માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે – અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદીની આ મનગમતી ગઝલ – ફરી એકવાર… એક તરોતાજા સ્વરાંકન સાથે

સ્વર – સંગીત – શૌનક પંડ્યા

Posted on October 23, 2010

અંકિત ત્રિવેદીની આ મને ખૂબ જ ગમતી ગઝલ.. આજે ફરી એક વાર – એમના પોતાના અવાજમાં પઠન સાથે..!

*********

ગઝલ પઠન: અંકિત ત્રિવેદી

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
હું તને મળી શકું તારા જ શ્વાસમાં…

ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…

સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી;
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે;
નીકળ્યો હશે પછી પવન તપાસમાં…

તું મથામણો કરી ગઝલ લખી તો જો !
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં…

34 replies on “માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે – અંકિત ત્રિવેદી”

  1. Tame khrekhr Bav Saras Lakho cho. Tame jetlu Ladies ne ne ena vicharo ne samji sakya cho etlu kadache koe gents kyarey nae samji sakya hoy. khrekhr tamari darek rachna adbhut che.

  2. ખુબ સુન્દર …..અન્કિતભાઇ,

    કોઇ શોધશે એવિ ખબર હોય તો….
    ખોવઇ જવાનિ પન મજા ચ્હ્હે

  3. આ GAZAL MATE HU BHU GANDI THAY TI ANE JYARE MARI COLLAGE MA SAMBHADAVI TO BADHA NE PAN BHU GMI KHU B SARAS,

  4. અન્કિત ભાઇ તમે સહ્જાનન્દિ કોલેજ મા ભન્તા હતા કદાચ્ હુ પન સહ્જાનન્દ કોલેજ મા જ ભનતિ હતિ. મે તો તમ્ને જોયા ચે તમારી ગઝલ મને પહેલેથિહજ ગમે ચે. આ ગઝલ પન ખુબ જ સરસ ચે

  5. તું આવે તો સારું, ન આવે તો તને હું શોધ્યાં ન કરું,કર ન શંકા તારાં જડવાની, હું શોધું તો ઇશ્વરને મળ્યા કરું..
    = ડો. જગદીપ ર. ઉપાધ્યાય ની શબ્દરચના ઘણી સુન્દર છે. તમારી બીજી રચનાઓ સંભળાવશો તો ઘણો આનંદ થશે.

  6. ના ભળે સાથે કદી તો ક્યાઁ ફરક પડે ?
    સ્વપ્નમાઁ સાથે હશુઁ કોઇ પ્રવાસમાઁ !
    રેખા/મનોજની લાઇનમાઁ આપણે પણ !

  7. શોધ તો બન્ને કાંઠે હોય.
    જે ખોવાયેલ છે એણે અને જેનું ખોવાયેલ છે એણે.
    પણ અહીં તો આપણે “હું તને મળી શકું તારા જ શ્વાસમાં” …..લખી આપણે જાતે જ આપણાં શોધાય જવાની તરકીબ બતાવીએ છીએ…..‘
    ઘણી વાર આ શોધ શરતી શોધ પણ હોય….એની સાથે conditions પણ attach કરી હોય.
    શોધ કરીએ તો આગળ ક્યાક મળે પણ…
    ” શોધ કરતાં આપણી શરતે મળાય તો ઠીક છે, નહીં તો તને મળવા નહિ આવું”….. એવું એ ઘણાનું વલણ હોય છે. એ વાત પરથી મને મારી શબ્દરચના ટાંકવાનું મન થાય છે.

    મળ્યાં કરું……..

    તને મળવાં અમીટ આંખે, રાહ હવે હું જોયાં ન કરું
    ફકત કરું બંધ આંખ, ‘ને સપનામાં તને મળ્યાં કરું….

    સાંભળવા તુજ આહટ કાને, આતુર હવે થયાં ન કરું
    કરું યાદ તુજ આંખ, ‘ને મૌનની ભાષા સાંભળ્યાં કરું….

    ધબકાવાં દિલ તુજ ધડકને, ઉતાવળો હું થયાં ન કરું
    થીજાવી દઉં યાદો, ‘ને સમાધિમાં તારો સાથ અનુભવ્યાં કરું

    જલબીન માછલી છો, તુજબીન એમ હવે તરફડ્યાં ન કરું
    વહાવું ગંગા યાદોની, ‘ને લાગણીનાં પૂર એમાં ઉમટાવ્યાં કરું

    તું આવે તો સારું, ન આવે તો તને હું શોધ્યાં ન કરું
    કર ન શંકા તારાં જડવાની, હું શોધું તો ઇશ્વરને મળ્યા કરું

    = ડો. જગદીપ ર. ઉપાધ્યાય

  8. ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
    સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…

    સુંદર.

  9. માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે – અંકિત ત્રિવેદી ની રચનામા તું મને ન શોધ ક્યાંય આસપાસમાં હું તને મળી શકું તારા જ શ્વાસમાં… ખુબ ગમી આ ગઝલ ને યાદ આવી મારી કડીઓ તો અહીં ટપકાવી દઉ છું…

    વેદનાની પરાકાષ્ટા ના દિવસોમા, મરહમ ને સંતાડીને…
    શ્વાસનળી બંધ કરાવીને,અન્નન્ળી માં ઠાંસવાનુ છોડી દે ને?
    આજ આંગળા બીડાઈ જાય છે ત્યાં આંખ ખુલ્લી રહે તે વાત છોડી દે ને?
    ફરી એકવાર ડુમો ભરાઈ ન જાય,ત્યાં ડુંસકાને પડતાં મેલ ને?
    પ્રભુતા ના પગલે ચાલ્યા પછી ચુંટલા ને ચુપકીથી રખડાવને?
    દુઃખવાનુ, દાઝવાનુ ને બસ જીવવાનું આમાં મરવાનું મંતવ્ય છોડને?….
    રેખા શુકલ (શિકાગૉ)૦૫-૨૧-૨૦૧૧

    તું મને ન શોધ ક્યાંય આસપાસમાં ..હું તને મળી શકું તારા જ શ્વાસમાં…

    ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?…સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…

  10. તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
    હું તને મળી શકું તારા જ શ્વાસમાં…

    અંકિત ત્રિવેદીની આ મને ખૂબ જ ગમતી ગઝલ..

    એમના પોતાના અવાજમાં પઠન સાથે..!
    સાંભળીને મન પ્રફુલ્લીત થઈ ગયું.

    અંકિત ત્રિવેદી અભિનંદન…
    આભાર….

    * જગશી શાહ
    * વિલેપાર્લે – મુંબઈ

  11. verry good mr.ankit saheb ” HU TANE MALI SHAKU TARA SWAS MA….” APNE HU GUJRAT S. VACHU CHHU, TEMA AVTA APNA LEKHO VICHARTA KARI MUKE CHHE. SHAHITYA PRATYE NO PREM VDHARE CHHE.MANE “MAIL” KARASO TO GAMSE. PANKAJ.PRO10@GMAIL.COM.

  12. તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
    હું તને મળી શકું તારા જ શ્વાસમાં…

    માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે;
    નીકળ્યો હશે પછી પવન તપાસમાં…
    ગાલ પર ધીરેથી લપડાક મારી દે

  13. માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે;
    નીકળ્યો હશે પછી પવન તપાસમાં…
    અને ભુલા પડેલ પ્રવાસી પાછા મળી આવે તો કેવી મજા..

  14. ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
    સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…

    ખુબસુરત!

  15. તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
    હું છુ તારા શ્વાસમાં… mane aa be lines bolvani bahu game che…I say that to everyone…

  16. આજે પહેલિજ વાર આ વેબ વિસિત કરિ,પ્રેમ માન પદિ ગયો.

  17. હય અન્કિત્
    ખુબ સુનદર ગઝલ્..જગ્દિશ વ્યસે તમારો પરિચય આપેલો..
    મલ્વાનુ થાય તો મજાનુ..

  18. હેઉ અન્કિત્ભૈ જૈજિનેન્દ્ર યોઉર કવ્ય રચના અને ગુજ્તરતિ લોક્ગેીતને ભક્તિગેીત સભદિ મને મરુ અગહ્નુ જિવન યાદ અવિ અને દિલ ને અનન્દ અપિ ગયુ અએ બદલ અપ્નો ખુબ ખુબ અભર્ફરિ મલિસુ અમ એમૈલ દ્વર

  19. i was fortunate to be in a prog. just b4 2 weeks where ankitbhai was there. the prog. was titled “TARU CHALKAVU BAARMASI..”
    he was very fresh as in all his progs.

  20. અન્કિત તુ જ્કાસ્ ચ્હે હો ભય્ાલા તને જુનાગડ મા સમ્ભલિયો

  21. અન્કિત ભાઈ ને ૨૧ તારીખે બરોઙા મા રૂબરૂ સાંભળ્યા.ખુબજ મજા પઙી.આભાર.પન્ના

  22. અંકીતભાઈ,
    વડોદરાથી ગીતા પરેશ વકીલના અિભનંદન!૨૧ એપરીલે પુરુષોતોમ ઊપાધયાયનૉ સંગીતનૉ જલસૉ ખૂબજ અદ્ભુત રહ્યૉ!
    બીજુ પૂછવાનુ કૅ કાનજીના મોબાઈલમાં રાધાનો રીંગટોન વાગે આપનું લખેલું ગીત છૅ? મને ઘણું જ ગમૅ છૅ . અભીનંદન!
    છૅક દ્વારકાથી આવી સુદામાએ ઉઘાડી નાખેલી ડૅલી ઍ ગીતના શબ્દૉ મને મેળવી આપવા િવનંતી.
    આભાર!

  23. તુ મને ના શોધ આસપાસ મા,હુ તને મળી શકુ તારા જ શ્વાસ મા, મને પણ લાગ્યુ કે ઇશ્વર આમ જ કહેતા હશે.

  24. તું મથામણો કરી ગઝલ લખી તો જો !
    હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં…

    what a words….! hats off to the poet.

  25. ખરેખર ખુબ સુંદર શબ્દો ને ઘણી સરસ પંક્તિઓ….
    ………સાચે જ પોતાના હોય તેમને ક્યાય શોધવા ના ના હોય  આપણા મા જ સમાયા હોય…………
    …………………ખુબ સરસ………

  26. આખી ગઝલ સરસ છે!

    તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
    હું તને મળી શકું તારા જ શ્વાસમાં…

    ખરેખર સુંદર વાત! આ વાંચીને તો મને મારી જ એક પંક્તિ યાદ આવી ગઈ…

    તારામાં ક્યાંક ખોવાઇ ગયેલી હું,
    મળી નહીં ક્યારેય પાછી મને હૂં!

  27. ગઈ ૫ જાન્યુઆરીના રોજ ઈમેજ પબ્લિકેશન મુંબઈ દ્વારા અંકિત ત્રિવેદીનાં ગઝલસંગ્રહ “ગઝલપૂર્વક”નું વિમોચન થયું. જેમા શ્રી મોરારીબાપુ, શ્રી સુરેશ દલાલ, અભિનેતા પરેશ રાવલ, તથા ગુજરાત સમાચારનાં તંત્રી શ્રેયાંસ શાહ ઉપસ્થિત હતા. સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ હતો. પરષોત્તમ ઉપાધ્યાય-હંસા દવે, આશિત-હેમા, મનહર ઉધાસ, વિરાજ-બીજલ,આલાપ દેસાઈ, પાર્થિવ ગોહિલ વગેરે સ્વરકારોએ આદિલ મન્સુરીથી માંડીને અંકિત ત્રિવેદી સુધીની ગઝલ સંભળાવી હતી.

  28. (1) After reading the first two lines of this poem, it seems as if Bhagvaan is telling us to look within us to find Him; as Yogeshwar Bhagvaan has said in Geeta- “Sarvasya chaaham HradiSannivishtah” !
    (2) Does anyone has contact info (phone number, email address) of Ankit Trivedi? He lives in Ahmedabad and organizes a Gujarati Sugam Sangeet program since last year during February 14-16 called “Samanvay”; and I want to know whether he is having this program this year or not.
    -Mehul

  29. તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
    હું તને મળી શકું તારા જ શ્વાસમા

    -આ વાત જંચી… અંકિતને કાર્યક્રમનું સંચાલન કરતો સાંભળવાનો ય એક લ્હાવો છે…

Leave a Reply to pecks Cancel reply

Your email address will not be published. Required fields are marked *