ચાલ્યા જતા પ્રસંગની – જવાહર બક્ષી

(ચાલ્યા જતા પ્રસંગની એક ક્ષણ..  Nevada Falls, Yosemite National Park, April 09)

* * * * *

સ્વર: આલાપ દેસાઈ

આલ્બમ: ગઝલ રૂહાની

.

ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.

જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને
પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે.

મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યાં કરું
મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે.

મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં ?
એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે !

સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં
જીવનમા તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે ?

– જવાહર બક્ષી

8 replies on “ચાલ્યા જતા પ્રસંગની – જવાહર બક્ષી”

  1. દરેક શેર અદભૂત…
    આ શેર બહુ ગમ્યો.
    જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને
    પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે.
    ‘મુકેશ’

  2. સરળ બાનીમાં ગહન બાત. ધીમે ધીમે એકેક શેરને ફોલો તો સત્વ પ્રગટે.

  3. જવાહરભાઈ, તમારી ગઝલને આ રીતે મળવાની મજા પડી.

  4. જવાહરભાઇ જેવી જ ઊંચી કક્ષાની ગઝલ.

  5. What a surprise packet? Yesterday it was from Madhumati Mehta, today from Jawahar Bakshi.
    Thanks!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *