આપી દઉં – ઉદયન ઠક્કર

રૂપ રહેવા દે મ્યાન, આપી દઉં
ખંડણીમાં ગુમાન આપી દઉં

ભૂલથી પણ એ ભાવ પૂછે તો…
આખે આખી દુકાન આપી દઉં

મોસમે પૂછ્યું, આંખ મિચકારી
‘એક ચુંબન શ્રીમાન આપી દઉં?’

પાનખર આવે તો ભલે આવે
એને પન માન-પાન આપી દઉં

કાં તો ભમરાને ગાન ના આપું
કાં તો કળીઓને કાન આપી દઉં

બોલ્યા પંડિત પતંગિયું જોઇ
‘ક્યારે પકડું, ને જ્ઞાન આપી દઉં!’

5 replies on “આપી દઉં – ઉદયન ઠક્કર”

 1. ઉદયન ઠક્કર રમત રમતમાં પણ ઊંડી વાત કહી ગયા છે. હળવા મિજાજની આ ગઝલના આ બે શેર તો વાંચતાવેંત જ ગમી ગયા:

  ભૂલથી પણ એ ભાવ પૂછે તો…
  આખે આખી દુકાન આપી દઉં

  મોસમે પૂછ્યું, આંખ મિચકારી
  ‘એક ચુંબન શ્રીમાન આપી દઉં?

  -અને આ શેર એ આજના જમાનાની વરવી વાસ્તવિક્તાનું વ્યંગ્યાત્મક ચિત્રણ નથી?:

  બોલ્યા પંડિત પતંગિયું જોઇ
  ‘ક્યારે પકડું, ને જ્ઞાન આપી દઉં!’

 2. Vijay Bhatt ( Los Angeles) says:

  રમતિયાળ ગઝલ અને માર્મિક…

 3. K says:

  ભૂલથી પણ એ ભાવ પૂછે તો…
  આખે આખી દુકાન આપી દઉં
  Wah,….. su vaat chhe….!!!!!!!!!!!

 4. jagdish says:

  આપની આ ગઝલ પર

  સૂરજ ને ચાંદ આપી દઉં

  જગદીશ ગૂર્જર
  અંક્લેશ્વર

 5. dipti says:

  ર મ તિ યા ળ !!!!!

  વાંચતાવેંત જ ગમી ગઈ!!!

  મોસમે પૂછ્યું, આંખ મિચકારી
  ‘એક ચુંબન શ્રીમાન આપી દઉં?’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *