જીવન અંજલી થાજો – કરસનદાસ માણેક

ગુજરાતી શાળામાં ભણેલા દરેકને આ સ્તુતિ થોડે -ઘણે અંશે તો યાદ જ હશે… ચલો, જો ભુલાઇ ગઇ હોય તો હું આજે યાદ કરાવી દઉં..!  અને એ પણ ત્રણ અલગ-અલગ સ્વર-સંગીત સાથે..!! અને શાળાજીવન યાદ કરાવતી આ રચના સૌપ્રથમ સાંભળીએ બાળકોના સ્વરમાં….

.

સ્વર : મહાલક્ષ્મી અવરાણી

This text will be replaced

સ્વર : નિશા ઉપાધ્યાય, ગૌરવ ધ્રુવ
સંગીત : કૌમુદી મુન્શી

This text will be replaced

જીવન અંજલી થાજો !
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !

24 replies on “જીવન અંજલી થાજો – કરસનદાસ માણેક”

 1. જય પટેલ says:

  ડ્યુએટ વર્ઝન ગમ્યું.

 2. ત્રિપલ બોનાંઝા માણવાની મજા આવી…

 3. Dr. Dinesh O. Shah says:

  બધાજ કલાકારોને મારા અભિનઁદન!! એકદમ શીતળતા ભરેલુ ગીત અથવા પ્રાર્થના !!
  દિનેશ ઓ.શાહ, ગેઈન્સવીલ, ફ્લોરિડા, યુ.એસ.એ.

 4. Mital says:

  Hi
  I liked the kid’s version most.

  You did bring back the memory of school days.

  Thank you very much.

 5. Pravin V. Patel [Norristown, PA. USA ] says:

  બાળ કલાકારોનો ભાવ હૃદયસ્પર્શી છે.
  ખૂબજ ભાવવાહી રચના અને રજુઆત.
  ધન્યવાદ.

 6. Pradip Patel (Australia) says:

  ખુબ જ મજા આવી.
  ગુજરતી શાળાની યાદ આવી ગઈ.

 7. Snehal says:

  અરે વાહ, મજા આવી ગઈ.

 8. yashvi says:

  wow…. i love itt… i was uesd to song thissong when i was small … .thnak u sooo much for posting this ….

 9. bhavesh kotak says:

  wahhhhhhhhhhhh bhu maja avi gayi khub saras junu git yaad avi gyu

 10. Chilka Patel says:

  this is my favorite prathna from high school. i love it… tank you very much for posting this thank you !!!!

 11. Gaurang Shah says:

  મારી ખુબ જ ગમતી પ્રાથ્રના.

 12. ખુબ સરસ પ્રથ્ના ચ્હે . મન એક દમ અનન્દ મા આવિ ગયુ

 13. Ashvin Sheth says:

  The best sung by children.

  Ashvin Sheth

 14. Ashvin Sheth says:

  બાલકોના અવાજમા મધુરતા

  અશ્વિનકુમાર

 15. r p zala says:

  ખુબજ સરસ.

 16. parul desai says:

  હાલ મા અમલસાદ h.d.s.m. high schoolઆ પ્રાથના ગવાય, schoolનિ યાદ અપાવવા બદલ આભાર

 17. nice song . i like it.

 18. rajan says:

  મજા આવિગેઈ સ્કુલ્ લાઈફ યાદ આવિ ગઈ

 19. Haresh Shah says:

  મજા આવી ગઈ….. ઘણા વખત થી આ પ્રાર્થના શોધતો હતો.. આમ અચનાક જ મળી ગઈ.. ખુબ ખુબ આભાર જયશ્રીબેન્. ત્રણે પ્રકાર મા અલગ અલગ મજા મળી. ફરી એક વાર આપનો આભાર્…

 20. Siddharth Patel says:

  ખરેખર સ્કુલ ના દિવસો નેી યાદ તાજેી થઈ ગઈ….અભાર..

 21. G D Purohit says:

  સરસ પ્રાર્થના છે.

 22. Rajesh Patel says:

  ખુબ સરસ પ્રથ્ના ચ્હે . ંમૉજ પડી ગઈ…!!

 23. જિવનનો અર્થ બતાવતિ પ્રાર્થના ખુબ જ સરસ

 24. kaumudi says:

  બહુ જ મઝા પડી – સરસ ગીત – ઘણા વર્શો પછી સામ્ભલ્યુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *