ઘડવૈયા મારે ઠાકોરજી – કવિ ‘દાદ’

કવિ દાદનું ઘણું જ જાણીતું ગીત.. આમ તો ઘણા વખતથી વિચારતી હતી એને ટહુકો પર મુકવાનું, પણ મારે પૂરેપૂરું ગીતના શબ્દો જોઇતા હતા આ ગીત મુકવા પહેલા. થોડા દિવસો પહેલા એક ટહુકો-મિત્રએ એક પુસ્તક મોકલ્યું, જેમાં ગીતના શબ્દો મળી ગયા. આભાર પૂર્વિ.. 🙂

સ્વર : પ્રાણલાલ વ્યાસ

.

મારે ઠાકોરજી નથી થાવું !
ટોચોમાં ટાંચણું લઇ, ભાઇ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું,

ધડ ધીંગાણે જેનાં માથાં મસાણે એના પાળિયા થઇને પૂજાવું… રે ઘડવૈયા..

હોમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું.
બેટડે બાપનાં મોઢાં ન ભાળ્યાં એનાં; કુમળા હાથે ખોડાવું… રે ઘડવૈયા..

પીળા પીતાંબર કે જરકશી જામા મારે વાઘામાં નથી વીંટળાવું.
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઇ જાવું… રે ઘડવૈયા..

ગોમતીજી કે ઓલ્યા જમનાજીના આરે નીર ગંગામાં નથી નાવું.
નમતી સાંજે કોઇ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું… રે ઘડવૈયા..

બીડ્યા મંદિરિયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું.
શૂરા શહીદોની સંગાથમાં મારે ખાંભીયું થઇને ખોડાવું… રે ઘડવૈયા..

કપટી જગતના કૂડાકૂડા રાગથી ફોગટ નથી રે ફુલાવું.
મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં શૂરો પૂરો સરજાવું… રે ઘડવૈયા..

મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે ચિતારા નથી ચીતરાવું.
રંગ કસુંબીના ઘૂંડ્યા રુદામાં એને ‘દાદ’ ઝાશું રંગાવું… રે ઘડવૈયા..

– કવિ ‘દાદ’

57 replies on “ઘડવૈયા મારે ઠાકોરજી – કવિ ‘દાદ’”

  1. કાગ બાપુ નિ ઘણી વાતો મારા દાદા ના મુખે સાંભળેલી છે, ખુબ સરસ રચના છે, આર્મી ના જવાન ને ઘણું ખરું લાગુ પડી સકે એવી રચના છે .

  2. બહેન,ખુબ અભાર જીંદગી ના ચાલીસ વરસો પહેલા ની યાદો તાજી થઈ ગઇ.ખુબ સફળતા મેળવો.

  3. Kavi Dad’s famous “BHAJAN” “KALJA KERO KATAKO MARO GANTHTHI CHHUTI GAYO”. my father’s best choice please send. this song is very best & fantastic.

  4. જય સિયારામ ટહુકો.કોમ,

    કવિરાજ દાદ બાપુ ની અતિ સુંદર રચના સાંભળી ને ખુબ જ આનંદ થયો. ઘણા વરસો પહેલા મારા નાનાજી ના મુખે સાંભળેલું અને પછી પ્રાણલાલ ભાઈ ને કંઠે સાંભળ્યું તું. ધન્ય સૌરાષ્ટ્ર ભૂમિ ને કે જ્યાં આવા કવિઓ થયા છે અને મને એ વાત નો આનંદ છે કે બાપુ અમારી સોસાયટી માં જ રહે છે અને રોજ અને “રામ રામ” કરવા નો અને દિવાળી પર પગે લાગવા નો મોકો મળે છે. દાદ બાપુ ના બીજા પણ ઘણા પુસ્તકો વાંચેલા છે. એમની અમુક અપ્રાપ્ય પ્રતો પણ મોકો મળશે તો વાંચીશું જેમ કે “ખોડીયાર બાવની” “બંગ બાવની”. આજે પ્રાણલાલ ભાઈ આપણી વચ્ચે નથી પણ એમના ગાયેલા ગીતો થી એ અમર જ છે. “એ જી એવા ગુણ તો ગોવિંદ ના ગવાના, હો નાથ તમે તુલસી ને પાંદડે કોરાના” , અહા શું ગાયેલું પ્રાણલાલ ભાઈ એ …

  5. ગઇ કાલે સાંજે ૭-૧૦ કલાકે દૂરદર્શન પર આવતા સમાચારોમાં માનનીય શ્રી પ્રાણલાલ વ્‍યાસના અવસાનના દુખઃદ સમાચાર જાણીને આઘાત લાગ્‍યો. પ્રભુ, એમના આત્‍માને શાંતિ અર્પે એવી અભ્‍યર્થના.
    વિનુભાઇ મકવાણા, ગાંધીનગર

  6. લોકસંગીત ની દુનિયામાંથી પ્રાણવાન કલાકાર એવા મુંશ્રી.પ્રાણલાલભાઈ વ્યાસ ના જવાથી ગુજરાતનું લોકસંગીત પાંગળું બન્યુ છે.,…મુંશ્રી પ્રાણલાલભાઈ વ્યાસ ના આત્માને ઠાકોરજી શાંતિ અર્પે એવી અભ્યર્થના………………….

    રસિકભાઈ મોદી-બાયડ.

  7. I LIKE THIS SONG…………………………………………………………………………

  8. સુંદર રચના… આપણા અમૂલ્ય વારસાને જાળવવામાં નિમિત્ત બનવા બદલ અભિનંદન !

    એક વાતની મને ખંત છે કે ગુજરાતી નર ને નાર હવે ગુજરાતી સાહિત્યનો સન્માન, કદર કે અભિમાન નથી જાળવતા… વિદેશ મા રહિને જેત્લિ સન્સ્ક્રિતિ નિ કિમત સમ્જય ચે એત્લિ ત્ય રહિ ને નથિ સમ્જતિ.

  9. કવિ દાદની આ રચના એટલે કે સૌરાષ્ટ્રના લોકોને એક અનુપમ ભેટ છે. એવા એવા જાણીતા કાઠીયાવાડી શબ્દો છે આ ભજન માં કે એને હાંભળી પોતાના વતન ની મારા સોરઠ ભૂમિ ની મને યાદ આવી ગઈ.. એક કવિ દોહામાં સોરઠ ભૂમિ નું શું સુંદર વર્ણન કરે છે;

    અમારી ધરતી સોરઠદેશની ઊંચો ગઢ ગિરનાર,
    સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નર ને નાર

    પણ એક વાતની મને ખંત છે કે આ હવાજના એઠા પાણી પીધેલ નર ને નાર હવે ગુજરાતી સાહિત્યનો સન્માન, કદર કે અભિમાન નથી જાળવતા…

  10. HAPPY SAMVAT 2067 TO ALL AT TAHUKO.
    Thank you
    I can not express the extant of which I am thankful to Tahuko. Even in Gujarat finding these old folk songs is very difficult.
    My suggestion is to move up in the value chain by either selling albums through mail service or even better if it can be sold through online downloading. It will generate revenue for the legitimate source as well as increase the no. of sogns-in turn more participation.
    Pl. think seriously Jayshri on it.
    Regards,

  11. AN EXCELLENT SERVICE TO MOTHER TONGUE. hOPE YOU WOULD ADD MORE ANCIENT BHAJANS AND SONG SO THAT NEW GENERATION CAN RELISH AND APPRECIATE THE SPIRITUAL MESSAGES FROM OUR CULTURE.
    WITH REGARDS,
    H N KOTADIA

  12. સુંદર રચના… આપણા અમૂલ્ય વારસાને જાળવવામાં નિમિત્ત બનવા બદલ અભિનંદન !

  13. ખુમારી અને શૌર્ય નીતરતું ગાણું લોક હૈયાને અડ્યાં સિવાય રહે?
    સુન્દર રચનાનો વારસો જાળવી રાખવા માટે તમ્ને આ ભિનદન

  14. ખુમારી અને શૌર્ય નીતરતું ગાણું લોક હૈયાને અડ્યાં સિવાય રહે
    સુન્દર રચનાનો વારસો જાળવી રાખવા માટે તમ્ને આ ભિનદન

  15. Pranlalbhai put his soul in great wordings and feelings of Kavi Daad. I was very young when I heard this live (in a Dayra where Pranlalbhai was also there).

    Thank you Kamleshbhai for putting up the meaning of the song … I mean, how can someone misinterpret this – even when we were very young, we understood the distinction that the poet (a raw Stone) asks the “creator/sculptor” that the stone wants to be a symbol of actual bravery and does not want to be confined as being a sculpture of Thakorji (God) and be in a temple … it is so simple and so touching … and these lines …
    ગોમતીજી કે ઓલ્યા જમનાજીના આરે નીર ગંગામાં નથી નાવું.
    નમતી સાંજે કોઇ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું… રે ઘડવૈયા..
    Who would not want such a thing to be remembered by a “Namni Vijogan” … what imagination!
    And simple philosophy so very well put:
    કપટી જગતના કૂડાકૂડા રાગથી ફોગટ નથી રે ફુલાવું.
    મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં શૂરો પૂરો સરજાવું… રે ઘડવૈયા..

    We have lost those stalwarts (not that we do not have great poets) … but the “folk” songs are dying out and that is the tragedy. If someone thinks of “preserving” the greatest traditions by recording them (or filming them) … there is some real good gems in Saurashtra, Kutch, Uttar Gujarat, Dangs and all across Gujarat. Even some of the Premanand recitations by “Maan-Bhatts” are nearly lost without any records.

    Thank you Tahuko…again and again.

  16. મને પ્રાણલાલ વ્યાસના ભજનો ખુબ જ ગમે છે.
    તો પ્લીઝ જેમની પણ પાસે તેમના ભજનો હોય તેમણે અહી “ટહુકો” ઉપર મુકવા વિનતી.
    અથવા મારા ઇ-મેઇલ આઇ ડી ઉપર મોકલવા વિનતી.

  17. ધન્યવાદ ભજન બદલ ખુબજ ગમ્યુ ફરિ આવા ભજન મોક્લવા વિન્નતિ

  18. This song remind me when i was very young going back about 35 years ago i used to travel to Porbander, Jamjodhpur, Lalpur to listne this classic singer Pranlal Vyas. I hope we get more selection on this website. I am sorry we lost this classic singer but he made so many songs and would like to have it here.

  19. The song is too good… you may not believe it.. after hearing 1st time this song… i am still paying the same at night 12:01 hrs.. this song was my father’s favourite song who is passed away and by hearing this song i remember my father a lot.. I LOVE PAPA.
    THANK YOU VERY MUCH FOR PUTTING THIS SONG ON TAHUKO.COM
    WISHING YOU AND ENTIRE GROUP OF TAHUKO.COM A VERY HAPPY DUSSERA..
    Jani Deepak – Dubai

  20. િત અને સબ્દો મા ફરક દેખાય જેથિ ગાવા મા તકક્ક્લિફ પદે.. પ્લઇસ સબ્દો મા સુધરાઓ ક્કર્રો

  21. exactly.
    don’t we think as in Hindi Films, the element of poetry is fading asway from the recent songs in Gujarati too ?

    the oldies watered their songs withblood from their heart !

  22. કવિ દાદની આ રચના મારું ખૂબ જ પ્રિય ભજન છે. હું નાનો હતો ત્યારથી આ ભજન સાંભળતો આવું છું. હમણાં થોડા સમય પેલા એક ગુજરાતી છાપાનાં લેખકે આ ભજનનો એવો અર્થહીન ભાવાર્થ કર્યો હતો જે જોઇને ઘણું આશ્ચર્ય લાગ્યું કે આપણા અભણ ઘરડાઓ સમજી શકતા એ ભજનો આજની શિક્ષિત પેઢી નથી સમજી શકતી. કદાચ, ધીમે ધીમે ગુજરાતી ભજનો લુપ્ત થઈ જશે.

    મારી સમજણ પ્રમાણે, ભજનનો ભાવાર્થ નીચે મુજબ છે

    ટાંચણું લઈને પથ્થરમાંથી ઠાકોરજીની મૂર્તિ બનાવતા ઘડવૈયાને પથ્થર કહે છે મારે ઠાકોરજી નથી થાવું પણ યુધ્ધમાં મરાયેલા યોધ્ધાનો પાળિયો ( પાળિયો – શુરવીરના મરણસ્થાન પર ખોડાતો પથ્થર જ્યાં નાળીયેર વધેરાય છે) થાવું છે. એ કેવો યોદ્ધો ? કે જેનું માથું કપાય ગયા પછી પણ કાયામાંથી જીવ જતો નથી ને તેનું ધડ લડ્યા કરે છે.

    હવન, યજ્ઞ, જાપ કરીને મૂર્તિ સ્થાપના થાય છે એવી રીતે મારે નથી પધરાવું પણ એવા દીકરાના કુમળા હાથે પધરાવું છે કે જેણે પોતાના બાપનું મોઢું નથી જોયું. અહી કવિ, સગર્ભા પત્નીને મૂકી રણમેદાન પર મરનાર યોદ્ધાનો ઉલ્લેખ કરે છે. શહીદ બાપના મૃત્યુ બાદ જન્મેલા દીકરાના હાથે બાપનો પાળિયો થઈ ખોડાવું છે.

    ઠાકોરજીને પહેરાવાતા રંગીન વાઘામાં નથી વીંટળાવું પણ રણમેદાન ઉપર લડતા જે લોહી કાઢ્યા હતા તેના રંગ જેવા સિંદૂરે રંગાવું છે.

    ગોમતીજી, જમનાજી કે ગંગા ના જળથી નથી નહાવું પણ શુરવીર યોદ્ધાનો પાળિયો થઈ વિજોગણના આંસુડે નહાવું છે. અહી કવિ, પતિના પાળિયે જઈ આંસુ સારતી યુવાન વિધવાનો ઉલ્લેખ કરે છે.

    બંધ મંદિરમાં નથી પુરાવું પણ ખુલ્લા મેદાનમાં જાવું છે. બધા શુરવીરોની ખાંભીઓ (પાળિયા) સાથે ખોડાવું છે.

    ઠાકોરજી થઈ મારે કપટી જગતના ગીતોથી નથી ફુલાવું પણ સિંધૂડા રાગ સાંભળવા છે. સૌરાષ્ટ્રમાં ધીંગાણા (લડાઈ) ની શરૂવાતમાં ઢોલ શરણાઈનાં સિંધૂડા રાગ વગાડવામાં આવતા જે સાંભળી શૂરાઓમાં એવું જોમ ચડતું કે તેના મુડદાં પણ બોલવા લાગે. જુના રીવાજ મુજબ, સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં હોળી પછી પાળિયાઓ (શૂરા પુરા) પાસે સિંધૂડા વગાડવામાં આવે છે.

    મારે રંગબેરંગી મૂર્તિઓમાં નથી ચિતરાવું. રુદયામાં જ બધા રંગ ઘૂંટાયેલા છે તેને બહારના રંગોની જરૂર નથી.

  23. ખુમારી અને શૌર્ય નીતરતું ગાણું લોક હૈયાને અડ્યાં સિવાય રહે?

  24. ખુબજ સુન્દર રચના લોક્ભોગ્ય બનવ્વા માટૅ આભાર્.

  25. સરસ ભજનનો આનદ આવી ગયો, સુન્દર રચનાનો વારસો જાળવી રાખવા માટે તમ્ને આ ભિનદન…..

  26. વાહ વાહ

    પ્રાણલાલ વ્યાસ ને ઘણા સમય પચિ સાંભળ્યા

    ખુબજ સરસ ગીત છે

  27. હલ્લો જયશ્રી, ઘણા વખત પહેલા કરેલી ફરમાઇશ પૂરી થતાં ખૂબજ આનંદ થયો આભાર સાથે અભિનંદન કેટલું સરસ ભાવવાહી આ ગીત છે કવિ દાદ નુ જ લખેલુ બીજુ ગીત છે “કાળજા કેરો કટકો” જે એટલું જ લોકપ્રિય છે.બીજી પણ ફરમાઈશ ગુજરાતી ફિલ્મ કાદુ મકરાણી ના ગીતની છે જેના શબ્દો પણ મે મોકલેલ છે આશા છે કે તે પણ પૂરી થશે,ફરીથી આભાર

  28. ખુબ સરસ ભજન છે..આ ભજન હેમંત ચૌહાણ ના સ્વર મા સારુ લાગે
    છે.

  29. Jayshree Bahen, Us May 18, 2009
    I was surprised in the evening–USA 6.30p that old wine was in new bottle . The song which was posted in 2007 was repeated. Again at 10.30p US time I find Thakorji nathi thau… and enjoyed very much as it is by Dad.
    Thanks!!

  30. કાઠિયાવાડની ધરતીની મહેંક પ્રસરાવતું આ ભજન અદભુત ગાયકીને લીધે માણવું ગમ્યું.

    કાઠિયાવાડના ભજનોની રમઝટની તો વાત જ નિરાળી બાપુ..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *