હ્ર્દયક્મલની જૂઠી આશા – કલાપી

heart

રે ભોળી! જલઝુલતી કમલિનિ! કાં ભૂલ? વ્હાલી સખી,
જોઈ પૂર્વદિશામુખે પ્રસરતી લાલાશ આ ઊજળી?
આશા વ્યર્થ ધરે રવિ સુકરની સંધ્યા સમે, બાપલા!
એ તો હિમપતિ શશી નિકળશે, ના ના પતિ, હે હલા!

એ પોચું દિલ તું સમું સુનમન છે, તેણે ગૃજી આશ’તી:
જાણ્યું સૂર્ય થઈ પ્રફૂલ્લ કરશે પ્રેમી તણી પ્રીતડી;
ના તે તે નિકળી હતી શશી સમી, હિમે હણ્યું કાળજું;
જૂઠી આશ દઝાડતી સુમનને, ભુલે ન તે ઝાળ તું!

‘આપની યાદી:’ માંથી. પૃ: ૩, સંપાદક: હરિકૃષ્ણ પાઠક
તા: ૪-૧૧-૧૮૯૨

( મને આ કાવ્યનો ભાવાર્થ સમજાવશો ?? )

( કવિ પરિચય )

4 thoughts on “હ્ર્દયક્મલની જૂઠી આશા – કલાપી

 1. Bhupendra Mistry

  કલાપિ નો કેકારવ માથી કાવ્યો તેમજ તેના વિષે માહિતી
  આપવા વિનંતી છે

  Reply
 2. Chandrakant Lodhavia

  બેન જયશ્રીબેન,
  કોયલ નૉ દરૅક ટહૂકો મીઠો લાગૅ છે તૅમ તમારી આ સાઈટના દરેક
  શબ્દૉ,ગીતૉ,
  રજૂઆતૉ ટહૂકાની જેમ દિવસ રાત કાન માં ગૂંજ્યા જ ક્રરે છે. સમ ખૂટે છે પણ આપે પીરસૅલું ભાથુ ખુટતું નથી.
  આ ગીત “રૅ પંખીડાં સૂખથી ચણગજૉ ગીતડાં કાંઈ ગાજૉ ” કલાપીનાં ગીતૉમાં
  ઉમેરશૉ.
  ચન્દ્રકાન્ત
  લૉઢવિયા.

  Reply
 3. harin dave

  Your dedication to serve Gujarati and its Kavya Sugam Sangeet is commendable. It compares well to poet Narmad.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>