વોર્ડ નંબર ચારની ગઝલ – ડૉ. શ્યામલ મુન્શી

આ સફરની મૂંઝવણ ચારેતરફ
ખૂબ થાકેલા ચરણ ચારેતરફ

પીઠ પાછળ આંખ સામે સાવ અંદર
આ ક્ષણોનું આક્રમણ ચારેતરફ

છે તરસની આંખ ભીની હજી પણ
શ્વાસમાં રેતાળ રણ ચારેતરફ

આ તરફ ને આ તરફ ને એ તરફ પણ
શક્યતાઓમાં મરણ ચારેતરફ

ચોતરફ ગઇ રાતની ઝાંખપ હજુ છે
સૂર્યનો અણસાર પણ ચારેતરફ

– ડૉ. શ્યામલ મુન્શી

5 replies on “વોર્ડ નંબર ચારની ગઝલ – ડૉ. શ્યામલ મુન્શી”

  1. સુન્દર ગઝલ. એક મિત્ર હાલ મરણપથારી પર છે. તેની સ્થિતિ આવી જ થતી હશે.

  2. I am looking at all sides,(10 dishas) East, west, north, south, 4corners, up,and down if Ican get sound of this Gazal but I do not get it. My last hope is Tahuko who will surely find and put on this site in near future. THANKS!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *