…. તો કવિ રમેશ પારેખ દસ વર્ષ વધુ જીવ્યા હોત !

થોડા દિવસ પહેલા કવિ શોભિત દેસાઇના નાટક ‘એક ખોબો ઝાકળ‘ની વાત કરી હતી એ યાદ છે ? અને કાલે જ આપણે એમની ગઝલ ‘મુલાકાત પહેલી હતી‘ સાંભળી. અને મેં કહયું હતું કે એક ખોબો ઝાકળ વિષે થોડી વધુ માહિતી પણ ટહુકા પર આપીશ.

ડિસેમ્બર 4-8 દરમિયાન અમદાવાદ – ગાંધીનગરમાં આ નાટક પ્રસ્તુત થયું હતું, ત્યારે ગાંધીનગર સમાચારમાં કવિશ્રી શોભિત દેસાઇની મુલાકાત પ્રસિધ્ધ થઇ હતી, જે અહીં નીચે આપેલી બે માંથી કોઇ પણ એક લિંક પર ક્લિક કરીને વાંચી શકશો. પી.ડી.એફ પર વધુ સારી રીતે વંચાશે, પરંતુ તમારી પાસે એક્રોબેટ રીડર ન હોય તો જે.પી.જી. માં પણ વાંચી શકાશે.

Open as PDF File (in acrobat reader)

Open as JPG Image File

અને કવિશ્રી શોભિત દેસાઇએ એવી માહિતી આપી છે, કે જો પ્રયત્નો સફળ થાય, તો માર્ચ / એપ્રિલ – 07 થી આ નાટક અમેરિકા આવશે. સેન ફ્રાંન્સિસ્કો – લોસ એંજલેસથી શરૂઆત કરીને આ નાટક શિકાગો – ન્યુયોર્ક – ન્યુજર્સી સુધી જશે.
અને જયાં આવા દિગ્ગજ કવિઓની વાત હોય, ત્યાં એમની કોઇ એક રચનાને યાદ ન કરીએ, તો ચાલે ખરું ?

સમજાતું નથી તારી આ કુદરત શું છે ?
એની તને પરવા અને દહેશત શું છે ?
પાપી છીએ, સંતાડીએ મોઢું તો અમે;
અલ્લાહ ! તને પરદાની જરૂરત શું છે ?

– મરીઝ

બધાને આવતો સરખો વિચાર હોઇ શકું
અગર વિચારના વર્તુળની બહાર હોઇ શકું
હું કોઇ નક્કી નથી કે મને વિચારી શકો
જીવું ને જિંદગીમાંથી ફરાર હોઇ શકું

– રમેશ પારેખ

હવે ચહેરા ઉપરનું આવરણ બદલી નથી શકતો
સ્મરણમાંથી મિલનની એ જ ક્ષણ બદલી નથી શકતો
સભામાં દર્દ છે ને તોય મસ્તીમાં રહું છું હું
હવાની જેમ હું વાતાવરણ બદલી નથી શકતો

– શોભિત દેસાઇ

11 replies on “…. તો કવિ રમેશ પારેખ દસ વર્ષ વધુ જીવ્યા હોત !”

 1. સારી માહિતી લઈને આવ્યા છો ફરી એકવાર… રમેશ પારેખ સાચે જ દસ વર્ષ વધુ જીવ્યા હોત…પણ તે આ મૃત્ય પર્યંત થનારા સન્માન-કાર્યક્રમોના કારણે નહીં, પણ જો સમયસર કાર્ડિયોલોજીસ્ટને બતાવ્યું હોત અને જરૂરી સારવાર કરાવી હોત તો !

 2. sbjani2006@gmail.com says:

  બહુજ સરસ રીવ્યૂ છે.

 3. UrmiSaagar says:

  ખરેખર ખુબ જ સરસ માહિતી આપી છે જયશ્રી!
  આભાર…

 4. thaker devdutt says:

  સરસ

 5. Vihang Vyas says:

  પ્રિય જયશ્રીજી
  શોભિત દેસાઈનું આ અભિયાન ખુબજ પ્રશંસનીય છે. તમે તેની નોંધ લીધી તેથી ખુબજ ખુશી થઈ. રમેશ પારેખની રચનાઓને સુગમ સંગીતનાં કેટકેટલા અવાજોએ સ્વરબદ્ધ કરી છે. રમેશ પારેખ તો લયનાં રાજવી હતાં. મને મનસુબો થયો કે તેમના વિશે તમને જણાવું તો ટહુકાનાં ભાવકોને તેનાથી વાકેફ કરી શકાય. તેમની સુપ્રસિદ્ધ ગઝલ ” આ મનપાંચમનાં મેળામાં…….”
  ઉદય મઝુમદારે સ્વરબદ્ધ કરી છે. ઉદય મઝુમદાર, સુરેશ જોશી, રેખા ત્રિવેદી, રિષભ મહેતા, મેહુલ સુરતી, શ્યામલ-શૌમિલ, વગેરે સ્વરકારોએ તેમની કવિતા હોંશે હોંશે ગાઈ છે.
  તેમની અનેક રચનાઓ ટહુકામાં સ્થાન પામે તેવી આશા સાથે વિરમું છું. ( આ માટે હું તમને ઊપયોગી થઈ શકું છું…….મારું સદભાગ્ય માનીશ……આભાર)

 6. સરસ માહિતિ…
  આભાર…

 7. […] …. ?? ??? ???? ????? ?? ???? ??? ?????? ??? ! ?? ???? ????   PDF Flyer […]

 8. dr kiran says:

  સશ્ોoબભ્િiત્ દ્ેeસ્aૈi ન્ુu એeક્ ક્kકખ્ોoબ્ોo જ્aક્લ્ હ્aમ્aન્nજ્ દ્aલ્lલ્aસ્ મ્ બભ્aજ્jવ્ય્ ગ્ય્ુu.હ્ોoઉuસ્ેe ફ્ુuલ્lલ્ સશ્ોoવ્wન્a અઔuદ્િiએeન્nેe સ્sત્aન્nદ્િiન્nગ્ ઓoવ્aત્િiઓoન્ અઆaપ્pય્ુu.મ્aર્િiઝ્ ન્a પ્aત્tર્aમ્ એeમ્mન્ેe ત્ોo ર્aન્nગ્ ર્aકખ્િi દ્િiદધ્ોo.એeક્ વ્aકખ્hત્ જ્ોoવ્ જેeવ્ુu.

 9. સાચે જ કવિનુ ખરુ સન્માન અને ગૌરવ તેમની હ્યાતી મા થાય તો જ તેનો ખરો અર્થ….
  દવા જીવન સારુ જરુરી છે પણ પ્રશંસા અને સન્માને તેમની જીવન દોરી લમ્બાવી હોત….રમેશ પારેખ સાચે જ દસ વર્ષ વધુ જીવ્યા હોત…
  જયશ્રીજી, આ નાટક અમેરિકા આવે તો જ્ણાવશો……

 10. sharad radia says:

  I under stand birth and death are linked together. No one can change it for sure.Rameshbhai Parekh was one of the finest person, however, his time was written so not a single soul remeber to call doctor or take him to cardiologist. Our goal should be carry his task what ever he wanted to do if he was alive.

 11. GURUDATT says:

  છ અક્ષરનુ નામ, ભળી ગ્યું બે અક્ષરમાં
  સો વરસનુ કામ,ટળી ગ્યું બે અક્ષરમાં……

  રમેશજી હંમેશ જીવંત છે,આપણા સૌ ના હ્રદયમાં..

  આપનુ કામ ખૂબ સરાહનીય છે.. અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *