સાંભરે… – સુરેન ઠક્કર ‘મેહુલ’

સ્વર : આશિત દેસાઇ
સંગીત : ચન્દુ મટ્ટાણી
આલ્બમ : મા ભોમ ગુર્જરી

કલરવોના ઘર સમું કલબલતું આંગણ સાંભરે,
સાવ લીલુંછમ હજી આજેય બચપણ સાંભરે.

જીવ માફક જાળવ્યાં ભવનાં એ ભારણ સાંભરે,
વ્હાલસોયાં થઇને સોંસરવાં સર્યા-જણ સાંભરે.

આયખા આડે જો ઘુમ્મસ હોય તો પણ સાંભરે,
ક્યાંય બિમ્બાય હતો એ મનનું દર્પણ સાંભરે.

કોક દિ’ એવું બને કે આંખમાં આંધિ ચઢે,
કોક દિ’ એવું બને કે વાત બે-ત્રણ સાંભરે.

ગહેક પીધી ને રગેરગથી કસુંબલ થઇ ગયો,
આયખે અનહદ ભર્યો એ ટહુકે સાજણ સાંભરે.

સાવ અણધાર્યા સમયના ઘૂંટ ઘેરાતા ગયા,
કેટલી અણગત છતાં તરસી એ પાંપણ સાંભરે.

બંધ મુઠ્ઠીમાં હતી આકાશની ગેબી અસર,
એટલે કૈં કેટલાં કોડીલા સગપણ સાંભરે.

સાવ ધુમ્મસીયા ચહેરાઓ હવે વાંચી શકું,
સાવ આભાસી સંબંધોનાંય પગરણ સાંભરે.

6 replies on “સાંભરે… – સુરેન ઠક્કર ‘મેહુલ’”

  1. little bit currection in Surenbhai’s surname: He is Thakar Not Thakkar. Thakars are brahmin & Thakkars r Lohanas. Content & Presentation is too good.

  2. વાહ ! આખેઆખી ગઝલ ગમી ગઈ. આ કવિને સાંભળવા પણ એક લ્હાવો છે. આ ગઝલ પીધીને રગેરગથી કસુંબલ થઈ ગયો.

Leave a Reply to dinesh j. gogari Cancel reply

Your email address will not be published. Required fields are marked *