સુરત નહિ સ્વીકારે હાર -ગૌરાંગ ઠાકર

સુરતમાં બારમી જુને એક સગીર વિદ્યાર્થીની પર ધોળે દહાડે ચાલુ ગાડીમાં ત્રણ-ત્રણ નરાધમો દ્વારા એના સહાધ્યાયીની હાજરીમાં અમાનવીય બળાત્કાર થયો અને નરમાનુષોએ એની વિડીયો ક્લિપિંગ્સ પણ ઉતારી… રૂંવાડા ઊભા કરી દે અને લોહી ઊકળી ઊઠે એવા શહેરની અસ્મિતા પર સરિયામ થયેલા જનોઈવઢ ઘાની કોઈને કળ વળી નથી અને વળી શકે એમ પણ નથી.

અંતરમાં ઉઠેલા એવા જ એક આક્રોશમાંથી જન્મ થયો છે આ ગીતનો.  કેટલીયે દીકરીઓ અને એમના ઘરવાળાઓએ બદનામીના ડરથી આ નરાધમો સામે નમતું જોખીને એમની પાશવીવૃત્તિઓને અજાણ્યે પોષ્યે રાખી હતી.  આવા રાક્ષસો બીજી કોઈ દીકરી સાથે ફરી આવું ન કરી શકે એ ખાતર અને પોતાને થયેલા અન્યાયની સામે હરગીઝ માથું ન ઝુકાવી પોતાની બદનામીની જરાયે ચિંતા કર્યા વગર એ અપરાધીઓને આકરામાં આકરી શિક્ષા થાય એ માટે ન્યાય માંગવા આગળ આવેલી આપણી એ નીડર દીકરીને માટે “શૂરવીર” સિવાય બીજો કયો શબ્દ વાપરી શકાય????  આજે ફાધર્સ ડે છે.. અને આમ તો કાયમ ફાધર્સ ડે પર અહીં દરેક પપ્પા માટે મુકાયેલું કોઈ મજાનું ગીત મૂકીને માણીએ છીએ… પરંતુ આજનું આ ગીત માત્ર એક જ પપ્પા અને એમનાં કાળજાનાં ટુકડાં સમી એ વ્હાલી નીડર દીકરીને સ્નેહાર્પણ… દુનિયાની બધી દીકરીઓ, દીકરીનાં પપ્પાઓ અને એમનાં કુટુંબીજનોને આવી જ રીતે અન્યાય સામે લડવાની પ્રભુ શક્તિ આપે, એ જ પ્રાર્થના સહ…

સંગીત, સ્વરાંકન: શૌનક પંડ્યા
સ્વર: શૌનક પંડ્યા, સત્યેન જગીવાલા

જાગો..જાગો..જાગો…
સુરત નહિ સ્વીકારે હાર
જુલ્મીની પાડે સવાર

સીધેસીધો વાર થયો
હૈયે અત્યાચાર થયો
દીકરીનાં આંસુ ચોધાર
સુરત નહિ સ્વીકારે હાર……

સુરતના આતમ પર ઘા ..?
જનમાનસની આ હત્યા..?
પ્રશ્ન ઊભો છે સૌને દ્વાર
સુરત નહિ સ્વીકારે હાર…

નરાધમોને શિક્ષા થાય,
માસૂમ બાળા માંગે ન્યાય,
ફાંસી દઈ દો ચોકબજાર
સુરત નહિ સ્વીકારે હાર….

દાદાગીરી દૂર કરો,
શાસન થોડું ક્રુર કરો
અબળા નારીનાં ચિત્કાર
સુરત નહિ સ્વીકારે હાર…

-ગૌરાંગ ઠાકર

25 replies on “સુરત નહિ સ્વીકારે હાર -ગૌરાંગ ઠાકર”

  1. Even today (13 th jan. 2011), those headlines seemed to laughing out loud on all of us. What measures have been taken for better mankind? What role schools play for value education? We are most shameless people who neglect and forget all such happenings.

  2. મને આ કવિતા ની રીગ ટોન જોઇએ છે. તેમજ મારા કોમ્પ્યુતર મા પણ જોઇએ છે.

  3. મને તમરુ આ કાર્ય બહુ જ ગમ્યુ. આવા કેશ મા નરાધમો ને ફાસી ની સજા થવી જોઇએ.

    આ કવિતા ની રીગ ટોન દરેક ના મોબાઇલ મા હોવો જોઆએ.

    આ કવિતા ની રીગ ટોન મને મારા મોબાઇલ જોઇએ છે.

  4. સૌ પ્રથમ તો અમાન્વિય ક્રુત્યનો ભોગ બનેલિ વ્હાલિ દિકરિ ને હ્જારો સલામ, કે જેને બિજિ અનેક દિકરિ ઓને લાજ બચાવવા મા મદદ કરિ. ધન્યવાદ.

  5. આવુ જ એક સમાન સોન્ગ નિર્વના(રોક) નુ ચ્ચે.સોન્ગ -“રેપ મિ”!!

  6. આ કેશ મા નરાધમો ને ફાસી ની સજા થવી જોઇએ. આ ઘટના સ્ત્રી બ્રુન હત્યા જેવી જ
    આ કવિતા ની રીગ ટોન દરેક ના મોબાઇલ મા હોવો જોઆએ.

  7. Need to change the education system so that children will not have to go for tutions out side the school. The rat race for getting admission in Eng. , Med., etc colleges has killed the youth of Gujarat.

  8. સૌ પ્રથમ તો અમાન્વિય ક્રુત્યનિ ભોગ બનેલિ વ્હાલિ દિકરેી ને સલામ કે જેને સુરત શહેરનેી બિજિ અનેક દિકરેીઓનેી લાજ બચાવ્વામા મદદ કરેી.
    આપના દેશમા હિન્દુ તથા મુશ્લિમ લો જુદો જુદો જેમા મુશ્લિમોને ફાયદો થાય તે રેવા દિધા ત્તો મુસ્લિમ રાસ્ત્રમા જે સજા તે સજા કેમ નથિ રખિ.
    ખરેખર તો આ કવિતા વાચિને હેયુ ભરાઈ આવેછે.
    ભગવાન કરેીને આવુ બિજિ કોઇ દિકરિ સાથે નહિ થાય એજ પ્રાર્થના.
    મુકેશ્.

  9. મારા સુરતમા આ નિર્દય ઘટનાનો આક્રોશ વ્યક્ત કરવા માટે સન્વેદનશીલ દિલની વેદનાનો પડઘો વ્યક્ત થયો છે એમા અમે પણ પરદેશમા હોવા છતા નિર્દોશ બાળકીની વેદનાનો અહેસાસ અનુભવી રહ્યા છે આપણો જનઆક્રોશ કાયમનો જળવાઈ રહે જેથી ભવિશ્યમા આવી ઘટ્ના ન બનવા પામે, આપની વ્યક્ત થયેલી લાગણીમા અમે કેમ્બ્રિજ્ કેનેડામા રહેતા સૌ ગુજરાતીઓ સહભાગી થઈએ છે શ્રી ગૌરાન્ગભાઈ, મેહુલભાઈ, શૌનક્ભાઈ, સત્યેનભાઈનો અમારા સુધી લાગણી પહોચાડ્વા બદલ આભાર

  10. પેનેક્ટોમી કરો ભર બજાર,
    કોઇ યે નહિ સ્વીકારે હાર.

  11. ફાંસી દઈ દો ચોકબજાર
    સુરત નહિ સ્વીકારે હાર

  12. ઘટનાના બીજા દિવસે જ્યાર છાપુ ઉઘાડ્યુ તો જીવ અધ્ધર થઈ ગયો.
    આ મારા શહેર ને કોની નજર લગી ગઈ છે?
    શું ગુજરાત પણ બિહાર બની જશે? ના!! આપણે હજુ હાર્યા નથી.
    ગુર્જરી એક શક્તિ છે. આ બીના થકી એને નવી દિશા મળી છે.
    જનજાગ્રતિ આવી છે.સમાજ ને સુરક્ષિત બનાવવાની. સ્ત્રીઓ માટે, વૃધ્ધો માટે.
    જાગો..જાગો..જાગો…

  13. આવા શરમજનક કૃત્યો સામે જન-આક્રોશ કાયમ જળવાય રહે અને પીડિતોને
    જલ્દી ન્યાય મળે અને ભવિષ્યમાં ગુનાખોરી અટકે એવી વ્યવસ્થા સર્જાય એ જ
    પ્રાર્થના.
    સુધીર પટેલ.

  14. બહુ જ સરસ રચના, સુરત ની મુરત બગાડનાર લોકો ને કદી માફ ન કરી શકાય

  15. સુરત જ નહીં…આ હાર કોઇ ન સ્વીકારી શકે..ન જ સ્વીકારાવી જોઇએ…
    અભિનન્દન ગૌરાંગભાઇ….અને સંગીતકાર સ્વરકાર સૌને…

  16. આ ઘટનાથી જેનું લોહી ન ઉકળી ઉઠે એના માણસ હોવાની શંકા જાગે…

    કાલે આ ટોપીક પર એક વાર્તા લખાઇ ગઇ અનાયાસે…અને આજી વેદનાને વાચા આપતું ગૌરાંગભાનું આ ગીત…..

    આવતી કાલે એ વાર્તા “ખુશી ” પરમ સમીપે” પર….

    આપણો આક્રોશ વાંઝિયો ન રહી જાય એ પ્રાથના સાથે…

    હવે બસ…બહું થયું…એવું નથી લાગતું ?
    માનવી કયાં જઇ રહ્યો છે ?

    જોકે માનવી કહેવું એ માંનવ શબ્દનું અપમાન છે..અહીં તો…

  17. ખરેખર આ ઘટના પછી દરેક વ્યક્તિ કવિ જેવી જ સંવેદના અનુભવતો હશે આ માણસ જાત ની સંવેદના ને બહાર લાવવા બદલ ધન્યવાદ!
    એમના શબ્દો માં કહીએ તો…..
    ફાંસી દઈ દો ચોકબજાર
    સુરત નહિ સ્વીકારે હાર

  18. સુરતની ઘટનાએ ગુજરાતના આત્મા પર ઘા કર્યો છે.

    આજે આ ઘટનાના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા કરવી જરૂરી છે.
    આપણા રૂડા ગુજરાતને કોની નજર લાગી છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી ગુજરાતનો ક્રાઈમ ગ્રાફ રોકેટ ગતિથી ઉપર જઈ રહ્યો છે. ગુજરાતના ક્રાઈમ જગતમાં આવેલા આ એકાએક ઉછાળા પાછળ કયા તત્વો જવાબદાર છે તે જાણવું જરૂરી છે કારણ કે આપણી સામાજિક સુરક્ષા આની સાથે સંકળાયેલી છે.

    છેલ્લાં ઘણાં વર્ષોથી વાઈબ્રંટ ગુજ્રરાતના નામે આપણે ઈંડસ્ટ્રીયલ પોલીસી બદલી છે. મુડીરોકાણને કારણે નવા નવા ઉદ્યોગો અસ્તિત્વમાં આવ્યા છે પરંતુ ગુજરાતમાં લેબરની અછ્ત હોવાથી આપણે ગુજરાત બહાર અન્ય રાજ્યોમાંથી લેબર લાવવી પડે છે આનું જ્વલંત ઉદાહરણ જામનગરમાં ઉભી થયેલી રિલાયંસની નવી રિફાયનરી છે જેમાં બિનગુજરાતી લેબરનો મહદંશે ઉપયોગ થયો છે. હવે આ બહારથી આવતી લેબર કંઈ સંત-મહાત્મા તો નથી જ તેમાં ગુનાહિત માનસિકતા વાળા લોકો પણ આવતા હોય છે.
    આપણા ઘરમાં પવન છુટથી આવે તે માટે આપણે બારી ઉઘાડીએ છીએ પણ તે સાથે જરૂરી છે કે જાળી પણ લગાડવામાં આવે જેથી માખી-મચ્છરનો ઉપદ્રવ ઘરમાં ના થાય.

    આજ રીતે ઉપર કહ્યું છે તેમ…

    દાદાગીરી દૂર કરો (પરપ્રાંતિઓની)
    શાસન થોડું ક્રુર કરો

    નવી ઈંડસ્ટ્રીયલ પોલીસી સાથે કાયદાનું સખ્તાઈથી પાલન કરાવું જરૂરી છે નહિ તો આપણી દિકરીઓ સુરક્ષિત નહિ રહે. સમાજમાં કાનુનનો ભય પ્રગટાવવો જરૂરી છે.

    ગુજરાત માટે એગ્રો-ઈકોનોમી શ્રેષ્ટ છે.

    આજની પોસ્ટ ગુજરાતીઓમાં જાગૃતતા લાવવામાં મદદરૂપ થશે.
    આભાર.

  19. આ નિર્દોષ બાળકી અને એના પરિવારની તાકાત સામે ઈશ્વર પણ નમતું ના દે તો જ નવાઈ…

    સલામ… સો સો સલામ…

  20. આ અમાનુષી ઘટનાથી હૈયું હચમચી ઉઠ્યુ હોય ત્યારે કશા શબ્દો જડતાં નથી…પોતાના ભવિષ્યની ચિંતા કર્યા વગર નરાધમોને ખુલ્લા કરવાની હિંમત દાખવનાર દીકરી અને તેના કુટુંબીજનોને લાખલાખ સલામ. બુઠ્ઠી સંવેદનાઓને ઝંકૃત કરી દે તથા અત્યાચાર સામે હિંમતભેર લડવાની મક્કમતા પ્રેરતા આ ગીત બદલ ગૌરાંગભાઈ, શૌનકભાઈ અને સત્યેન જગીવાલાને અભિનંદન.

Leave a Reply to Jayesh Surti Cancel reply

Your email address will not be published. Required fields are marked *