ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું – – બદ્રિ કાચવાલા

bhule chuke

.

ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું
શણગારવા હ્રદયને એક આધાર માગશું

દિલના વિચાર દિલમાં ઉઠ્યાને શમી ગયા
અજવાળી રાત ગુજરી ગઇ કાળી રાતમાં
પ્રિતમની સાથે પહેલી મુલાકાતના સમય
જેની સવાર ના પડે એ રાત માંગશું

માન્યું કે જેને મળવું છે તેઓ નથી મળે
હું થઇ ગયો નિરાશ કે આશા નહીં ફળે
પણ એની સાધનામાં ભલે જિંદગી ઢળે
મૃત્યુ પછીની લાખ મુલાકાત માંગશું

21 replies on “ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું – – બદ્રિ કાચવાલા”

  1. આ ગઝલ આખી મળી જાય તો કોઈપણ મૂકશો અને એક જાણકારી એ કે, હિન્દી ફિલ્મ – ધ બર્નિંગ ટ્રેન ની કવાલી- પલ દો પલ કા સાથ હમારા,
    આ ગઝલ થી જ પ્રેરિત હતી. ( રફી સાહેબની કબૂલાત )

    • Aa Gazal
      Padmashree Purushottambhai Upadhyay dwara compose Thai chhe, Rafi Sahab pase emne gavdavi chhe.

      The burning train ni Qawwali Pal Do pal ka Saath hamara e Pan Purushottam Upadhyay ni Swar Rachna Kahu chhu Jawani Par thi sidhi leva ma avi chhe RD Barman Dwara.

  2. વાહ્,જયશ્રેી ,
    બહુ મજા આવિ ગૈઇ,બહુ દિવસો બાદ આત્લિ મજા નો પરિચય થયો….
    ઘનો આભાર્
    સમિર દવે

  3. શણગારવા હ્રદયને એક આધાર માગશું aadhar nahi pan aaghat aave rafi na bija guj filmi gito pan muko to vadhu maja aave

  4. સાંભળવી ગમે તેવી ગુજરાતીમાં કવ્વાલી.

    મૃત્યુ પછીની લાખ મુલાકાત માંગશું….

  5. માન્યું કે જેને મળવું છે તેઓ નથી મળે
    હું થઇ ગયો નિરાશ કે આશા નહીં ફળે
    પણ એની સાધનામાં ભલે જિંદગી ઢળે
    મૃત્યુ પછીની લાખ મુલાકાત માંગશું
    Jaane Kya Baat Hai, Jaane Kya Baat Hai
    Neend Nahin Aati Badi Lambi Raat Hai
    Door Abhi To Piya Ki Mulaqat Hai
    Neend Nahin Aati Badi Lambi Raat Hai…

  6. બહુ જ નાનિ હતિ ત્યરે સમ્ભલ્યુ હતુ..હજુ શબ્દો યાદ ચે..સોરિ..ગુજરતિ લખવનિ તેવ નથિ તેથિ ફવત નથિ..

  7. પહેલે તો દ્ રેક ગિત પુરો વગતો હતો હવે અર્દો કેમ ?

  8. એકદમ મજા આવી ગઈ.
    સ્વર – રફી
    ગીતકાર – બદ્રિ કાચવાલા

  9. ખુબ જ મજા આવી ગઇ જયશ્રી!!!!!
    ગુજરાતીમાં કવ્વાલી કોઇવાર સાંભળી હોય, એવું પણ મને યાદ નથી…

Leave a Reply to Jayshree Cancel reply

Your email address will not be published. Required fields are marked *