એક ખોબો ઝાકળ

‘મરીઝ’ – ગુજરાતી ગઝલોના બાદશાહ, ગુજરાતના ગાલિબ.

નથી હું કહેતો કે સાચા વિવેચકો ન મળે
કલાને એના વફાદાર ચાહકો ન મળે
ભલેને ખોટા ટીકાકારો પણ રહે કાયમ
‘મરીઝ’ને જૂઠા પ્રસંશકો ન મળે

‘રમેશ પારેખ’ – ગુજરાતી કવિતાના ઇન્દ્રધનુષ.

આ બાજુ જંગલદહન દેમાર ચાલુ, રમેશ,
આ બાજુ કૂંપળ અવનવી ફુટવાની કથા છે !

કહેવાય છે કે આ બંને સર્જકોને એમના જીવનકાળ દરમ્યાન એ પ્રસિધ્ધિના મળી, કે જેના તેઓ ખરેખર હકદાર હતા. ગુજરાતી કવિતા અને ગઝલના વિશ્વમાં આ બંને નામ કાયમ બુલંદ સિતારા બનીને ઝળહળતા રહેશે, એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.

આ સર્જકોની પ્રસિધ્ધિના આશયથી, તેમના જીવન અને તેમની ગુજરાતી ભાષા સાથેનો સંબંધ દર્શાવતા એક નાટક ‘એક ખોબો ઝાકળ’નું સર્જન કરવામાં આવ્યું. આ નાટકના લેખક, નિર્દેશક અને એક્ટર પણ છે ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા લેખક – કવિશ્રી શોભિત દેસાઇ. શ્રી દેસાઇ, નાટકના પ્રથમ ચરણમાં ‘મરીઝ’ અને બીજા ચરણમાં ‘રમેશ પારેખ’ ની ભૂમિકા કરી દર્શકો સમક્ષ ગુજરાતી સાહિત્યના ઇતિહાસના એક અભિન્ન અંગને જીવંત કરે છે.

શ્રી શોભિત દેસાઇના પોતાના બેનર ‘ચરિત પ્રોડકશન્સ’ હેઠળ ભજવાતા આ નાટકને મુંબઇ અને કલકત્તામાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. દરેક જગ્યાએ એકી કંઠે વખણાયેલા આ નાટકનું એક મોટુ જમા પાસુ એ પણ છે, કે દરેક શો પછી શ્રી રમેશ પારેખ અને મરીઝ ના પરિવારને Rs. 5000/- મોકલવામાં આવે છે.
મારા, અને ટહુકાના વાચકો તરફથી શ્રી શોભિત દેસાઇને આ પ્રકારનું અત્યંત પ્રશંસનીય કાર્ય કરવા બદલ હાર્દિક શુભેચ્છાઓ.
સાથે વાચકોને ખાસ વિનંતી : તક મળે તો આ નાટક જોવાનું ચુકશો નહીં

બચ્યા છે કેટલા ? એ શબ્દ પણ ગણી લઉં છું
છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું
ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું
– શોભિત દેસાઇ

( આ નાટક વિષે થોડી વધુ માહિતી ટુંક સમયમા ટહુકો.કોમ પર ઉપલબ્ધ્ધ થશે ) :

…. તો કવિ રમેશ પારેખ દસ વર્ષ વધુ જીવ્યા હોત !

12 replies on “એક ખોબો ઝાકળ”

  1. shobhit bhai ne me paheli varr mari school na kavi samaroh ma sambhdela ane tyar thi tem no fen cheane sachu kahu to aa natak joya pachi temno vadhare fen thai gayo chu….
    this is the proof shobhit bhai ke prayatna sacho hoy to safalta jaroor made che and u proove that

  2. jayshreeben again i correct your statement that this drama was produced by Creative group kolkata with our concept and all credits going to sobhit is a hurting process to all the creative people…plese correct after confirming with sobhit tnxs

  3. ગુજરાતના ગાલિબ – મરીઝ , રમેશ પારેખ – ગુજરાતી કવિતાના ઇન્દ્રધનુષ અને શોભિત દેસાઇ

    આપા સૌને…ઝાક્ળ ભીના નયનો થી ઈસ નાચીઝ ની સલામ્…..

    કાશ મને શ્રી શોભિત દેસાઇના પોતાના બેનર ‘ચરિત પ્રોડકશન્સ’ હેઠળ ભજવાતા નાટક ‘એક ખોબો ઝાકળ’મા નાટકના પ્રથમ ચરણમાં ‘મરીઝ’ અને બીજા ચરણમાં ‘રમેશ પારેખ’ ની ભૂમિકા કરવા નો મોકો મળે……..!

  4. hay boss, “ek khobo jakad” was a idea frm creative group,kolkata.We kolkatan’s wanted to see and listen kavita and gazals of Mariz and Ramesh bhai…We requested sobhibhai to handle our concept and we hv decided which kavita and gazals we wanted him to recite…Mr.Sobhit desai was never a actor but we wanted him to perform….we hv produced the play and it was a gr8 sucess in kolkata..tnxs to sobhit’s gr8 perfomance…but unfortunetlly sobhit has never mentioned abt this is shocking……

  5. vahali jayshree,
    shobhit desai mara pan manpasand kavi che.emnu natak KHOBO BHARINE ZAKAL laine canada na avi shake? to videsh ma vasta gujaratio pan mani shake?
    snehpurvak,ketki desai…
    Toronto/canada

  6. બહુજ સુંદર મુક્તકોેે છે. વાહ શોભીત દેસાઇ

  7. ‘એક ખોબો ઝાકળ’ નો પ્રયોગ હમણા જ વલસાડ માં જોયો. મેં જોયેલા નાટક માં પ્રથમ રમેશ પારેખ નો અને પછી મરીઝ નો ઈન્ટરવ્યુ જોયા. દુઃખ થયું. રમેશ પારેખ ને કે મરીઝ ને જોયા નથી કે સાંભળ્યા નથી પણ ચોક્કસ તેઓ શોભિત જેવા તો નહી જ હોય.મતલબ કે વારેવારે પોતાના હાથ થી મોટે મોટે તાળીઓ તો આ બે કવિમાંથી કોઈ પણ નહી જ પાડતાં હોય.with all the respect for shobhita desai,મને તો પારેખ કે મરીઝ ની જગ્યાએ શોભિત દેસાઈ જ દેખાયા જે પ્રેક્ષક ની રસક્ષતી નો વિચાર કર્યા વગર પોતાની memory ની કમાલ દેખાડી ગયા.

  8. મહેન્દ્ર મેઘાણી ના સંપાદન હેઠળ રચિત ‘ગીત એક ગાયું ને વાયરે વાવ્યું’ માંથી (પાનું ૧૦૬) રમેશ પારેખ લિખિત એક ઝલક રજું કરું છું.

    ગુલાબ આપની આંખોમાં એવાં ખીલેલાં
    સ્વયં મેં છાબડી થૈ થૈને એને ઝીલેલાં.

    જય

  9. શોભિત દેસાઇ કવિ હોવા ઉપરાંત અત્યંત મોહક દેખાવ ધરાવતા, સ્ટેજ પરફોર્મર પણ છે. તેમની રચનાઓ તરન્નુમમાં તેમના જ કંઠે સાંભળવી એ એક લ્હાવો છે. મને બહુ જ ગમતી તેમની એક રચના-
    ‘આકાશ તો મળ્યું પણ , ઊડી નથી શકાતું
    પિંજરને તોડવામાં પાંખો કપાઇ ગઇ છે.’

Leave a Reply to UrmiSaagar Cancel reply

Your email address will not be published. Required fields are marked *