કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

રક્ષાબંધન આવે એટલે મને તો તમને બધાને આ ગીત જ સંભળાવવાનું મન થાય…

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી..

(૨૦૦૬ અને ૨૦૦૭ – એ બે વર્ષ તો એ જ ગીત સંભળાવ્યું હતું ને.!) બાળપણની કેટકેટલી મધુરી યાદો સાથે લઇ આવે આ ગીત.. ! ચલો એ ગીત તમે ઉપર ક્લિક કરીને સાંભળી લેજો..! સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

અને આજે સાંભળો આ લોકગીત..

ગાયકો;અરવિદ બારોટ અને મિના પટેલ ….સગીત ;પકજ ભટ્ટ .

.

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે.

મારા બાલુડાં ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ,
હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણ
કાઢી કાળવજ્રનુ બાણ, લેજો પલમાં એના પ્રાણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સત્યતણે હથિયાર,
મારા કોમળઅંગ કુમાર, એને ત્યાં જઈ દેજો માર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ત્રીજે કોઠે અશ્વસ્થામા, એને મોત ભમે છે સામા,
એથી થાજો કુંવર સામા, એના ત્યાં ઉતરવજો જામા…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રુજે ધરણ,
એને સાચે આવ્યાં મરણ, એનાં ભાંગજે તું તો ચરણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
પાંચમે કોઠે દૂર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી,
એને શિક્ષા સારી આપી, એના મસ્તક લેજો કાપી…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
છઠ્ઠે કોઠે મામો શલ એ તો જન્મોજનમનો ખલ,
એને ટકવા નો દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
સાતમે કોઠે એ જયદ્રથ ઈ તો લડવૈયો સમરથ,
એનો ભાંગી નાંખજે દત, એને આવજે બથ્થમબથ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

—–

આ ગીત વિષે ઘણી બધી ફરમાઇશ આવી, અને કેટલી બધી શોધખોળ પછી આખરે તો ઘરમાંથી જ આ ગીત મળ્યું (આભાર, ઊર્મિ 🙂 )

58 replies on “કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…”

 1. Arvind Barot says:

  જયશ્રીબેન,
  ઈન્ટરનેટમાં પોસ્ટ થતી બાબતોનું એવું દસ્તાવેજીકરણ થાય છે ..જે રેકટીફાઈ/અપડેટ થઇ શકે છે અને થવું જોઈએ…..ખોટી વિગતો ગેરમાર્ગે દોરે છે….ટહુકો જેવી સરસ સાઈટમાં પોસ્ટ થતી દરેક બાબત પ્રમાણભૂત હોવાની અપેક્ષા રહે જ….તમે કોઈની કોમેન્ટ્સ વાંચો જ નહિ અને વિગતદોષ ચાર ચાર વર્ષોથી એમનો એમ જ ચાલતો રહે એ વાત થોડી/ઘણી કઠે……( ન ગમે )

 2. ખુબ સુંદર ગિત !!!

 3. ખરેખર અલભ્ય ગેીતો નુ સન્ગ્રહ વન્ચિ ખુબજ અનન્દ થયો. હપન યાદ આવિ ગૌ.લ્કો મ પ્રેરન આપ્ત ગેીતો દરેક મત એ બલ્કો મ સન્સ્કર રેદ્વ સ્મ્ભદવવ જોઇ એ. આન્ગ્રેજિ મધય્મ નુ ભન્તર થય પચ્હિ આપનિ સન્સ્ક્રુતિ વિસરવ લગિ ચ્હે તેવઅ સમયે આવ ગેીતો બલ્કો મ સમ અને પુરસ્ત્રર્થ વથ્રે ચ્હે.આપનિ સન્સ્ક્રુતિ નુ સચુ દર્સન કરવે ચ્હે.ધ ગેીતો ગેય હોવ થિ કન્સ્થ થૈ સકે ચે.

 4. viral patel says:

  nice song in generation !!!!!!!!!

 5. કેતન બોખણી says:

  રણ મા અભિમન્યુ
  કાવ્ય હોય તો જણાવવા નમ્ર વિનતિ

 6. बहुत ही प्यारा गीत है। धनयवाद ।

 7. Sagar says:

  Thank you,

 8. HARSHAD N. THAKAR says:

  khubaj sundar geeto no sangrah chhe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *