હું અમદાવાદનો રિક્ષાવાળો – અવિનાશ વ્યાસ

આજે ૨૧ જુલાઇ, વ્હાલા કવિ-સંગીતકાર અને જેને ફક્ત ગુજરાતી સંગીતની ઇમારતનો પાયો જ નહીં, પણ આખે આખી ઇમારત જ કહી શકાય એવા શ્રી અવિનાશ વ્યાસનો અને જેના નામ વગર ગુજરાતી કવિતા અધૂરી જ કહેવાય એવા કવિ શ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ..! ( જન્મ : 21 જુલાઇ, 1911 )

અવિનાશ વ્યાસને એમના સંગીતથી તો ગુજરાત આખુ જાણે છે, પણ એમના થોડા વધુ નજીકથી ઓળખવા હોય તો રીડગુજરાતી.કોમ પર પ્રસિધ્ધ થયેલો આ લેખ :એક ગરવા ગુજરાતી – વીણા દેરાસરી જરૂર વાંચવા જેવો છે. (વીણાબેનની પરવાનગી મળે તો આ આખો લેખ ટહુકો પર જરૂર સમાવીશ)

તો આજે સાંભળીયે અવિનાશ વ્યાસની કલમે લખાયેલ અને એમણે સ્વરબધ્ધ કરેલા કેટકેટલાય સુપ્રસિધ્ધ ગુજરાતી ગીતોમાંનું એક ગીત.. અમદાવાદનો રિક્ષાવાળો…! આ ગીતની સાથે સાથે અમદાવાદની સફર કરવાની પણ એક અનેરી મઝા સાથે..! અને કિશોરકુમારના સ્વરની હાજરી પણ એક રીતે આ ગીતને બીજા ગીતોથી અલગ પાડે છે.

.

હે… હે અલ્યા… હે બાજુ બાજુ… એ ભઈલા

હું અમદાવાદનો રિક્ષાવાળો
નવસો નવ્વાણું નંબરવાળો,
અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…
એવી રિક્ષાં હાંકુ હેરત પામે ઉપરવાળો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય,
જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના-મોટાં ખાય…
અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

ભદ્ર મહીં બિરાજે રુડા માતા ભદ્રકાળી,
ભીડ જામે ત્યાં ભક્તજનોની સૌના દુ:ખ દે ટાળી,
જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બુટ ચોરવાવાળો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

રાત પડે ત્યારે માણેકચોકની અંદર જાફત ઉડે,
અરે પાણીપુરી ને કુલ્ફી ભજીયા,શેઠ મજુર સૌ ઝૂડે…
દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

લૉ-ગાર્ડન કે લવ ગાર્ડન એ હજુ એ ના સમઝાય
પણ સાંજ પડે ત્યાં છોરા છોરી ફરવા બહાને જાય,
લૉ ને લવ ની અંદર થોડો થઇ ગયો ગોટાળો
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

એક વાણિયે સાબરના પાણીની કિંમત જાણી
દાંડી કૂચથી આઝાદીની લડત અહીં મંડાણી
પણ સાચો અમદાવાદી કોઇને કદી ન ઝૂકવાવાળો
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

કોઈ રીસાયેલા પ્રેમી-પંખીડા રિક્ષા કરતા ભાડે,
એકબીજાથી રૂસણું લઈને મીઠો ઝઘડો માણે,
પણ એક બ્રેકના ફટકે… કેવો કરીએ મેળ રૂપાળો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

અમદાવાદ…અમદાવાદ…અમદાવાદ…અમદાવાદ

————–

અને હા… અવિનાશ વ્યાસનું જ પેલું ‘ અમે અમદાવાદી… ‘ ગીત સાંભળવાનું ચૂકી ન જતા :)

28 replies on “હું અમદાવાદનો રિક્ષાવાળો – અવિનાશ વ્યાસ”

  1. અમર અવિનાશભાઈ ને સપ્રેમ સ્વરાંજલી…
    હું અમદાવાદનો રિક્ષાવાળો….

  2. One suggestion:
    The photograph of Ahmedabad (more appropriately, Amdavad!) put here doesn’t reflect the “mijaj” of the song. Please put suitable photograph of “Walled City Area”.

    I request all to furnish suitable photograph for this song.

    Thanks for this nice song.

    Best regards,

  3. just gret————- for avinash vyas, umashanker joshi and kishor kumar. all to gether because of mr asrani.

  4. સરસ ગીત,
    આખેઆખુ અમદાવાદ આંખ સામે આવી જાય.
    જયશ્રીબેન નો ઘણો આભાર,જુના ગીતો મુકવા માટે.

  5. મઝા આવિ ગઇ. એવુ નથિ લાગતુ કે નવા અમદાવાદ પર પણ આવુ ગીત લખવુ જોઇએ પન આજે ક્યાથી લાવવા અવિનાશ સાહેબ ને આવુ ગાયન લખવા કે કિશોરદા આવુ ગાયન ગાવા આજ ફિલ્મ નુ તુ ગરમ મસાલેદાર ખાટી મીઠિ વાનગી પન મુકવા વિનંતી

  6. Amrut Naik. 21st July,2009.
    The greatest name in Gujarati music is SHREE AVINASH VYAS.Every gujarati song of Shree vyas is often and often enjoyable. Hoping for moresongs.

  7. ગુજરાતની અસ્મિતા એવા આ ગુર્જર સુપુત્રોને શત શત……..વંદન.
    જયશ્રીબેન, આપની બહુમુખી પ્રતિભાના દર્શન———————-
    ‘ટહુકો ‘ કરાવે છે.
    આભાર.

  8. અમર અવિનાશ એટલે જ ગુજરાતી સુગમ સન્ગીત, એમનો કોઈ વિકલ્પ નથી એ સ્વિકારવુ રહ્યુ અને ગૌરવ લેવા જેવી વાત સૌ ગુજરાતીઓ માટે……કવિશ્રી ઉમાશંકર અને શ્રી અવિનાશભાઈને સલામ્……..

  9. અમદાવાદની સફર કરાવી. યાદ તાજી થઇ ગઈ.
    I enjoyed.
    Thanks.

  10. હા હા હા….આજના અમદાવાદી માટે આ અલગ જ અમદાવાદ લાગશે! એ જમાનાના અમદાવાદની તાસીર રજૂ કરતું ગીત આજે પણ ધૂમ મચાવે છે!

  11. that was the golden period of gujarati films,
    composer like avinash vyas are rare,
    he had imparted many7 good compositions to gujarati poetry,converted many folks in good compositions,
    everage gujarati was singing that song in those days,
    i would also like to remember purshottam upadhyay for his contribution to gujarati music,
    many names are coming to the memory dilip dholakia, hansa dave , nirupama sheth,
    one other song of veni bhai purohit is still popoular today u must be knowing
    tari aankh no afini
    thanks to remind this song
    salute to Vyaas saaheb and gujarati composers

  12. મારું અતિપ્રિય ગીત… આજે પણ કાર ડ્રાઈવ કરતી વખતે અવાર-નવાર સાંભળવાનું ચૂકતો નથી… નાનો હતો ત્યારે આખેઆખું ગોખી જ નાંખેલું…

  13. નામ અવિનાશ વ્યાસ..બસ પૂરતું
    ગુર્જર હૈયે સદાયે રમતું

    આદરણીય ઉમાશંકર જોશી…શતશત નમન

    thanks to share this great feelings.

    Ramesh Patel(આકાશદીપ)

  14. ખરેખર મજા આવી ગઇ.
    આવા જુના ગુજરાતી ગીતો કઈ વેબસાઇટ પરથી મળશે એ જણાવવા વિનંતી.

  15. બહુ મસ્ત ગીત છે. ફિલમમાં અસરાની ગાય છે. તમે ખરું લખ્યું છે, “ગુજરાતી સંગીતની આખે આખી ઇમારત જ કહી શકાય” એવા શ્રી અવિનાશ વ્યાસના બધાજ ગીતો ખરેખર સરસ જ છે.

  16. શ્રી અવિનાશ વ્યાસ વિશ્વ ગુર્જરીના રત્નોમાંના એક અણમોલ રત્ન.

    ગુજરાતી ફિલ્મ અને સુગમ સંગીત ક્ષેત્રમાં તેમનું યોગદાન અદ્વિતીય છે.
    આજના તેમના જન્મ દિવસે ભાવભીની સ્મર્ણાંજલી.

    સદા અમર
    શ્રી અવિનાશ વ્યાસનો
    આભાર માની કૃતજ્ઞતા વ્યક્ત કરૂં છું.

Leave a Reply to M.D.Gandhi, U.S.A. Cancel reply

Your email address will not be published. Required fields are marked *