This text will be replaced
ગઢને હોંકારો તો કાંગરાય દેશે,
પણ ગઢમાં હોંકારો કોણ દેશે ?
રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?
આઘેઆઘેથી એને આવ્યાં છે કહેણ,
જઈ વ્હાલમશું નેણ મીરાં જોડશે,
હવે તારો મેવાડ મીરાં છોડશે.
આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાનાં ફૂલ જેમ ખૂલશે કમાડ
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ
કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરાં
કાળું મલીર એક ઓઢશે.
હવે તારો મેવાડ મીરાં છોડશે.
પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઇ લેણદેણ તૂટ્યાનું શૂળ
ડમરી જેવું રે સહેજે ચડતું દેખાશે પછી મીરાં વીખરાયાની ધૂળ
મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ
રૂંવે રૂંવેથી તને તોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે.
Gadha ne honkaro to kangara ya deshe – ramesh parekh
Taro mevaad meera chhodashe
Share what you loved...

Email
કાઁગરાય હોકારો દે હો રમેશ પારેખ નેી શબ્દો ને…
વાહ !
Hi Jayshree
Ramesh Parekh writes a novelty of songs.
Enjoyed. Congratulations on beginning an audio blog. Thanks a lot.
-Harshad Jangla, Atlanta, USA Nov 25 2006
‘ગઢને’ ગીત માં મીરાંએ પોતાની લાગણીઓ દર્શાવી છેને વાંચતા જાણે આપણે એને પ્રત્યક્ષ સાંભળતાં હોઈએ એવું લાગે છે. ગીતની સાથે ના ફોટા વિષે થોડુંક જાણવાની ઈચ્છા રાખું છું. જય
જયપુરના કોઇ મહેલનો ફોટો છે. (Source: Internet)
રમેશપારેખની અદભુત રચના જે મારી અતિપ્રિય છે “મારા સપનામાં આવ્યા હરિ” સાંભળવા મળશે તો ખુબ ગમશે.
ટહુકો.કોમ પર આ ફેરફાર ઘણોજ આવકારદાયક છે. કારણકે બધીજ પોસ્ટ અનુક્રમણિકા મુજબ એક સાથે જોવા અને માણવા મળે છે.
આપનો તો આભાર જેટલો માનીએ તેટલો ઓછો છે.
This song has given me filling for my nearest one may be many time i have taken very casually for them but today i first time listion this song and it makes me very imotional and more care taker for near and dear one. this is the best song ever i heared.
પ્રિય કવિશ્રી રમેશભાઇની અત્યુત્તમ રચના આનાથી વધુ સારી રીતે કંપોઝ થઇ શકી હોત/ગવાઇ શકી હોત, માફ કરજો, રચના જેટલી ભવ્ય છે એટલી ભવ્ય રજૂ નથી થઇ, અન્ય કંઠ/તર્ઝ સાંભળવા મળશે તો દરિયો ભરીને આનંદ થશે
ટહુકો. કોમ ટીમને લાખ લાખ અભિનન્દન Who has made Gujarati Sangit availble on net. In fact I am enjoing music with my work at computer. Thanks ‘અકિલા’ જેને વેબસાઇટનો પરિચય કરાવ્યો.
awesome.
Jayshreeben
Is this the voice of Nimesh Desai?
He did direct a very good play written by Shri Ramesh Parekh (Sagpan Ek Ukhanoo, the only musical play written by Rameshbhai). Nimesh did sing some wonderful songs …
Himanshu Trivedi
આ ગેીત સાભલિ ને ઘનો આન્ન્દ થયો. રમેશ પારેખ નેી સુન્દર રચના.ખુબ ખુબ આભાર .અને અનિમેશ ભાઇ અન્તાનેી નો પન ખુબ ખુબ આભાર.
To Dear Jayshreeben
I want to know that who has sung this song ? I am sorry to say that whoever has sung it is very bad composition Jayshreeben this song has one of the most beautiful composition which is sung by any female artist. I don’t know more details but I heard this song in Mrs. Abha Desai’ s voice in Ahmedabad. If it is possible then pls contact her & listen & then pls put on tahuko.com
Hi Jayshree ben
I do agree with one of the comment by Nidhi. It’s a very odd composition.I do have in female voice. i will send you shortly.
Prarthana
ખુબ જ સુન્દર રચના ચહે…લગભગ એક week થિ સમ્ભ્લુ ચ્હુ,,,,ખુબ જ સુન્દર પ્રયત્ન …એક વરસ થેી તરસિ રહેલ ધરતેી આત્લા સુન્દર ગિતો આપવા બદલ ધન્યવાદ..
keep rocking
this is like keep going not keep rocking !!! have fun !! cheers from Stavanger. Norway.
બહુ જ સરસ ઉપાડ. ગીતના ભાવને અનુરૂપ સ્વર-નિયોજન અને ગાયન.
ઉત્તમ રચના અને લાખેણા સ્વર મા ગીતે ગજબ કરી દીધો..
ખુબ મઝ આવી.
ખુબ જ સરસ્
બસ આ જ ર પા . . .
Simply I love the song.
who is Singer ? a great song with repeat voice !! appreciate wording of Dr. Dharti saying TARASI DHARTI !! good to hear in snow filled dark evening of stavanger !!