કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ! – હરીન્દ્ર દવે

laher 

કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ,
હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ!

જરા ઝૂકીને જોઈ રહે જોઈ કાંચનાર,
અને ટહુકીને પૂછે કોઈ પંખી લગાર,
જાણે લજ્જાની વેલ લાલલાલ કરી ગઈ,
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!

જરા લંબાઈ મારગડે જોઈ લીધું કૈંક,
પેલાં કિરણોએ ઝાકળપિયાલે પીધું કૈંક,
ભાન ભૂલેલી સાનનો કમાલ કરી ગઈ,
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!

7 replies on “કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ! – હરીન્દ્ર દવે”

 1. Harshad Jangla says:

  કાંચનાર…… એટલે શું?
  સુંદર ગીત

 2. રાધીકા says:

  કાંચનાર…… એટલે નાગકેસરનું વૃક્ષ

  મસ્તન ગીત છે જયશ્રી

  કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ,

 3. Chandrakant Jogia says:

  બહેનશ્રી જયશ્રીબેન,
  આ છે મારો પનોતો કવિ અને એની કલમેથી ખરી પડેલું સૌંદર્ય !
  પરાચિને દ્વારે ભગવાન ભાસકર સાત ઘોડલે ખેંચાતા રથમાં આરુઢ થઈ પધારે અને એને આવકારવા તથા એના રુપની ઝાંખી કરી લેવા કંકુવરણી ઉષા હરખપદુડી થઈ, હાથમાં કુમકુમો થાળ લઈ પધારે તયારેેં એંમાથી વેરાઈ જતાં કંકુડાં આભને ગેરુવા
  રંગે ર્ંગી નાખે અને પવન સંઘ વેરાઈ એની ખુશ્બુ બની, માનવ
  મનડાંને તાઝગીથી ભરી દે એવી, મનને તરબતર કરી હરી લેતી
  સંવેદના મનમાં જાગી ઊઠે છે.અતયારે તો માનસ ચિત્રકાર
  એમાં રંગો પુરે છે.

 4. UrmiSaagar says:

  કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ

  ખરેખર મસ્ત ગીત છે…

 5. Reader says:

  બહુ જ સરસ ગીત છે…..

  આખા દિવસના કામમાં અને ઘરના લોકોના ટોળામાં પ્રિયતમને કેવી રીતે મળી શકાય? મિલનની તીવ્ર ઝંખના અને સોળે શણગાર સજેલી તે જ્યારે રાતના એકાંત અને અંધકારમાં પિયુને મળે છે ત્યારે જાણે આ ગીત સ્ફૂરે છે કે;
  કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ,
  હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ!
  લાંબી પ્રતિક્ષા પછીની ખૂબ ટૂંકી ક્ષણ ખરેખર ગુલાલ કરી જાય છે….કોઈ આ ગીતને સ્વરમાં કંડારે તો ખૂબ ગમે.

  આ ગીતની પ્રથમ પંક્તિ જેવું જ એક બીજું ગીત છેઃ “મને જરા ઝૂંક વાગી ગઈ…” જૂનું ગીત છે, કૌમુદીબેન મુન્શી અથવા સરોજબેન ગુંદાણીએ ગાયેલું છે.

 6. chirag says:

  હ.દ. ના ગીતો, કવ્યો ને ગઝલો માં જે મીઠો કૈફ છે, તે તો જો અનુભવો તો જ સમજી શકો.

  “એક અણજાણી લહેર… ” ગામડાની તરુણી નું પહેલુ infatuation,અને તેના મનની મીઠી મુંઝવણ્ને છંદ માં ઢાળી શકે તે એક જ – હ.દ.! વર્ષો પહેલા કંઠસ્થ એવુ આ ગીત આજે ફરી વાંચવાની મઝા પડી ગઇ. આભાર જયશ્રી

 7. rajeshree trivedi says:

  ચપટી ભરી કન્કુ આખા આકાશને રન્ગી દે એમ આ લહેર જરીક વ્હાલમા તરબતર કરી ગઈ. સુન્દર્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *