તારી યાદની મોસમ – શ્યામ સાધુ

zaranu

ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓનાં ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્રદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહી ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?

9 replies on “તારી યાદની મોસમ – શ્યામ સાધુ”

  1. મને અત્યંત પ્રિય આ રચના છે. દિપાલી સૌમયાના સ્વરમાં અદભુત સ્વરાંકન અહીં ઉપલબ્ધ હોત તો ઉત્તમ કવિતા કાનથી માણવાનો આનંદ કંઈક અલગ હોત .

  2. During all my visits from 1992-2000. sadhu alwas with me.all evenigs, nights, ithink some times some shares he recited are not published. but my wife and my mother wrote, we both used to be drunk so did not took so seriously. ihave to find and published. Tir ane talwar na swpna avya chhe, Pachha peli par na swpna awya chhe.

  3. this gazal was written at room# 36 in my hostel. sadhu woke me up , it was written on aback of bristol pack. i woke up Viru. next morning we three went for tea. viru made afare copy. got 15 paisa cover and mailed with remarks that this is a turning point in guj.gazal which is true.chinubhai wrote a aaswad.also soli kapadia sung. now i remembre when we used to hang out in Atmeswar-indreswar in forest smoking with sadu-bawa. shyam got this . it is a unique gazal. only this can prove sadhu as sidhh -hasta gazalkar.

  4. i, saumil and shyamal presented a programme ” mosam tari yaadni” ,a down memory lane kind of an experience.this gazal was composed for the show and Neesha kapadia sang it . it was a real treat ….i am fortunate to interview the poet on radio . a very simple man .but a mystic .we lost him .

  5. આ લાગણીના પ્રદેશ ની ખુબ શોધ કરી પણ લાગે છે કે એ ક્દાચ આપણા અંતર માં જ છે, અને છુપાયેલો છે.

  6. અંતિમ પંક્તિ બહુ સુંદર છે
    સરસ ગઝલ
    -હર્ષદ જાંગલા
    એટલાન્ટા યુ એસ એ

  7. વિષમ છંદનો સરસ ઉપયોગ –

    વારફરતી પહેલી-બીજી પંક્તિમાં “ગાલગાગા” ના ચાર અને ત્રણ, ત્રણ અને ચાર એમ વધતા-ઘટતા આવર્તનો વાપરીને રચેલી સુંદર ગઝલ…

Leave a Reply to Neha Cancel reply

Your email address will not be published. Required fields are marked *