પ્રણયનો વિવેક – શૂન્ય પાલનપુરી

જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,
જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે.

પાંપણ ઝુકી ગઈ છે એ શરણાગતિ નથી,
સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે.

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનો રાજ્યાભીષેક છે.

આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું,
માણસ તરીકે ‘શૂન્ય’મજાનો છે નેક છે.

એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે.”

(કવિ પરિચય)  

Pranay no vivek – shoonya palanpuri , shunya palanpuri

7 replies on “પ્રણયનો વિવેક – શૂન્ય પાલનપુરી”

  1. why vivek??koni yaad sangharine betha cho??
    kavyani panktio jane apnij andarthi ugi hoy evu lage che ne?
    ketki.

  2. ખુબ જ સરસ રચના ચ્હે….ખાસ કરેી ને આ પન્ક્તિ ઓ..

    પાંપણ ઝુકી ગઈ છે એ શરણાગતિ નથી,
    સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે.

    આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
    દિલમાં કોઈની યાદનો રાજ્યાભીષેક છે.

  3. આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
    દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે.

    મારો પણ આ અતિ પ્રિય શેર છે…

  4. After reading this,you need not to be poet to feel what it says.this is truely self expressive ghazal.a real gem…….hats off to this….masterpiece.

  5. આ ગઝલ મારી ખાસ લાડકી ગઝલ છે. એક કારણ તો એ કે એમાં મારું નામ જે રીતે વણી લેવામાં આવ્યું છે એ કળા અને મસૃણતા મને હસ્તગત નથી. અને બીજું, એમાં દિવાના દિલદાર દિવસોના જમાનાનો મારો પ્રિય શેર બિરાજમાન છે:

    આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
    દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે.

Leave a Reply to સુરેશ જાની Cancel reply

Your email address will not be published. Required fields are marked *