ઊમટી આવ્યાં વાદળ – પન્ના નાયક

(Photo : http://www.omniplan.hu/)

ઊમટી આવ્યાં વાદળ,
ધોધમાર એ વરસ્યાં આંખનું રેલી નાંખ્યું કાજળ.

કોઇની કાળી નજર લાગી ને
અંગે અંગે વીજળી,
સળવળાટથી સણકે એવી
કે મારામાં ગઇ પીગળી,
મારામાંથી નીકળી ચાલ્યું કોઇ આંખની આગળ.

એવી આ તે કશી કુંડળી
ગ્રહો લડે આપસમાં,
ઝેર ઝેર લ્યો વ્યાપી ચૂક્યું
અમરતની નસનસમાં,
વિધાતાએ કરી મૂક્યો છે કાબરચીતરો કાગળ.

– પન્ના નાયક

5 replies on “ઊમટી આવ્યાં વાદળ – પન્ના નાયક”

  1. બહાર પણ
    આવું જ વાતાવરણમા
    વર્ષા ગીત અનુભવ્યુ !

  2. પન્નબેન્,
    જાને આત્મ્વિલોપન કરિને નિચોદ કાધ્યો……

    વિચાર કર્તો કરિ મુક્યો.

Leave a Reply to pragnaju Cancel reply

Your email address will not be published. Required fields are marked *