વાદલડી વરસી રે

ઘણીબધી ગઝલોનું સ્વરાંકન એવી રીતે થયું હોય છે કે ગઝલ શરૂ થતા પહેલા ગઝલના મિજાજને અનુરૂપ એકાદ મુક્તક પહેલા હોય… એવું નથી લાગતું કે એનું inspiration આવા ગીતો પરથી મળ્યું હશે? લોકગીતો શરૂ થાય એ પહેલા કલાકાર આ ગીતમાં છે એવા છંદ રજૂ કરીને કેટલો જલ્દી આખો માહોલ ગીતને અનુરૂપ બનાવી દે છે! પેલું ચેતનભાઇએ ગાયેલું ઝવેરચંદ મેઘાણીનું ‘મન મોર બની થનગાટ કરે’ – એમાં પણ કંઇક આવો જ અનુભવ થાય..!! (અને હા, એ ગીત ખરેખર તો રવિન્દ્રનાથ ટાગોરનું ‘નવવર્ષા’ નો ભાવાનુવાદ છે.)

શ્રાવણ મહિનો પણ હવે શરૂ થઇ ગયો છે, અને દેશમાં જેની સાથે પણ વાત કરો, વગર પૂછ્યે ‘વરસાદ બરાબર જામ્યો છે’ ના સમાચાર મળી જ જાય છે… તો સાથે સાથે આ શ્રાવણ જલ બરસે…. ની મઝા ટહુકો પર પણ માણીયે ને?

ચારણી છંદ :

શ્રાવણ જલ બરસે, સુંદર સરસે, બદલ બરસે, અંબર સે,
તરુવર વિરિવરસે, લતા લહરસે, નદિયાં બરસે, સાગર સે,
દંપતી દુઃખ દરસે, સેજ સમરસે, લગત જહરસેં, દુખકારી
કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી….

સ્વર – સંગીત : ??

(સરોવર છલી વળ્યાં….    Lake Travis, Photo from Flickr)

* * * * * * *

.

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
હે સાસરિયામાં મ્હાલવું રે
પિયરીયામાં છૂટથી રે
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા પગ કેરાં કડલાં રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા હાથ કેરી ચૂડલી રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારી ડોક કેરો હારલો રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા નાક કેરી નથણી રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
હવે સાસરિયે જાવું રે
પિયરીયામાં મહાલી રહ્યાં
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

17 replies on “વાદલડી વરસી રે”

  1. હર મોસમ નિ સાથે એક એક ગિત બરાબર મલિ જાય .મન થિ મઝા આવિ . જ ય જ ય ગર્વિ ગુજરાત. ધન્ય ે કવિઓ ને .

  2. વરસાદ મા મનને તરબોળ કરનારુ આ ગીત સાંભળી ને…. “ટહુકા પર મોરપીંછા ની ઓઢણી ઓઢી કોયલ બેઠી આંબલિયાની ડાળ….!!!”
    ઝબુકે છે વીજળીને ગર્જે છે વાદળું
    વર્ષારાણીની રુડી આગાહી વાદળું
    ધરતીની મીઠી સોડમ મેહકાવે વાદળું
    મનગમતાં મોરલાને ટહુકાવે વાદળું
    છબછબીયાં ખાબોચિયે આનુઆજ વાદળું
    લાવે કાગળની નાવ વ્હેણમાં વાદળું
    તનમન તરબોળ કરી ભીંજવે વાદળું
    સતાવે કાનુડોને ભાન ભુલાવે વાદળું
    રેખા શુક્લ(શિકાગો)

  3. ખુબ સરસ લોકગીત….જુના દિવસો યાદ આવી ગયા….આભાર

  4. very nice lok geet.u done good work pls post the song “va vaya ne vadal umatya” and “halo ne apda malak ma”

  5. hun aaturtathi rah joish mari commentni. august 1st 2009 4.02 am ane tamara javab badal fari fari dhanyavad. bansilal parekh.

  6. થોડુ કરેક્શન ચ્હે…..
    તરુવર ગિરિવર સે….
    અને નદિયા પરસે…..
    બહુ સમય પચ્હી આ ગીત માણ્યુ….

  7. શ્રાવણ મહિના ના વરસાદ મા મનને તરબોળ કરનારુ આ ગિત સાંભળવાનિ મજા આવિ ગઇ.

  8. સુંદર પ્રસ્તુતિ.

    ગાયિકીમાંથી ધરતી-સાજનના
    પ્રથમ આલિંગનમાંથી પ્રગટેલી સોણલી મહેંક મનને તરબોળ કરે છે.
    સ્વર શ્રી પ્રાણલાલ વ્યાસને મળતો આવે છે…પણ તેમનો તો નથી જ.

    મોર બની થનગાટ કરે મૂળે બંગાળી ગીત છે
    જાણી સાનંદાશ્વર્ય થયું. મારૂ પ્રિય ગીત છે.
    આભાર.

Leave a Reply to chintan Cancel reply

Your email address will not be published. Required fields are marked *