ટહુકો – મધુ શાહ

tahuko

તારો એક ટહુકો દઇ દે મને
મારું જીવનસંગીત સંપૂર્ણ તારું.

અપેક્ષા તારા એક જ સ્મિતની ને
મુજ જીવનભરનું હાસ્ય તારું.

મારી તરસ માટે તારી એક જ પ્યાલી
ને મારા જીવનસાગરનું જળ તારું.

તારા ફૂલની જો એક પાંદડી મળે
મારું આ જીવનવન તારું.

તારી એક જ પળ હું માંગુ પ્રભુ
લે બદલામાં આખું જીવન મારું.

5 replies on “ટહુકો – મધુ શાહ”

  1. સાદા શબ્દોમા ગહન વાત…

    બસ,

    તારો એક ટહુકો દઇ દે મને

  2. પ્રભુનાં પ્રેમની પરિભાષામાં ત્યાગ, સમર્પણ અને સનાતન સ્નેહ અમુલ્ય બની રહે છે. ભાવ જ્યારે આ બધાંમાં ભળે છે ત્યારે મધુર ભક્તિમય વાતાવરણ સર્જાય છે અને પછી અનુભવાય છે દિવ્ય પ્રેમની રેલમછેલ. મોટી મોટી ભેટસોગાદો અપાય છે, પણ ‘પ્રેમ’ વગર, ઈશ્વર જાણે છે કે માનવી તેને ‘ઉલ્લુ’ બનાવી રહ્યો છે, જ્યારે પ્રેમ અને લાગણીથી અપાયેલી નાનકડી ‘ચીજ’ દિલને જીતી, મન ને પ્રેમ ના મહાસાગર થી ભીંજવી હિમાલય ની શિતળતાનો રસ પ્રેમી હૈયાઓને ચખાડે છે. કેમ ખરૂં ને? – જય.

  3. અપેક્ષા તારા એક જ સ્મિતની ને, મુજ જીવનભરનું હાસ્ય તારું.
    તારા ફૂલની જો એક પાંદડી મળે, મારું આ જીવનવન તારું.

    વાહ!!! simply superb!

  4. chandani,
    prem ne odakhava mate ni najar joye
    pachi a isnhwar hoi ke prem aane jova matani
    aavi drashti joye
    janu sarjan ek kavi ana ek brahamaj kari sake

  5. અપેક્ષા તારા એક જ સ્મિતની ને, મુજ જીવનભરનુ હાસ્ય તારુ.
    Really nice written. than you

Leave a Reply to Foram Cancel reply

Your email address will not be published. Required fields are marked *