આવો તો યે સારુ, ન આવો તો યે સારુ…

સ્વર : મુકેશ

flower

.

પ્રીતિનું પુષ્પ ખીલે છે ઘડીભરની જુદાઇમાં
અજંપો લાગતો મીઠો મીઠો પ્રીતની સગાઇમાં

આવો તો યે સારુ, ન આવો તો યે સારુ,
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું

આવો ને જાઓ તમે ઘડી અહીં ઘડી તહીં
યાદ તો તમારી મીઠી અહીં ની અહીં રહી

મોંઘું તમારાથી સપનું તમારું
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું

મિલનમાં મજા શું, મજા ઝુરવામાં
બળીને શમાના, પતંગો થવામાં

માને ના મનાવ્યું મારું હૈયું નઠારું
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું

30 replies on “આવો તો યે સારુ, ન આવો તો યે સારુ…”

  1. મોંઘું તમારાથી સપનું તમારું
    તમારું સ્મરણ છે તમારાથી પ્યારું

    વાહ !!!

  2. ખુબજ સરસ્ ગુજરાતી રચના ઓનો આટલો અદભુત ખજાનો

  3. આવો તોયે સારુ ન આવો તોયે સઅરુ તમારુ મિલન સે તમરથિ પ્યઅરુ.

  4. યાદોનો વંટોળિયૉ…..

    માને ના મનાવ્યું મારું હૈયું નઠારું
    તમારું સ્મરણ છે તમારાથી પ્યારું….

    સરસ વાત…..

  5. વ્હાલા પ્રિયે,

    તમારું સ્મરણ છે તમારાથી પ્યારું……….આવો તો યે સારુ, ન આવો તો યે સારુ, હ હ હ હ હ હ

    યાદ તો તમારી મીઠી….. અહીં ની અહીં રહી………આવો ને જાઓ …..તમે ઘડી અહીં ઘડી તહીં

    મોંઘું તમારાથી સપનું તમારું ………………..તમારું સ્મરણ છે તમારાથી પ્યારું

    આવો ને…….

  6. મને જુના દિવસો યાદ આવિ ગયા ખુબજ સુન્દર ગેીત રાજુલ ધાનકિ

  7. આજે ફરેી આ ગેીત સાઁભલવાનુઁ મન થયુ અને જયશ્રેીબેન યાદ આવ્યા. ખરે જ આભાર !

  8. this song is not played.n sor many others which dun even have that play button by which they play.this is something really painfull do smthing regarding this urgently.there are so many fans across d world of dis website.Please do smthing so that we can listen to d choice of our song unitrruped.thank you.

  9. ખુબજ સરસ્ ગુજરાતી રચના ઓનો આટલો અદભુત ખજાનો,

  10. The whole site itself is wonderful.You are serving to
    our language & our heritage of GUJARATI community.

  11. હંમેશા લીલુંછમ ગીત
    Evergreen Song
    આભાર જયશ્રી

  12. બહેન, આ તો યાદોનો છે એક વન્ટોળ.

    આવો તો તો ખુલા છે બારણા
    પણ નહી આવો અવી છે ધારણા

    આભાર

  13. “આવો તો સ્વાગત તમને, ના આવો તો તમારા સ્મરણને!”
    સુંદર ગીત.
    આભાર

  14. આવો તો સારુ, અને ન આવો તો યે સારુ,
    તમારુ સ્મરણ, તમારુ થી પ્યારુ. really nice line. thank you for posting such nice songs

  15. golden collection….!
    vintage song…listen vinyle voice.. Hizzing….and analog rec..!
    all instruments live playing and real one
    thank u so much for the song
    mehul surti

Leave a Reply to dipti Cancel reply

Your email address will not be published. Required fields are marked *