ટપકી ટપકી ને છાજે ! – પંચમ શુક્લ

રડે દીકરો ત્યાં ગળે ડૂમો બાઝે,
હૃદય બાપનું કંઠે આવી બિરાજે.

રહે સહેજ છાનાં જરા બેય ત્યાં તો,
ત્રૂટે હીબકાઓ દ્વિગુણા અવાજે.

થયું શું, થશે શું, હવે શું કરીશું?
અકળ વેદના ચિત્ત મૂંગી કરાંજે.

લઈ ગોદમાં વ્હાલથી ભીંજવે બસ,
અહમ્ બાપનો ટપકી ટપકીને છાજે!

– પંચમ શુક્લ (૧૦/૬/૨૦૦૯)

Dedicated to: All first-time fathers’  first ‘babysitting‘ !

(આભાર – spancham.wordpress.com)

14 replies on “ટપકી ટપકી ને છાજે ! – પંચમ શુક્લ”

 1. bnchhaya says:

  Bap Dikra na sambandho par kavitaa khaas vaanchvaamaa aavi nathi

 2. himmat says:

  બહુ શુક્લા સાહેબ્

 3. વાહ… મજા આવી ગઈ…

  યાદ આ ગયા મુજ કો ગુજરા જમાના….

 4. JIGNESH says:

  shree Jayshreeben હુ હાલ મા યુગાનડા ચુ મારે કોન હલાવે લિબડી ને કોન હલાવે પિપડિ ભાઇ બેનિ લાડકિ ભયલો ઝુલાવે બેનડિ ઝુલે મને આ ગિત જોઇ

 5. vimala says:

  માના અનન્ય પ્રેમની વાતો ઘણી સાંભળ્યા પછી બાપુનો પ્રેમ ટપ્કિયો તે સાંગોપાંગ ઝીલઈ લીધો. આભર ટહુકનો અને આભર
  શ્રી – પંચમ શુક્લજીનો.

 6. jay says:

  ખૂબ સરસ ,,મજા આવી ગઈ .

 7. Jayant Shah says:

  બાપનુ ધડકન ધ્રુજિ જાય !સુન્દર !

  જયન્ત શાહ .

 8. Jayant Shah says:

  સુન્દર ! અતિ સુન્દર !!

 9. Sudhir Patel says:

  ખૂબ સુંદર ગઝલ ફરી અહીં માણવી ગમી!!
  સુધીર પટેલ.

 10. chandrika says:

  ચાલો,એકાદ કવિતા(કે ગઝલ) પિતા પ્રેમ ની વાંચવા મળી ખરી! કવિઓ બિચારા પિતા ને મોટે ભાગે અવગણતા હોય છે.પિતા પણ પોતાના બળક ને માતા જેટલો જ પ્રેમ કરતા હોય પણ એના ગીતો જવ્વ્લે જ વાંચવા મળે.
  ખુબ સરસ કાવ્ય

 11. manubhai1981 says:

  વાહ પઁચમભાઇ !દિવસ સુધારી દીધો તમે તો !

 12. મા અને દીકરા-દીકરીના પ્રેમની, વાર્તા અને કવિતા તો ઘણી માણી.
  પહેલી વાર પિતા-પુત્રના પ્રેમની આ રચના સાચે જ ખુબ પસંદ આવી.
  થયુ શું, થશે શું, હવે શું કરીશુ?
  અકળ વેદના ચિત્ત મુંગી કરાંજે.

 13. prafulla joshi says:

  very 2 nice.

 14. શુક્લાજીની કવિતાનુ “ટહુકો” પર સ્વાગત છે…ખુબ સુન્દર રચના..ઘણી ગમી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *