ઝંખનાઓનું હરણ… – રાકેશ હાંસલિયા

 ( Photo by Nilrem )

આમ આ કોનું સ્મરણ થઇ જાય છે,
જાતનું યે વિસ્મરણ થઇ જાય છે !

એ તો સપનામાં પરીઓને જુએ,
આપણે બસ જાગરણ થઇ જાય છે !

ઝાંઝવા નજરે પડે સુદૂર તો,
ઝંખનાઓનું હરણ થઇ જાય છે !

સાવ કોરી આંખ જોઇ – કોઇની,
અશ્રુ ભીનો એક જણ થઇ જાય છે !

સઘળું વાંચેલું રહે છે યાદ ક્યાં,
કેટલું તો’યે ગ્રહણ થઇ જાય છે !

7 replies on “ઝંખનાઓનું હરણ… – રાકેશ હાંસલિયા”

  1. સાવ કોરી આંખ જોઇ – કોઇની,
    અશ્રુ ભીનો એક જણ થઇ જાય છે !

    આમ આ કોનું સ્મરણ થઇ જાય છે,
    જાતનું યે વિસ્મરણ થઇ જાય છે !

  2. Hi, I´m Txema and I´m the photo´s author. The photo is under Creative Common license. You must make a reference about the author if you want use the photo.

    Thanks.

  3. અઝીઝ ટંકારવી ની ‘ગઝલ ના મેધધનુષ’ માં ‘ઝાંઝવાં’ ના વિભાગ માં થી એક શેર:

    ભાગે છે એ રીતે તમને નીરખીને ઝાંઝવાં,
    જાણે કે એને પકડીને હું પી જનાર છું.
    – ‘જલન’
    અને

    મૃગજળ સમાન કેમ હું રણમાં ફર્યા કરૂં
    કોઈ આંધળી તપાસ હશે મારી ઝંખના
    – ‘સુરેન ઠાકર ‘મેહુલ’
    જય

  4. વિવેકભાઇ કોઈની યાદ આવી ગઈ કે શું?

    ગઝલ જ એવી છે કે કોઈ યાદ આવી જાય !!

    બરાબર ને ભાઇ !!

  5. વાહ ખુબજ સુન્દર રચના…..દરેક પન્ક્તિઓ સરસ લખેલ…..

Leave a Reply to Ekta Cancel reply

Your email address will not be published. Required fields are marked *