રાધે બનો – પિનાકિન ત્રિવેદી

એકદમ સરળ શબ્દોનું, તો યે તરત ગમી જાય એવું કાવ્ય..

મારા અંતરની વેદના જોવા
જરીક શ્યામ ! રાધે બનો.

મૂકી મુરલી ને આંસુડા લ્હોવા
ઘડીક ક્હાન ! રાધે બનો.

પેલાં માલામુકુટ બાજુ મૂકો
આ વેષ ધરી રાધે બનો.

રંગચૂંદડી ને વેસર ઝૂકો
મોહનપ્યાસી રાધે બનો.

બધું ધારો તોયે નહીં પામો
હૈયું મારું, રાધે બનો.

શ્રમ સઘળો જશે નક્કામો
છતાંયે, જરા રાધે બનો,

મને મોહનસ્વરૂપ જરી દૈને
પ્રીતમ, તમે રાધે બનો.

ઘડીભરનો આ ખેલ ખેલી લઇને
રાધે-શ્યામ રાધે બનો.

– પિનાકિન ત્રિવેદી

9 replies on “રાધે બનો – પિનાકિન ત્રિવેદી”

  1. ખરુ પુછોતો ક્રિશ્ના અને રાધા બન્ને એકજ છે..

  2. રાધાના વ્યાકુળ મનની અને ક્રિષ્ન ના પ્રેમની સરસ રજુઆત..

  3. મથુરા જઈ રાજા બનો,
    ગોકુળ આવી શ્યામ બનો,
    મારા મનને શું ફેર પડે,
    મારા અંતરની વેદના જોવા
    જરીક શ્યામ ! રાધે બનો.

  4. રાધાની વેદના અને ક્રિશ્નાનો પ્રેમ બનેની રજુઆત ખુબ ગમી અને ભજન-વિશેષ લાગે છે……

  5. પિનાકિન ત્રિવેદિ ભક્તકવિ હતાગાયક મોતા ગજાના. રેદિઓ પર પ્રથમ ગુજરતિ ગિતો એમનેગાયેલા. પેલા પક્ષિને જોય મને થાય અને ચાલોને રમિએ હોદિ હોદિ હજુ ઘના બધાને યાદ હશે.
    માર પિતાના એ પ્રિય શિશ્ય હતા અને ગુરુદેવ રવિન્ર્દ્રનથ્ના પન. ઇન્દિરા ગાન્ધિ નાએ ગુરુ હતા.ભુદાન વખતે એમના રચેલા ગિતો ખુબ ગવાયેલા એમ નારાયન દેસાયે મને જનાવેલુ.

  6. Each and every person has to learn from this lovely poem to understand the feelings of the person who has affection for other.
    It is SPRITUAL LOVE ,do not forget that.

Leave a Reply to banti Cancel reply

Your email address will not be published. Required fields are marked *