ભૂલી જા – મનોજ ખંડેરિયા

દૂખ ભૂલી જા દિવાલ ભૂલી જા
થઈ જશે તૂં યે ન્યાલ ભૂલી જા

જીવ કર મા ધમાલ ભૂલી જા
એનો ક્યાંછે નિકાલ ભૂલી જા

જો સુખી થવું જવું હોય તારે
તો જે થતાં સવાલ ભૂલી જા

મૌન રહી મિત્રતાનુ ગૌરવ કર
કોણે ચાલી હતી ચાલ ભૂલી જા

રાખ મા યાદ ઘા કર્યો કોણે
ને તું બન્યો કોની ઢાલ ભૂલી જા

એ નથી પંહોચવાની એને ત્યાં
તેં લખી તી ટપાલ ભૂલી જા

ઘેર જઈ ધોઈ નાખ પહેરણ તું
કોણે છાંટ્યો ગુલાલ ભૂલી જા

રાસ તારે નિરખવો હોય ખરો
હાથ સળગ્યો કે મશાલ ભૂલી જા

બે લખી ગઝલ મોથ શું મારી
એ તારી ક્યાં કમાલ ભૂલી જા

– મનોજ ખંડેરિયા

13 replies on “ભૂલી જા – મનોજ ખંડેરિયા”

  1. બે લખી ગઝલ મોથ શું મારી
    એ તારી ક્યાં કમાલ ભૂલી જા
    How can we forget you ??

  2. જીદગીમાં સુખી થવુ હોય તો તમામ વેરઝેર ભૂલી જઈને નરસિંહ મહેતાની જેમ જીવન જીવીશું તો કોઈ તકલીફ નહિ પડે અને જીદગી સરસ રીતે પસાર પસાર થઇ શકે

  3. ખૂબ જ સુન્દર ગઝલ……એક થી એક ચઢિયાતા શેર..મઝા આવી ગઈ…

    ‘મુકેશ’

  4. How nice of the poet. he deliveres u every thing in a few lines. We many a time hear the preacher telling us in a long way , round and round . It has given to me the through and through message. Above all I got to read a few lines that Vivekbhai wrote in his comments. Thank u Jaishreeben and Vivekbhai.

  5. સાદ્યંત સુંદર ગઝલ…

    ભૂલી જવાની વાત પણ યાદ રહી જાય એવી ગઝલ.. છેલ્લા બે શેર સવિશેષ સંતર્પક બન્યા છે… ગઝલ એ ગઝલકારની કમાલ નથી એ છેલ્લો શેર વાંચીને ઉર્વીશ વસાવડાનો શેર યાદ આવ્યો:

    નથી મારી ખૂબી એમાં, લખાવે છે કૃપા એની,
    સતત એ વાતની સમજણ ગઝલમાં લઈને આવ્યો છું

    એક શેર આવો જ સુધીર પટેલનો પણ છે:

    અમસ્તા કોઈને સૂઝે નહીં શબ્દો ‘સુધીર’,
    કૃપા એની ગઝલ કાયમ લખાવે છે મને

    એક શેર મારો પણ આ જ સંદર્ભમાં:

    ચંદ ક્ષણમાં હું લખી નાંખું ગઝલ,
    પણ કલમ જો કોઈ પકડાવે કદીક !

    -ચારેય શેરમાં કેટલી સામ્યતા છે !!

  6. I have read this Gazal again and again. I can not forget [‘Bhuli Jaa’]the touch of philosophy in this gazal, particularly last four lines. Happy to get it in Tahuko.- Viren Patel, Mumbai

  7. ભુલી જવાની વાત, જીવનપથ ખુબ અગત્યની છે એ સરસ રીતે કહેવાયુ છે, શ્રી મનોજ ખંડેરીયાને સ્મરાંણજલી….

  8. Dear Mr. Amit and Jayshreeben,

    I appreciate this poem written by Manoj Khanderia.
    Each and every line have got meaning which makes us to think. It will last for years. It is good poem for Collection. Congratulations to you to give entry this poem in your Tahuko .Com and to poet too.

    Wish you good Luck. From Shrenik R. Dalal
    ( Writer of Book ‘Kalam Uthave Awaz’)

Leave a Reply to ઊર્મિ Cancel reply

Your email address will not be published. Required fields are marked *