાઈ સ્વાસ અને ઉચ્વાસ ને તમે જુવો
  સાક્ષિ બનિને .એવુજ બાલક જેવુ રહ્સ્ય જાગે
  પછિ જિવન જિવાય તેનો આનન્દ કૈક ઓર છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *