કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો …. – કવિ દાદ

કવિ દાદનું કન્યાવિદાયનું આ ગીત. તમે દિકરી હો, કે દિકરીના પપ્પા હો, અને આ ગીત સાંભળીને તમારી આંખો ન ભીંજાય, તો જ નવાઇ.. !!

સ્વર અને સંગીત : ઇસ્માઈલ વાલેરા

Red_mandap3

.

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો

93 replies on “કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો …. – કવિ દાદ”

  1. કોઇપણ પિતા દીકરીની વિદાય સહન ના કરી શકે…દીકરીની વિદાય સમયે દરેક પિતાની આંખો આંસુ થી ભરાઈ જાય…કારણ દીકરી કાળજાનો કટકો છે

  2. વાહ દાદ બાપુ
    ગુજરાતી સાહિત્ય ની સહુથી સરસ રચના
    જે ની ઘરે દીકરી ના હોય ને તેની આખો માં પણ આશુ આવિજાય

  3. આવી રચનાઓથીજ ગુજરાતી લોક સંગીતનો દરજ્જો મુઠી એક ઉમેરો બન્યો છે. ધન્ય અને વંદન છે આવી અવ્વલ રચના બદલ. આ ક્રુતિ એકાંતમાં સાંભળીને કોઈ પિતા રડ્યો ન હોય એવુ બને? જવાબ “ના” માં નહી જ આવે. ફરીથી દરેક પિતા તરફથી ધન્યવાદ આ રચના બદલ.

  4. ગુજરાતી સાહીત્ય જગતની એક અમર રચના દાદ બાપૂ ની આ કવિતા ઍટલે એક અણમોલ રતન જેની કોઇ પંકિત એવી નથી કે આ સારી છે આ એના થી સારી કહી જ ના શકાય બસ એક અણમોલ હિરાઓને એક દોર માં પરવોલી માળા જ્યાં સુધી ગગનમાં સૂર્ય ચંદ્ર છે તેમ ગુજરતી સાહિત્ય માં અકવિતા પ્રકાશમાન રહેશે એક બાપના દર્દ ને ઘૂંટી ને એકેએક સબ્દ દાદ બાપૂ એ લખ્યો છે.આવા યુગસંત ને કોટી કોટી વંદન.

  5. ખુબ જ સરસ આ એક એવો સોંગ છે જે ગાવા બેસો ને એટલે તમારો હયુ ભરાઇ જાય છે….

    • મુલાકાત નિ લિન્ક મુકો તો ક્લિક કરિ ને પહોચિ શકાય

  6. વ્હા ભૈ વ્હા !
    શુ શબ્દો લખ્યા ચ્હે ! કવિ દાદ ને ખુબ ખુબ અભિનન્દન . કવિ દાદ નિ બિજિ રચનાઓ મુક્શોજિ.

  7. બહુ સરસ ગીત આવા ગીત કવિ દાદ જ રચિ સકે.

  8. AAP SAHU NO KHUB KHUB AABHAR KE AA GIT PRATYE AAPNI MANO BHAVNA BATAVI, DIKRI A PARKA NE
    POTANA KARVANA HOICHHE, AA VAT NANI SUNI NATHI, 18 KE 20 VARAS NI DIKRI POTANI ATYAR SUDHINI
    JINDGI NE BADLI NE VIDAY PACHHI EK NAVI JINDGI SARU KARECHHE, AA TYAG DIKRIJ KARI SAKE,
    -VISHNU “KAVIDAAD”

    • Aa tame j lakhyu chhe ? Tamara naam ma Kavi Daad kahyu chhe etle puchhyu

      Bhul chuk kshama

      Aaje hu ne maro dikro aa geet saambhali ne saathe radyaa..mane maaraa pappa yaad aavyaa ne maro dikro mane saantvanaa aapto to..vhaal karto to..aa geet ma parivaar ne saathe karvaani shakti chhe ..thank u so very much for this wonderful creation publishing here ..

  9. મારે દિકરિ ચ્હે પન પાશાન હ્રુદય ને પિગલે તેવિ ભાવના

  10. ૧. ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો,
    ૨. રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

    કવિ દાદ ની ખુબ જ સુન્દર રચના

  11. લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
    જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો

  12. જય્શ્રેીેન્ આ લોક ગેીત એક વર ઊમેશ્ભૈ બરોત્ત ના અવાજ મા સ્મભલ્વ જેવુ હો…..

  13. દિકરિ તો નથિ પન ,ભત્રિજિ ચે ,તો પન ખુબ જ યદ અવે,સરસ્

    દિકરિ જને વહલ નો દરિયો

  14. The words of the song are just to feel the event. One can not express the agony. Only the poet like “Kavi Daad” can write such a folk based Poetry. This is a typical folk song and one can not stop weeping, when singer like Ismail Valera presents the song. Fully justified the lyrics.

  15. અજાણ્યા ગુજરાતિઓ માટે કદાચ આ નવુ હશે,બાકિ,કોઇ શબ્દો વાપરવાની જરુર નથ.

  16. કવિ દાદનું કન્યાવિદાયનું આ ગીત. તમે દિકરી હો, કે દિકરીના પપ્પા હો, અને આ ગીત સાંભળીને તમારી આંખો ન ભીંજાય, તો જ નવાઇ.. !!

  17. a to be listened song by all….
    it may be a girl or a boy… it will really fill u with tears….
    i like this song toooooo veryyyy much….
    n why not this song is must for every marriage….
    this song is the bestststs sng ever…..
    i never heard any gujarati song bt 1st when i heard it from etv lokgayak guj. winner umesh barot i was just lown off….
    really a note worthy song….

  18. છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
    જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો
    યાર હ્રદયને રડાવી દે એવી પન્ક્તિ છે.

  19. અતિ સુદર ………… ખુબ જ સુન્દર રચના. !!!!!!!!!!!!!!!એક દિકરીજ સમજી શકે બાપ ની લાગણી………….

Leave a Reply to chhagan parmar Cancel reply

Your email address will not be published. Required fields are marked *