પ્રેમ છે – વિવેક મનહર ટેલર

lve

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

12 thoughts on “પ્રેમ છે – વિવેક મનહર ટેલર

 1. banty

  hello,
  jayshree
  ‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
  શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.
  real veary nice

  Reply
 2. vikram

  હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
  પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

  કદાચ બે વાક્યો માં પ્રેમ ની વ્યાખ્યા…ખુબ જ સુન્દર …

  Reply
 3. pravina

  તું હાજર હોય કે ન હોય તારો અહેસાસ એ જ તો પ્રેમ છે

  Reply
 4. Ashu

  પ્રિયાનુ મિલન પ્રિયાની જુદાઇ બધુ પ્રેમ છે.
  રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
  ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.
  પ્રેમ તો પ્રેમ છે.

  Reply
 5. Chandrakant Lodhavia

  જયશ્રીબેન,
  પ્રેમ છે – વિવેક મનહર ટેલર ખૂબ જ સુંદર. મનહરભાઈના ગીતમાં શબ્દે શબ્દે, પંકતિ પંકતિએ પ્રેમના તંતુને બારીકાઈથી માવજતથી વણી લીઘેલ છે. અતિસુંદર રચના છે. (કોમેંટનું બોક્ષ લખવા માટે ટેકનિકલ કારણસર નાનું આવે છે.)
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

  Reply
 6. dipti

  ‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
  શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

  બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
  શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

  વિવેકભાઈએ કમાલ કરી…તારી હાજરી કે ગેરહાજરી, તારો અહેસાસ એજ તો પ્રેમ છે…

  Reply
 7. Mehmood

  રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
  ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

  Reply
 8. Mehmood

  मैं साहिल पे लिखी हुई इबारत नहीं,
  जो लहरों से मिट जाती है,

  मैं बारिश की बरसती बूंद नहीं,
  जो बरस कर थम जाती है,

  मैं ख्वाब नहीं,
  जिसे देखा और भुला दिया,

  मैं शमा नहीं,
  जिसे फूंका और बूझा दिया,

  मैं हवा का झोका नहीं,
  जो आया और गुजर गया,

  मैं चांद भी नहीं,
  जो रात के बाद ढल जाये,

  मैं तो वो अहसास हूं,
  जो तुझ में लहू बनकर गरदीश करे,

  मैं तो वो रंग हूं,
  जो तेरे दिल पे चढ़े तो कभी ना मिटे,

  मैं वो गीत हूं,
  जो तेरे लबों से जुदा ना होगा,

  मैं तो वो परवाना हूं,
  जो जलता रहेगा मगर फना ना होगा,

  ख्वाब, इबारत, हवा की तरह,
  चांद, बूंद, शमा की तरह,

  मेरे मिटने का सवाल नहीं,
  क्यूंकि मैं तो मोहब्बत हूं,

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *