તારી આંખનો અફીણી – વેણીભાઇ પુરોહિત

લગભગ 13-14 વર્ષની હતી, ત્યારથી અમુક ગુજરાતી ગીતો સાંભળ્યા છે… છેલાજી રે, પંખીડાને આ પીંજરું, એક રજકણ સૂરજ થવાને શમણે, હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું, આજ મારી નણદીએ મેણું માર્યું.. ઘણા ગીતો નો તો ભાવ પણ નો’તો સમજાતો, તો યે મનભરીને મજા લીઘી છે એ ગીતોની. આજે જો એ બધા ગીતો સાંભળવા મળે તો કદાચ બાળપણ પાછું મળ્યું હોય એવી ખુશી થાય.

મારા ગુજરાતી સંગીત પ્રત્યેના લગાવની શરૂઆત ત્યાંથી થયેલી… પરંતુ આજે પણ જો કોઇ મને ગુજરાતીમાં કંઇ ગાવા કહે ( નસીબ સાંભળનારના, બીજુ શું? ) , કે કોઇ પ્રોગ્રામમાં મારે ફરમાઇશ કરવાની હોય, તો મને સૌથી પહેલા યાદ આવતું ગીત એટલે વેણીભાઇ પુરોહિતની કલમે લખાયેલું આ અમર ગીત. “તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી”.

આ ગીતના વખાણ કરવા, કે એના વિષે કંઇક પણ કહેવું એ કદાચ મારા ક્ષમતાની બહાર છે. પણ હા, મને એક વાત કહેવાની ઇચ્છા જરૂર થાય છે. ગુજરાતી પ્રણય ગીતોના કોઇ કાઉન્ટ ડાઉન કાર્યક્રમનું સંચાલન મને આપવામાં આવે, તો મારે એ જ વિચારવું પડે કે 2 થી 10 નંબરમાં કયા કયા ગીતો મુકવા? પ્રથમ સ્થાન તો આ જ ગીત ને મળે.

અને આજે આવું ખાસ ગીત મુક્યં હોય, તો એને જરા વધુ ખાસ બનાવીએ, તો કેવું ?

indian_beauty_PH66_l

સૌથી પહેલા તો સાંભળો દિવાદાંડી ફિલ્મમાં શ્રી દિલિપભાઇ ધોળકિયાના કંઠે ગવાયેલું અને અજિત મર્ચન્ટનું સ્વરાંકિત થયેલું આ ગીત.

.

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

( આ ગીતની બાકીની 4 કળીઓ અહીં મોરપિચ્છ પર વાંચો )

( કવિ પરિચય )

109 replies on “તારી આંખનો અફીણી – વેણીભાઇ પુરોહિત”

  1. ખૂબ સુંદર !!! શું આ ગઝલ નું ડાઉનલોડ કરી શકાય છે??

  2. This song is one of my favorite from my very childhood, which I used to listen on radio & from my mother’s voice. After nearly 40 to 45 years today again I listened the very same old melodious song of Venibhai Purohit th. this website & brought back me to my childhood memory.
    I feel very proud that I am Gujarati & we have such a rich cultural heritage in Gujarat.
    Million thanks to this website.

  3. જેટલિ વાર સામભળિએ તેટલુ ઓછુ લાગે છે. દરેક વખતે નવુ જ લાગે છે.
    દિલિપભાઇ નિ ખોટ પુરાશે નહિ.

  4. […] ગુજરાતી ફિલ્મ દીવાદાંડીનું એ ગીત – તારી આંખનો અફીણી – એ હદે લોકપ્રિય થયું છે કે એ ગીતના ૫૦ […]

  5. This is a very beautiful song of Shri. Venibhai Purohit and like to hear more and more when there is chance of hearing the same.

    Niranjan

  6. #
    * ખુબજ સરસ ગીત

    * ખુબજ મધુર સ્વર

    * ખુબજ મઝા આવી

    * શાંતિ જગશી શાહ
    * વિલેપારલા – મુમ્બઈ

  7. Once in my school my sir sang this song before 3 years at that i became fan of this song…….
    and today i can see my school image of that time……..

  8. હજારો વર્સો સુધિ આજ નુ જ લાગે તેવુ ગિત સદા બહાર્

    પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના

    this song is my favourite…………

  9. ગુજરાતી સાહિત્ય ની અણમૉલ રચનાઓ માણવાની મઝા આવી.

  10. આજ પીવું દર્શન નું અમ્રુત કાલ કસુંબલ કાવો…… ક્યાં શોધશું?????? અફીણી અવાજ?

  11. પૂજ્ય દિલીપ ભાઈ ને અમારા કોટી કોટી વંદન!
    પ્રેમીલા શાહ / જયવંત શાહ

  12. Simply GREAT.Normally I dont enjoy some Gujarati songs but this perticular song Tari Ankhno afini.
    has made me to listen to some songs like this.Written by Venibhai Purohit,Music by Ajit Merchant and the GREAT voice of
    Dilip Dholakia.A class combination..
    Thanks to Tahuko..
    Piyush K. Pathak.

  13. we cannot forget his songs like tariaankh no afini and bheet fadi ne pipalo ugiyo today i am 62 yrs and during my younger age i used to hear these songs o aakasawani in madhur geet program slut to him

  14. ૧૯૫૨ માં પ્રથમ વખત આ ગીત સાંભળ્યું ત્યારથી આજ સુધીમાં ખરેખર આ ગીતનો નંબર પ્રથમજ આવે. ત્યારે તો રેકોર્ડ જ આવતી, ટેપનું તો નામે નહોતું સાંભળ્યુ. એમના અવાજમાં રેકોર્ડ સાંભળવાનો પણ એક લહાવો હતો.
    શ્રી દિલીપભાઈના અવસાનથી ખરેખર તો ગુજરાતી સંગીતને તો ખોટ પડીજ છે, પણ આપણે ગુજરાતીઓને તો બહુજ મોટી ખોટ પડી છે. કોઈ પણ ગુજરાતી સુગમ સંગીતનો એવો કાર્યક્રમ નહિં હોય કે જેમાં આ ગીત ન ગવાયું હોય એવું અમર છે.

    પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના.

  15. ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
    ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
    તારી પાનીને પગરસ્તે ચાલું એકલો

  16. હે..રામ આપના માનિતા એવા દિલીપ ધોલકીયા દેવ લોક પામ્યા……

  17. આંખના અફીણી, ગુજરાતી બોલના બંધાણી, સુગમ સ્ંગીતના રસિયા નાગર દિલિપભાઈ ધોળકિયાના અવસાનથી ગુજરાતી સ્ંગીતના તાલ પુરાવતી દિલની ધડકન અટકી ગઈ હોય એવો અહેસાસ થાય છે. એમના જવાના સમાચારથી એક શોકનું મોજું ફરી વળ્યું છે.ઈશ્વર એમની આત્માને શાંતિ અર્પે અને કદાચ ખરી અંજલી રુપે ગુજરાતી સુગમ સ્ંગિતને માણી ને જ આપી શકાય્…

  18. Well, I wanted to post my comment in Gujarati but my poor ability of typing in Gujarati dint allow me….any ways, I heard this songs at my friend’s place, sung by Soli Kapadiya….this man made me crazy…..then he told me about this site…..and here on this site…ohhhhh man, this reach collection, a bunch of fantastic songs along with special comments of the lady(Sorry but I don’t know her name) is charismatic….her way of writing gives an illusion like she is right in front of me and talking to me…..song are excellent….collection is fantastic and the presentation my the lady(Sorry I still don’t know her name) is marvelous…..keep up doing good work…bless you…!!!!

  19. જુનુ ને નવા ગાયક ને રજુ કરવા બદ્લ ખુબ ખુબ અભિનન્દન્……..

  20. Jai Gujarat…Jay hind….keep it up!
    Its is because of you guys the rich culture and literature of Gujarat will be preserved.
    It is good website …. apprecieate your work!
    Thank you.
    Rupesh Modi
    USA

  21. આજે મારી Wife નૉ જ્ન્મદિન છે અને મારે એને કૈઇક સરસ, તાજ્ગી સભર ગીત સંભળાવવુ હતુ ને મને આ ગીત મળી ગયુ. This is one of my all time favourites. I can’t explain what it feels when someone is away from family, motherland and he gets to listen to such wonderful, romantic songs. Thanks a ton Jayshree. You made my day and the coming year for my wife.

  22. yesterday on 24.10.2010 we were very lucky that we met mu.shri dilipbai ( in a programm for Swar Madhurya a Cinior Citizan’s Music club.)and heared his differant song live in his voice.”tari ankh no afini” he sung in full with meaning . my god ! !!! at the age of 90 years his voice is fantastic. shri dilipbhai ne amara koti koti pranams long live dilipbhi

    kashyap oza

  23. Can you plese upload “Tara vinano me sungiyo pawan mara chalkata shwashe thayo hu khali khum” thank you

  24. આ ગિત એક અમર ગિત છે. કદાચ આના જેવુ બિજુ કોઇ ગિત નહિ ગવાય્. આ ગિત એક નશો જગાવે છે. ખુબ ખુબ આભાર.

  25. ખુબ જ સુંદર ગિત છે.. પણ જયશ્રિબેન, “હું તો સુરજમુખીનું એક નાનકડુ ફૂલ” અને “રે પંખિડા સુખથી ચણજો” ગિતો ખૂટે છે ટહુકામાં..આભાર આ સુંદર ગિત માટે..

  26. thank u jayashreeben for such a lovely romantic song. i am very happy to hear this melodious song after a long period of 35 years !and that too, the origional one!

  27. “જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
    મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?”
    આ વેણીભાઇ પુરોહિતની રચના પણ માણવા જેવી છે.
    મ્

  28. અમારા અહીના ગુજરાતી સમાજના Diwali Dinner મા દરેક વર્ષે ગવાતુ ગીત. દરેક સ્ત્રિને ગમતુ ગીત,

    પ્રસંશા કોને ન ગમે??

  29. આવા સુન્દર ગીતને પ્રથમ વાર માણવા મળ્યુ. માર કાકા શ્રેી કાનાભાઈ ગનાત્રાને આ ગિત ખુબજ ગમતુ. આજે ઍ ગિત શાભલેીને તેમનિ યાદ આવિ ગઈ… આભાર..

  30. આવા સુન્દર ગીતને પ્રથમ વાર માણવા મળ્યુ. માર કાકા શ્રેી કાનાભાઈ ગનાત્રાને આ ગિત ખુબજ ગમતુ. આજે ઍ ગિત શાભલેીને તેમનિ યાદ આવિ ગઈ… આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *