બંધ આંખોમાં શમણું સજી ગયું

closed_eyes

.

બંધ આંખોમાં શમણું સજી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું

ફૂલના પવનના, સાંજના પ્રણયના,
મનના તરંગના, સૂરના સનમના
રંગો સાતે કોઇ રંગી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું

મહેકે શ્વાસોમાં ભીના ચમન,
તારી સુગંધમાં ભાન ભૂલે છે મન
છમછમ ઝાંઝર વાગે મધુરા,
સરસર પાલવ સરકે અધૂરા

મારા ખોબામાં કમળ ખીલી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું

હૈયાના દેશમાં તોરણ બંધાયા
વ્હાલના ઉમંગના અવસર આવ્યા
તેં એક અનોખી દુનિયા વસાવી
મારા જીવનને સોળે શણગારી

મારું ઘર આજે સ્વર્ગ બની ગયું
મારું દિલ આજે મારું નથી રહ્યું

18 replies on “બંધ આંખોમાં શમણું સજી ગયું”

  1. બંધ આંખોમાં શમણું સજી ગયું,
    મારું દિલ આજે મારું નથી રહ્યું

    ખૂબ જ સુંદર ! માણસની આંખમાં જો કોઇ સમણું સજી જાય છે ત્યારે ત્યારે પોતાનું દિલ પણ પોતાનું રહેતું નથી….

    લી.પ્રફુલ ઠાર

  2. TOO CLOSE TO MY HURT IN SPITE OF I DONT KNOW ENOUGH GUZRATI

    B8 I LOVE GOJARAT I LOVE GUJRATI SONG

  3. શું વાત છે,
    મારુ દિલ આજે મારુ નથી રહ્યુ. . . . . . . . . . . . . . . . .
    હજુ સુધી તો મારુ જ છે, પણ ખાલી કલ્પના માં જ સુગંધીત અનુભુતિ થાય છે.
    જાણે મારૂ ઘર સ્વર્ગ બની ગયુ.

    વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ
    આભાર મિત્ર.

  4. ઘણું સરસ ગીત છે. આ મુવી ના બીજા ગીતો જો સાંભળવા મળશે તો તમારો આભાર.

  5. VAH!! KHUBAJ SARAS!!! MAJA AAVIGAI,BAKI KEVU PADE HO!!! KE GUJARATI MA AA PRAKARE KAMCHALE SE !!!! AA GEETNA SARJAK ANE TENU COMPOJESITION KARNARNE KHUB KHUB ABHINANDAN AND “TAHUKONA”NA MALIKNE PAN!!!

  6. Thanks jayshree, Its really nice and lovely song. I find thins song from long time. I read this but never listen that before…thanks lot for post this..Can i get some detaile about this song.

  7. thanks jayshree,
    but i knw the details of this song,
    aa song gujarati movie LOVE IS BLIND nu che,
    jema ghana sara bollywood na singars e gayu che,
    thanks nywys..thanks for replying me…keep it up.
    Naimil Patel

  8. હા નૈમિલ… મને ખબર છે કે જિગરે મને આ ગીતની mp3 મોકલવાની request કરી હતી.. પરંતુ મારો જવાબ આજે પણ એ જ છે… કે હું આલ્બમની વિગતો શોધીને મોકલીશ.. ગીત ના મોકલી શકું… !!

  9. first of all jayshree ne mara khub khub abhinandan,
    aa song mane ane mara friend jiagr desai ne khub j gamyu che, ane jigar e tamne request pan kari hati song mokli aapva mate…i hope u still remember jayshree, nywys tamri navi website khub j sari lagi.. keep it up ane haji vadhare sari banavo evi mari shubkamnao che. ane gujarti script ma na lakhi shakva na karane maafi magu chu…i tired a lot but i culdnt…thanks again.
    Naimil Patel

Leave a Reply to riddhi Cancel reply

Your email address will not be published. Required fields are marked *