આજ મારા નુપૂરઝંકારને જગાડી કોણ જાય – પ્રવિણ બક્ષી

થોડા વખત પહેલા પ્રવિણ બક્ષીની એક રચના, ‘હાં રે અભિસારે નીસરી હું અનંતના…’ સાંભળી હતી, યાદ છે? એમની જ એક બીજી રચના, એજ ગાયકો અને સંગીતકાર ના સ્વરાંકન સાથે સાંભળીએ.. ફરી ફરીને સાંભળવાનું, એમની સાથે ગાવાનું મન થઇ જાય એવી મઝાની રચના..

સ્વર : ચિત્રા શરદ, પ્રકાશ સૈયદ
સંગીત : દિપેશ દેસાઇ

.

આજ મારા નુપૂરઝંકારને જગાડી કોણ જાય,
સૂર મારા પોઢી રહ્યા, નિંદરને ખોળલે,
રૂમઝુમ ઝુમ નાદ એનો વિશ્વમહીં વિસ્તરે..

સંધ્યા સલૂણી જઇ સાગરમાં પોઢતી,
અવનીએ ચૂંદડી અંધાર ઘેરી ઓઢતી
આજ મારી અંજલિએ પૂર્ણિમાની ચાંદની ઢોળાય…

ઘેરો રણકાર આજે વાગે મારી ઘૂઘરીમાં,
સૂરના સમીરણો ભરાય મારી બંસરીમાં,
આજ મારા આતમના આઠઆઠ વિંધ વિંધી જાય…

દેહના શૃંગાર જાગે, મનના મલ્હાર જાગે,
નવલા સંગીત આજ હંસ કેરા ગાન જાગે,
આજ મારી જીવનશિશિરમાં વસંતિકા લહેરાય…

– પ્રવિણ બક્ષી

11 replies on “આજ મારા નુપૂરઝંકારને જગાડી કોણ જાય – પ્રવિણ બક્ષી”

  1. pravin bhainu kavya khubaj saras chhe.rachana gahan chhe.rasswad manva mate thodo samay lai le tevo chhe.rachanani gahanta undi chhe.kavyama aalankaro ,rupak vagere pan chhe.sambhaline turat nyay aapavo yogya lagto nathi.kaqvy rachana ghani sundar chhe.khub maja aavi.

  2. સુંદર અને નવીનતમ સ્વરરચના સાંભળવા મને મળી. આભાર જયશ્રીબેન આપને તથા ગાયકોને અને કવિને કલ્પનાને…ઉષા.આજ મારા નુપૂરઝંકારને જગાડી કોણ જાય,
    સૂર મારા પોઢી રહ્યા, નિંદરને ખોળલે,
    રૂમઝુમ ઝુમ નાદ એનો વિશ્વમહીં વિસ્તરે..સુંદર વિશ્વસ્તરની ભાવના…

  3. મને એક જુનુ ગેીત જોઇયે ચે. મને ખબર નથિ કે અ ગેીત ચે કે ગર્બો.અને આ કોને ગાયુ ચે. બોલ ચે….અન્જ્વાદિ રાતલ્દિ ને તારા ના જ્હબ્કાર્ સર્ખે સરખિ સાહેલિ ને જ્હાન્જ્હર નો જ્હમ્કાર્.’..ા ગર્બો ક્યન પન વન્ચ્વ ન મલ્યો. મેહર્બનિ કરિ તમે શોધિ આપ્શો? તમારા સન્ગ્રહ મા પન અન થિ શરુ થતુ કોઇ ગેીત નથિ.
    ધન્યવાદ્.

  4. ખરેખર મારા નુપુરઝ્કાર જાગી ગયા.ખૂબ સરસ .

  5. આનંદ આપનારા શબ્દો અને સરસ સ્વરાન્કન, મોઘમ ઈશ્વરની અનુભુતી કરાવતુ ગીત……

Leave a Reply to M.D.Gandhi, U.S.A. Cancel reply

Your email address will not be published. Required fields are marked *