બિંદુ ઝાકળ તણું – કિરણ ચૌહાણ

દર્દનો હું આજ પડછાયો હણું,
ત્યાં પછી આનંદનો પાયો ચણું.

દે ઘડીભર સ્પર્શવાનો હક મને,
હું ય સ્પંદનનો હવે કક્કો ભણું.

ઝંખના છે કોઇ પથ્થરમાં હવે,
લાગણીનો તાર થઇને રણઝણું.

રણમહીં વેરાઇ મારી જિંદગી,
રેતમાં ભીંજાયેલી યાદો વણું.

સૂર્યને પણ પી ગયો આજે ‘કિરણ’,
લ્યો ! બનીને બિંદુ આ ઝાકળ તણું.

6 replies on “બિંદુ ઝાકળ તણું – કિરણ ચૌહાણ”

  1. MARE જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો નર્મદા માત ની સુવર્ણ અક્ષરે લખસે દરિયો યશગાથા ગુજરાતની…………଒
    મારે આ અમૂલ્ય ગીત ની ફર્માઇસ આપ સમક્ષ કરુ છુ

  2. સૂર્યને પણ પી ગયો આજે ‘કિરણ’,
    લ્યો ! બનીને બિંદુ આ ઝાકળ તણું.

    બહુ જ સરસ વિચાર અને એટલું જ સરસ ચિત્ર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *