(સંધ્યા ચાલી…. Fort Bragg, CA, Nov 08)
* * * * *
(૧)
બંસીથી સૂર
થઈ ગ્યો દૂર, तेरे
जाने के बाद !
(૨)
ભર ઉનાળે
વરસ્યો મેઘ… કોઈ
કારણ હશે ?
(૩)
સઘળું વ્હાલ
મોકલ્યું તને, તોય
હું ભરીભરી…!
(૪)
લયમાં ઢળી
તારી યાદ- ને બની
ગઈ ગઝલ!
(૫)
પ્રેમ છે’ કહ્યા
વિના જ ચાહુ તને…
પૂરતું નથી?
(૬)
પ્રેમપંથ છો
હો વિકટ… હું બીજે
પંથ શેં જાઉં?!
(૭)
પત્રમાં સખા,
હું મને જ મોકલું…
તું વાંચીશ ને?!
(૮)
છો હોઠ તારા
બંધ સખી ! જો, નૈન
ચુગલી કરે…
(૯)
પાણીને વાગી
ઠોકર સુહાની, તો
બન્યું ઝરણું…!
(૧૦)
સાગર ખાલી,
સંધ્યા ચાલી… ને તો યે
ઉગ્યું સપનું !




May 20th, 2009 at 5:33 am
સરસ.
સઘળું વ્હાલ
મોકલ્યું તને, તોય
હું ભરીભરી…!
પાણીને વાગી
ઠોકર સુહાની, તો
બન્યું ઝરણું…!
May 20th, 2009 at 5:53 am
સઘળા વહાલે
હસી ,મેઘ ઉર્મી
હાયકુ બની
રમેશ પટેલ(આકાશદીપ)
May 20th, 2009 at 8:02 am
પ્રેમ છે’ કહ્યા
વિના જ ચાહુ તને…
પૂરતું નથી?
પ્રેમ ..પ્રેમ ..પ્રેમ .એક તરફ નો હોય કે બ ન્ને તરફ… ચાહવુ જ એ પુરતુ નથિ?
સરસ…સરસ…સરસ…સરસ…
May 20th, 2009 at 8:33 am
ચાહનાનો એહ્સાસ જરુરી છે, પ્રેમ હોય તો બતાવવો પ્ણ એટ્લો જ જરુરી છેની ચોટ્દાર રજુઆત બહુ માર્મિક અને સચોટ્…….
May 20th, 2009 at 8:57 am
પ્રેમ છે’ કહ્યા
વિના જ ચાહુ તને…
પૂરતું નથી?
nice one…
May 20th, 2009 at 11:17 am
haiku started by shri zinbhai ratanji desai. The constitution of haiku is 5,7,5 words.Thank you
May 20th, 2009 at 11:20 am
અરે! Jayshreeben, શું કે’વું તમને? હું આ જ શોધતી હતી.ઉર્મિ બેન ના hi-ku એટલે કે’વું પડે હોં! i am big fan of her hi-kus & “sakha” વાળી રચનાઓ.
May 20th, 2009 at 11:39 am
સુંદર હાઈકુ… પહેલાં ત્રણ તો ખૂબ સરસ થયા છે…
May 21st, 2009 at 5:28 am
ખૂબ જ ગમ્યાઁ બધાઁ હાઇકુ..આભાર !
May 21st, 2009 at 9:07 am
અરે બેના…. ક્યા બાત હૈ !!!!!!!
મારા આ બધા હાઈકુઓનું સંકલન કરવાનો વિચાર તો હજી મનેય ન્હોતો આવ્યો હોં ! આભાર માનવો પડશે કે?? ચાલ, એટલો ભાર રહેવા જ દે ત્યારે…
વ્હાલા વાંચકમિત્રોનો ઘણો આભાર…!
May 23rd, 2009 at 1:54 am
પ્રેમ છે’ કહ્યા
વિના જ ચાહુ તને…
પૂરતું નથી?
VERY NICE
ચાહનાનો એહ્સાસ જરૂરી છે,
બતાવ્યા વગર એહ્સાસ થાય એને જ પ્રેમ કહેવાય.
May 23rd, 2009 at 4:50 pm
[...] જુદી જુદી websites પરથી હાયકુ માણ્યા, એમાયે ઉર્મીબેન ના લખેલા હાયકુ એ તો હુ અભિભૂત થઇ ગયો. [...]
May 19th, 2010 at 6:55 am
Haikoo……….. there is a Vachyarta and a Vyangartha. Please show me these two features for these Haikoos.
2. Exanmple:
Bahrelun Gadun,
Gayun Utari Dhal,
Rahi Gaya Chila.
Thanks
May 20th, 2010 at 7:10 pm
સરસ હાઈકુ..
પ્રેમ છે’ કહ્યા
વિના જ ચાહુ તને…
પૂરતું નથી?
પ્રેમનો અહેસાસ જ સઘળુ છે…
May 20th, 2010 at 8:31 pm
લયમાં ઢળી
તારી યાદ- ને બની
ગઈ ગઝલ!
સુન્દર અને સરળ ..અને
પ્રેમ છે’ કહ્યા
વિના જ ચાહુ તને…
પૂરતું નથી?
વાહ ક્યા બાત હૈ..