ગૌરવ-કથા ગુજરાતની – શૂન્ય પાલનપુરી

સૌને મારા તરફથી ગુજરાતદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

સંગીત: મેહુલ સુરતી
સ્વર: ભાવિન શાસ્ત્રી
ગાયકવૃંદ: નૂતન સુરતી, ધ્વનિ દલાલ, વ્રતિની ઘાડઘે

(ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’…. )

* * * * * * *

વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.

‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,
દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની?

મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો,
રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની.

ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર,
ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની.

ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’
કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની.

માતા કેરા ચીર સાથે ખેલનારા! સાવધાન!
કૈં મહાભારત ન સર્જે ઉર વ્યથા ગુજરાતની.

શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.

-’શૂન્ય’ પાલનપુરી

——————–
ગુજરાતના અને ગુજરાતીઓના ગુણગાન ગાતા બીજા થોડા ગીતો ટહુકો પર અહીં માણી શકો છો : ગુજરાતગીત

17 replies on “ગૌરવ-કથા ગુજરાતની – શૂન્ય પાલનપુરી”

  1. ખૂબ સુન્દર ગીત. અહી અમેરિકામા રહીને પણ ગુજરાત દિનની ઉજવણી કરાવી તે બદલ ખૂબ આભાર. રોજ રાતે સૂતા પહેલા ટહુકો સામ્ભળવાની ટેવ પડી ગઈ ચે.

  2. મેલ્બ્ન મ રહિને આ ગિત્ત સામ્ભલવાનિ બહુ મઝા આવિ ગ ઇ.

  3. કેવાય કે મહોબત ના સ્વાલોના કોઇ ઉત્રર નથિ હોતા અને જેત્લા હોય તેત્લા સધર નથિ હોતા મલે એક્જ પ્રેમિને સાચિ લગન દિલ્નિ કે જેર પિનરા કાઈ શન્કર નથિ હોતા

    જય જય ગર્વિ ગુજરાતનિ

  4. excellent. આ ગીત સામ્ભ્ળી ને શરીર માં થર થરી આવી ગઈ

  5. aapane gujarati chie.aa vat have yad karavi pade che.chalo gujaratdin nimitte yad to kryu.

  6. અતિસુંદર, ગુજરાતી હોવાનો ગર્વ આપે જરૂર કાયમ રહે એવી પ્રસાદી આપી.
    આભાર.
    કાંતિલાલ પરમાર
    હીચીન

  7. Gujarat Ni Garav Gatha Khub Saras Sarjai Che.

    Gujarat Ane Gujarati Ne Jivant Banave Che Tahuko.

  8. Tahuko Roshan Kare chhe Gujarati Kavya Sangitno,
    Surya pan Joto Rahese Jayshrino Sokh Sangitno

  9. ખૂબ સુન્દર ગીત. અહી અમેરિકામા રહીને પણ ગુજરાત દિનની ઉજવણી કરાવી તે બદલ ખૂબ આભાર. રોજ રાતે સૂતા પહેલા ટહુકો સામ્ભળવાની ટેવ પડી ગઈ ચે.

  10. વાહ્હ્…… !! મેહુલભાઈ, મને તો બહુ જ ગમ્યું.

    આ ગીત માટે તો ઑસ્કાર …….!!

Leave a Reply to RJ MEET Cancel reply

Your email address will not be published. Required fields are marked *