કૃષ્ણલાલ શ્રીધરાણી પર્વ ૩ : સ્વમાન (માન તમારે હાથ ન સોંપ્યું)

આ ગીતની ધૃવપંક્તિનો કહેવત સમાન થઈ ગઈ છે. અને ઘણીવાર અમુક વ્યક્તિઓની વર્તણૂંક પર દુઃખ થાય ત્યારે જો યાદ આવો – તો ઘણી મદદરૂપ પણ થાય છે.

સ્વર – સ્વરાંકન ઃ શ્રધ્ધા શ્રીધરાણી

માન તમારે હાથ ન સોંપ્યું કેમ કરી અપમાનશો?
વજ્રસમું અણભેદ હૃદય આ શર સૌ પાછા પામશો!

ઘન ગાજે વાયુ ફુંકાયે વીજળી કકડી ત્રાટકે
બાર મેઘ વરસી વરસીને પર્વત ચીરે ઝાટકે

હિમાદ્રિ અમલિન સુહાસે ઊભો આભ અઢેલતો
આત્મા મુજ તમ અપમાનોને હાસ્ય કરી અવહેલતો

રેતી કેરા રણ ઉપર ના બાંધ્યાં મહેલ સ્વમાનના
શ્રદ્ધાના અણડગ ખડકો પર પાયા રોપ્યા પ્રાણના

માન તમારે હાથ ન સોંપ્યું કેમ કરી અપમાનશો?
વજ્રસમું અણભેદ હૃદય આ શર સૌ પાછા પામશો!

-કૃષ્ણલાલ શ્રીધરાણી

****

અને હા – એમના વિષેનો આ વિડિયો પણ જોવાનું ભૂલશો નહિં..!

4 replies on “કૃષ્ણલાલ શ્રીધરાણી પર્વ ૩ : સ્વમાન (માન તમારે હાથ ન સોંપ્યું)”

  1. આવો સરસ પરિચય કરાવવા માતે ખુબ ખુબ આભાર્.તેમનો સગ્રહ ક્યાથિ મેલવિ શકાય?

  2. માન તમારે હાથ ન સોંપ્યું,
    કેમ કરી અપમાનશો ?
    -નાનપણથી આ પંક્તિ મારી પ્રિય… પણ કવિનું નામ અને બાકીની પંક્તિઓ આજે જ જાણી… ખૂબ ખૂબ આભાર, દોસ્ત!

Leave a Reply to nayana Cancel reply

Your email address will not be published. Required fields are marked *