ગિરનારમાં – નીતિન વડગામા

(ગિરનાર….     Photo : ગુજરાત પર્યટન)

* * * * *

બહારને અંદર ધજા લ્હેરાય છે ગિરનારમાં,
ગીત ભગવાં રાત-દિ’ સૌ ગાય છે ગિરનારમાં.

રોજ પલળે કુંડ દામોદર પછી પરભાતિયે,
જીવતર કરતાલથી ભીંજાય છે ગિરનારમાં.

સાંજ થાતાં ઝાલરોનો નાદ ઝીણો ઝણઝણે,
ભાવભીનો શંખ પણ ફૂંકાય છે ગિરનારમાં.

ત્રાડ સાવજની વછૂટે છે અચાનક આભમાં,
કૈંક ટહુકા એમ થીજી જાય છે ગિરનારમાં.

ધૂપ-દીવા સાથ મીઠી મ્હેક છે લોબાનની,
ભેદ ચપટીમાં બધા ભૂંસાય છે ગિરનારમાં.

પથ્થરોમાંથી કથાઓ સામટી સામી મળે,
આપણો ઈતિહાસ ઊભો થાય છે ગિરનારમાં.

સંત, શૂરા ને સતીનાં થાનકો ટોળે વળે,
જીવતો ભૂતકાળ એ સચવાય છે ગિરનારમાં.

શ્વાસ આપોઆપ સઘળા થાય છે કેવા સભર!
વેદની ઋચા બધી વંચાય છે ગિરનારમાં.

જીવ શું છે? શું જગત છે? એ બધાયે પ્રશ્નનો-
અર્થ સાચો આખરે સમજાય છે ગિરનારમાં.

6 replies on “ગિરનારમાં – નીતિન વડગામા”

  1. હરણને તીર મારી મારીને ચીસ પડાવ્યા કરતી ગઝલો વચ્ચે નિર્ભિક પણે વિચરતા હરણની ચાલ જેવી ગઝલો ભાગ્યેજ જોવા મળતી હોય છે. આ ગઝલ એ નિર્ભિક વિચરણનો અદભૂત નમૂનો છે.

    મહત્વની અને દુર્લભ વાત એ છે કે આ ગઝલ એક સ-રસ કવિતા પણ છે!

  2. Having visited Girnar two years ago, I can relate to the spirit conveyed by this poem. It is a memorable experience to remember Bhakta Kavi-Philosopher Narsinh Mehta, Mithee Mathe Bhat poem, where a little girl becomes the victim of a lion, and of course, Manoj Khanderia and his love for this land, Nitin Vadgama has captured all these flavors in this poem. My congratulations and best wishes to the poet!
    Dinesh O. Shah, Gainesville, FL, USA

  3. Girnarma Kavita khub gami pan ek suchan chee ke girnar ma vikrami akada ma vruksho – treee nu vavetar karvani tati jaruriyat chee, nahi to avnari new generation mate aa kavita kalpana ni kavita bani rahese

  4. વાહ્…..

    Reminds me of Rajendra Shukla and Manoj Khanderia’s love for Junagadh and Girnar…

    શ્વાસ આપોઆપ સઘળા થાય છે કેવા સભર!
    વેદની ઋચા બધી વંચાય છે ગિરનારમાં.

Leave a Reply to Manisha Teraiya Cancel reply

Your email address will not be published. Required fields are marked *