હું કોણ છું…. ? – શોભિત દેસાઇ

કોણ મારા હોવાનો ભ્રમ દે મને ? હું કોણ છું ?
કોણ મારા બદલે જીવે છે મને ? હું કોણ છું ?

કેમ હળવો થઇ રહ્યો છે મારા આ દુ:ખનો સમય ?
કોણ મનગમતાં દરદ આપે મને ? હું કોણ છું ?

જે ક્ષણે જનમ્યો છુ એ ક્ષણથી લઇ આ ક્ષણ સુધી
આભમાંથી કોણ બોલાવે મને ? હું કોણ છું ?

કાળ માયાવી, હું વારસ અંધનો, સ્થળ જળ બને ;
ઘાસ, થઇને લીલ, કયાં ખેંચે મને ? હું કોણ છું ?

આ બધા પ્રશ્નોના ઉત્તર એને માટે છે સહજ,
એ તો કૈં સદીઓથી જાણે છે મને હું કોણ છું ?

2 replies on “હું કોણ છું…. ? – શોભિત દેસાઇ”

  1. Pinki says:

    પૂર્ણ ગઝલ….
    કાવ્યત્વ પણ સચવાય છે અને
    મત્લાનો શેર પૂર્ણતા પણ બક્ષે છે….!!

  2. […] આ બધા પ્રશ્નોના ઉત્તર એને માટે છે સહજ, એ તો કૈં સદીઓથી જાણે છે મને હું કોણ છું ? – શોભિત દેસાઇ સ્ત્રોત: ટહુકો […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *