પીયરને પીપળેથી આવ્યું પારેવડું… – અવિનાશ વ્યાસ

સ્વર: આશા ભોંસલે
સંગીત : અવિનાશ વ્યાસ

.

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

મૈયરનું ખોરડું ને મૈયરની ગાવડી,
મૈયરની સામે એક નાની તલાવડી,
એવા મારા મૈયરનું આ રે પારેવડું,
એને આવે ના ઉની આંચ રે..
પારેવડાંને કોઇ ના ઉડાડશો..

એ રે પારેવડાંમાં જનક ને જનેતા,
એ રે પારેવડે મારો ભાઇ..
એ રે પારેવડાંમાં નાનકડી બેનડી,
એ રે પારેવડે ભોજાઇ..
પારેવડાંના વેશમાં આજ મારે આંગણે,
મૈયર આવ્યું સાચો-સાચ રે..
પારેવડાં ને કોઇએ ના ઉડાડશો..

એ રે પારેવડે મારા મૈયરનો મોરલો,
એ રે પારેવડે મારા દાદાજીનો ઓટલો,
એ રે પારેવડું મને જોતું રે વ્હાલથી,
એને કરવા દ્યો થનગન થન નાચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

– અવિનાશ વ્યાસ

30 replies on “પીયરને પીપળેથી આવ્યું પારેવડું… – અવિનાશ વ્યાસ”

  1. લાગ્ નેીસભર્ ગેીત. પિયર્ તો ભુલાતુ હોય કાઈ?

  2. મારા બે મહિના પછી લગન થવાના છે . આ કાવ્ય વાંચ્યા પછી મારું મન ભરાઈ આવ્યું અને હું પણ લગન પછી આવીજ રીતે મારા મહીયરને યાદ કરીશ દીકરીઓની લાગણીઓને સમજવા માટેનું ઉત્તમ ગીત છે

  3. બહુજ સરશ ગિત.દિકરિને સાસરે પિયર નિ યાદ આવેજ. કેટલિ સુન્દેર ભવ્ના છે.જ્યા બાલ્પાન વિતાવિયુ હોય તે કેમ ભુલિ સકે? સર્સ ગિત માટે આભિનનદન.

  4. ઓહોહો મણીદાદા… કેવું મઝાનું ગીત યાદ કરાવી દીધું. પારેવડાં જાજે, પિયું ને દેશ… લઇ જાજે મારે સંદેશ.

    ઝાંખો ઝાંખો તે મારો ઉગે ચાંદલીયો..
    ઘરની આ ભીત્યું મને ભરડે છે ભીંસમાં..

    હવે પિયરીયું લાગે, પરદેશ… પારેવડા…
    જાજે પિયું ને દેશ…

    હવે તો જલ્દીથી શોધીને ટહુકો પર મુકવું પડશે આ ગીત..

  5. પારેવડા જાજે પિયુના દેશમાઁ….
    જેવુઁ આ પણ સુન્દર ગેીત છે.આભાર !

  6. એ રે પારેવડાંમાં જનક ને જનેતા,
    એ રે પારેવડે મારો ભાઇ..
    એ રે પારેવડાંમાં નાનકડી બેનડી,
    એ રે પારેવડે ભોજાઇ..
    પારેવડાંના વેશમાં આજ મારે આંગણે,
    મૈયર આવ્યું સાચો-સાચ રે..
    પારેવડાં ને કોઇએ ના ઉડાડશો..

  7. આશાજીના સ્વરમાપિયરિયાના વિરહનો રન્જ અને પારેવડુ આવ્યાનો આનન્દ

    બન્ને ખૂબજ સરસ રીતે અભિવ્યક્ત થયાછે. બન્ને ભાવોને શ્રોતા ઓ સમક્ષ એકસાથે

    વ્યક્ત કરવા અને તે પણ સ્વરમા એખૂબ કપરુ અને પ્રશન્સનીય છે. અશાજી

    સિવાય આવુ ભગીરથ કાર્ય ભાગ્યેજ કોઈ કરી શકે.આશાજીને ધન્ય્વાદ.

  8. it is really true.. paradesi ne to paravadu pan nathi dekhatu. it is really amazing song. jyare mane bahu j piyar ni yad ave ne tyare aa song sambhani ne man havalu thay jay che..

  9. પરદેશીઓ ને તો પારેવડુ પણ નસીબ ના હોય!!!!બધી ચક્લિઓ..ખિસકોલીઓ..હોલાઓ …ઓહો હો…ધણુ બધુ એકસામટુ યાદ આવી ગયુ
    આભાર

  10. i Really impress, hearing this song……..I Really Remember my Home town……
    THANKS.. JAYSHREE BEN……….

  11. આશા દીદી નો અવાજ જાણે મધ ની ધાર !

  12. સુન્વેર્શબ્દોમ વ્નયેલિ નજઉક લગનિઅઓમે સુમધુર કમ્થ્નો સથવરો મન લગ્નિઅઓથિ ભિમ્જઐ નચિ ઉથ્યુ .અવિનશ્ભૈ મતે સ્ગઊ કહેવનુ? આશજિને અનેકધન્યવાદ .

  13. ખરેખર સાવ અનાયાસજ આવી સુંદર સાઈટની મુલાકાત થઈ ગઈ. ખુબ સુંદર. આના માટે ખુબ ખુબ આભાર. વધારે અને વધારે લોકો આનો લાભ લે એવી આશા.

  14. Beautiful.
    Just one word is enough to describe the song. Like to hear again & again.
    Rashmi

  15. “વામ એક વાસની કાયા કનક કેરી મોરપીછ માથે રે ……….મોહન મોરે ઘર આયો.”
    આ ગીત સંભળાશો
    આભાર

  16. very nice song…I am happy in my husband’s home but Its very true that we miss our childhood, our home where we born & grew up , our all memories that never can be compared with anything. Its always priceless that no any man can understand.

  17. મસ્ત મજાનું ગીત !

    સાસરું-પિયર એક જ ગામ… તો’ય પિયરની યાદ આવી જાય !!

  18. વારંવાર સાંભળ્યું, છતા મન ના ધરાયુ……….
    ખૂબ આનંદ થયો.
    આભાર,જયશ્રી,
    સીમા

  19. ઓલ ઈન્ડિયા રેડિઓ મુંબઈના એફએમ સ્ટેશન પર આવતા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આ ગીત સાંભળ્યું હતું. આજે ફરી સાંભળી અમો બન્ને લાગણીમાં તણાયાં.હાલ અમારા પુત્ર-પુત્રવધુ-પૌત્ર પાસે સન્નિવેલ-કેલિફોર્નિઆ મુલાકાત પર આવ્યાં છીએ.આપના ટહુકાએ વતન અને પિયરની યાદ તાજી કરી. આભાર. સાથે ફિલ્મ બંદીનિનું સુન્દર ગીત યાદ આવ્યું-અબકે બરસ ભેજ ભૈયાકો બાબુલ,સાવનમેં લીજો બુલાય રે…આશા ભોંસલે-સચિન દેવ બર્મન.. સંભળાવી શકશો?

    વીરેન્દ્ર-વેણુ

  20. સ્વ. અવિનાશ વ્યાસની રચના અને આશા ભોંસલેનો સ્વર એટલે આનદ જ હોય , આભાર……

  21. મને પણ ખુબ ગમ્યું.પેલું ગીત યાદ આવી ગયું,”મોરલો બોલ્યો બોલ્યો રે મારા મૈયેરનો”

Leave a Reply to manvant patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *