ટહુકો – મધુ શાહ

tahuko

તારો એક ટહુકો દઇ દે મને
મારું જીવનસંગીત સંપૂર્ણ તારું.

અપેક્ષા તારા એક જ સ્મિતની ને
મુજ જીવનભરનું હાસ્ય તારું.

મારી તરસ માટે તારી એક જ પ્યાલી
ને મારા જીવનસાગરનું જળ તારું.

તારા ફૂલની જો એક પાંદડી મળે
મારું આ જીવનવન તારું.

તારી એક જ પળ હું માંગુ પ્રભુ
લે બદલામાં આખું જીવન મારું.

5 replies on “ટહુકો – મધુ શાહ”

 1. Himanshu Zaveri says:

  અપેક્ષા તારા એક જ સ્મિતની ને, મુજ જીવનભરનુ હાસ્ય તારુ.
  Really nice written. than you

 2. brijesh says:

  chandani,
  prem ne odakhava mate ni najar joye
  pachi a isnhwar hoi ke prem aane jova matani
  aavi drashti joye
  janu sarjan ek kavi ana ek brahamaj kari sake

 3. Foram says:

  અપેક્ષા તારા એક જ સ્મિતની ને, મુજ જીવનભરનું હાસ્ય તારું.
  તારા ફૂલની જો એક પાંદડી મળે, મારું આ જીવનવન તારું.

  વાહ!!! simply superb!

 4. જય says:

  પ્રભુનાં પ્રેમની પરિભાષામાં ત્યાગ, સમર્પણ અને સનાતન સ્નેહ અમુલ્ય બની રહે છે. ભાવ જ્યારે આ બધાંમાં ભળે છે ત્યારે મધુર ભક્તિમય વાતાવરણ સર્જાય છે અને પછી અનુભવાય છે દિવ્ય પ્રેમની રેલમછેલ. મોટી મોટી ભેટસોગાદો અપાય છે, પણ ‘પ્રેમ’ વગર, ઈશ્વર જાણે છે કે માનવી તેને ‘ઉલ્લુ’ બનાવી રહ્યો છે, જ્યારે પ્રેમ અને લાગણીથી અપાયેલી નાનકડી ‘ચીજ’ દિલને જીતી, મન ને પ્રેમ ના મહાસાગર થી ભીંજવી હિમાલય ની શિતળતાનો રસ પ્રેમી હૈયાઓને ચખાડે છે. કેમ ખરૂં ને? – જય.

 5. dipti says:

  સાદા શબ્દોમા ગહન વાત…

  બસ,

  તારો એક ટહુકો દઇ દે મને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *