સૂડી વચ્ચે સોપારી – ભગવતીકુમાર શર્મા

સૌથી પહેલા તો કવિ શ્રી ભગવતીકુમાર શર્માને એમના ૭૫મા જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

HAPPY 75th BIRTHDAY Dear Bhagavatikaka…!!!

ઓગસ્ટ ૨૦૦૭માં સુરત ગઇ હતી ત્યારે સપ્તર્ષિના એક કાર્યક્રમમાં એમને રૂબરૂ મળવાનો અને એમના આશિર્વાદ મેળવવાનો મોકો મળ્યો હતો. (આભાર જનકભાઇ & મકરંદભાઇ… એ દિવસ મારા માટે ઘણી રીતે સ્પેશિયલ હતો..)

અને કવિને ટહુકોની શુભેચ્છાઓ સૂની સૂની તો ના જ હોઇ ને? સાંભળીએ ભગવતીકાકાનું એક રમતિયાળ ગીત – અમર ભટ્ટના સ્વરાંકનમાં. ૨૦૦૭ના સમન્વય કાર્યક્રમમાં ‘આ વર્ષના સ્વરકાર’ તરીકે અમરભાઇએ કેટલાક ગીત-ગઝલ રજુ કર્યા હતા, એમાંનું આ એક ગીત… અને કોઇ પણ ગીત-ગઝલ રજુ કરવાની એમની આગવી રીત અહીં પણ સાંભળવા મળશે જ..

આ ગીત એમના નવા આબ્લમ ‘શબ્દોનો સ્વરાભિષેક’માં પણ સ્વરાંકિત છે, અને હા.. મેં અને અહીં બે-એરિયાના બીજા કેટલાક મિત્રોએ તો આ ગીત અમરભાઇ પાસે રૂબરૂમાં સાંભળ્યું છે. (લોસ એંજલિસના મિત્રોને એ લ્હાવો આવતી કાલે મળશે 🙂 )

સ્વર: શ્રધ્ધા શાહ, ગાર્ગી વોરા

.

સ્વર : વિરાજ – બીજલ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક

.

સૂડી વચ્ચે સોપારી ને સોપારી નંગ સોળ
કે રાજ લવિંગ લ્યો…
સોળ વરસની છોરી એને કાળજે કુણા સોળ
કે રાજ લવિંગ લ્યો…

નમણી નાગરવેલ એનાં લીલાં પાન કપૂરી
હો સોળ વરસની ઉંમર કાજે ક્યાં લગી રહેવું ઝુરી
એક બેડું આપે તો, આખો મનખો ઝાકમજોળ, કે રાજ…

સૂડી વાગી આંગળીયે એનો કાળજડે ગરમાટો
હો પાલવનું રેશમ ફાડીને ચાલો બાંધીએ પાટો
રસ ઝરપે ને લોહી દદડે, ધબકારે ઘમરોળ, કે રાજ…

સોળ વરસની છોરી એને કાળજે કુણા સોળ, કે રાજ…
સૂડી વચ્ચે સોપારી ને સોપારી નંગ સોળ, કે રાજ…

—————————–

અમરભાઈએ યાદ કરેલા ગીત-ગઝલ :

એ સોળ વરસની છોરી,
સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી.
એ સોળ વરસની છોરી…

– પ્રિયકાંત મણિયાર

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

– મનોજ ખંડેરિયા

—————————–

ભગવતીકાકાની અન્ય રચનાઓ અહીં સાંભળો / વાંચો :

ટહુકો પર
લયસ્તરો પર
ગાગરમાં સાગર પર

19 replies on “સૂડી વચ્ચે સોપારી – ભગવતીકુમાર શર્મા”

  1. બહુ સરસ. મઝા પડી ગુજરાતી ગીત સાંભળવાની.આભાર.

  2. I have one poem “solmi mausam ” Poet is Badal,
    These are it’s wordins:Limboli ek ek gothvi ne ekli hu chhaneru ganvane bethi”

  3. જયશ્રીબેન,
    આ ગીતમા “રાજ લવિન્ગ લ્યો” નો ભાવાર્થા સમજાવી શકશો? અને આખા ગીત નો ભાવાર્થ ૧-૨ વાક્યો મા સમજાવી શકો તો બહુજ આભાર.

  4. સુંદર ગીત. જન્મદિવસની મુબારકબાદી કવિશ્રીને.
    સપના

  5. ખુબ ખુબ શુભેછાઓ જન્મદિવસની ભગવતીકુમારભાઈ !

    આપને અમારા ગામના જમાઈ ના સઁબધે બધાજ કપડવઁજીઓ તરફથી આનઁદસભર શુભેછાઓ પાઠવુ છુ. આપને, સ્વરાઁકન કરનારને તેમજ ગાયિકાઓને સુઁદર ગીત ટહુકો ઉપર મુકવા આભાર. જયશ્રીબેનનો પણ્ આભાર, આપણા કવીઓને યાદ કરી તેઓના જન્મદિવસો આવા ગૌરવથી ઉજવવા બદલ આભાર!

  6. મુરબ્બી કવિશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ…. એમનું સ્વાસ્થ્ય વધુ સારું રહે અને ઉત્તરોત્તર સારું થતું રહે એવી પ્રાર્થના…

    સુંદર રચના… સ્વરાંકન અને ગાયકી પણ ગમી ગયા…

  7. ભગવતીકાકાને જન્મદિન મુબારક
    તેઓ તન અને મનથી સ્વસ્થ રહે અને શતાયુ બને તેવી પ્રભુને પ્રાર્થના

  8. શ્રી ભગવતીભાઈને જન્મદિવસની અનેક શુભકામનાઓ, અમારા સુરતના કવિ અને આજે શ્રી જયશ્રેીબેન તમે જેમનો ઉલ્લેખ કર્યો તે શ્રી મકરન્દભાઈ મારા અન્તરગ સ્નેહિ અને શ્રી જનક્ભાઈ મિત્ર અને સપ્તર્ષિના ઘણા કાર્યક્રમો માણ્યા છે તે યાદ કરાવવા બદલ આપનો આભાર્………

  9. એક બેડું આપે તો, આખો મનખો ઝાકમજોળ,

    અત્યંત સુંદર!!!
    ભગવતીકાકા, સાચેજ તમે સુરત ની શાન છો. જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ…!

  10. ભગવતીકાકાને જન્મદિવસની અઢળક હાર્દિક શુભેચ્છાઓ…!

    ખૂબ જ સુંદર ગીત…!

  11. ભગવતીકાકાને જન્મદિવસની હાર્દીક શુભેચ્હાઓ—–

    ઘણૂ જ સુન્દર ગીત…..

  12. ભગવતીકાકાને જન્મદિવસની અઢળક હાર્દિક શુભેચ્છાઓ…!

    ખૂબ જ સુંદર ગીત…!

  13. ઝાકમજોળ,

    અભિનદન અને આભાર……..
    ભગવતીકુમાર શર્મા, અમર ભટ્ટ, ગાર્ગી વોરા, શ્રધ્ધા શાહ…અને ટહુકા…સૌનો.

    આખો મનખો ઝાકમજોળ, કે રાજ્

  14. ભગવતીકાકાને જન્મદિન મુબારક. મોહક ગીત અને એવું જ મીઠું ગાન અને સ્વર-નિયોજન.

Leave a Reply to Dharmendra Trivedi Cancel reply

Your email address will not be published. Required fields are marked *